________________
jainology |
ન માનવો જોઇએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઇએ. (૨) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે.
અન્ય પણ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં તુષ્ટ–રુષ્ટ ન થતાં સમભાવ રાખવો જોઇએ.
(૩) સુગંધિત પદાર્થની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સૂંઘવામાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. આત્માર્થી મુનિ આ સહુથી વિરક્ત રહે સુગંધ કે દુર્ગંધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે.
23
આગમસાર
(૪) કડવા – કસાયેલા – ખાટા – મીઠા ખાદ્ય પદાર્થ, ફળ—મેવા–મિઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની – આત્માર્થી
=
=
=
મુનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરતા થકાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ પુદ્ગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે.
(૫) સ્પર્શેન્દ્રિયમાં આસક્ત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેવાવાળા આસન–શયન–ફૂલ–માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે જ્યારે વિરક્ત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુઃખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે. પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે. સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. ( જે ગુણે સે મૂલ ઠાણે, જે મૂલ ઠાણે સે ગુણે – આચારાંગ)
આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસક્તિ જ સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસક્ત થઈ દુઃખ પામવાવાળા પ્રાણીઓનાં દૃષ્ટાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે.
=
(૧) શ્રોતેન્દ્રિયની આસક્તિથી – તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસક્તિથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસક્તિથી – સર્પ (૪) રસેન્દ્રિયની આસક્તિથી –માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસક્તિથી – હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે.
–
અધ્યયન – ૧૮ સુષુમાદારિકા (રૂપક કથા )
સુષમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, તેનો કેવો કરૂણ અંત આવ્યો તે આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે.
ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી–પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો ક્યારેક વસ્ત્રાહરણ કરતો. ક્યારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘરે જઈ મા—બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો.
હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોક–ટોક કરવાવાળું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડા, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. બધા જ વ્યસનોથી વીંટળાઈ ગયો. રાજગૃહથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં પાંચસો જેટલા ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળવાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ ! વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરનો સરદાર બન્યો. ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર ર્યો હતો તેથી તેનો બદલો લેવાની ભાવના થઈ. સુષમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્યનું ઘર લૂંટી સુષમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફક્ત સુષુમા
મારી.
નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષુમાને લઈ ચોર ભાગ્યો. ધન્યશેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ તેનો પીછો પકડ્યો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. પાંચસો ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ–સંપત્તિ લઈ પાછા વળ્યા. ચિલાત સુષુમાને લઈ ભાગ્યો. ધન્યશેઠ તથા તેમના પુત્રો તલવાર લઈ એકલા પડી ગયેલા ચિલાતનો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષુમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટયો. છતાં ભૂખ્યો–તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી પહોંચી ન શક્યો.
આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ ર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશ નિઃશેષ થઈ ગયો હતો. ભૂખ–તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શક્તિ ન
રહી. વિકટ સમસ્યા ઉભી થઈ.
ધન્ય સાર્થવાહે કહ્યું – 'ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ–તરસ મીટાવો. જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન ર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા ત્યારે નિર્ણય ક્યોં કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું. યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે.
શિક્ષા–પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષુમાના માંસ–રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ ર્યો હતો. તેથી સાધકે આહાર, અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષથી જ કરવો. લેશમાત્ર પણ આસક્તિ ન રાખવી. અનાસક્ત ભાવે આહાર કરવો તે દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખી
આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે. (૧) ક્ષુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશક્ત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઈરિયા સમિતિ શોધવા માટે