________________
22
આગમચાર-પૂર્વાર્ધ
गदा मारी, उग्रसेन वृद्ध होने के कारण प्रहार नहीं झेल पाये और सारथी उन्हें युद्ध स्थल के बाहर लेकर आ गया। जब वसुदेव ने अग्निबाण छोड़ा तो कर्ण ने विद्या बल से जलधारा चलाई और उसे निरस्त कर दिया। कर्ण की बहादुरी को देख सेना भागने लगी। तब नारद उपस्थित होकर वसुदेव से बोले - कर्ण राजा को नागदेव का सहयोग प्राप्त है, अतः तुम्हारे अग्निबाण व्यर्थ जा रहे है मैं इसका तुरन्त उपाय करता हूँ। वे शीघ्र मातली देव के पास आये और समस्या का समाधान चाहा। मातली स्वयं आकर वसुदेव के रथ पर बैठा। नागकुमार ने अब इन्द्रसारथी देव को सामने बैठा देखा तो वह तत्काल कूच कर गया। इतने में सूर्यास्त हो गया। संग्राम बंद हुआ। दोनों
राजा अपने सैन्य बल के साथ स्वस्थान विश्रांति के लिए पहुंचे। (क्रमशः) બેઉ પક્ષે લડી રહેલા સૈનિકો બધાજ આમતો વાસુદેવની ઋધ્ધિને અંતરગત હોય,તેથી આ યુદ્ધમાં થયેલી હિંસા એકજ પક્ષનાં સૈનિકોની કહેવાય. સમીક્ષકોનું માનવું છે કે કૌરવો દ્રોપદીનાં સ્વયંવરમાં તો આવ્યા હતાં. પણ ત્યાર પછી પ્રતિવાસુદેવ જરાસંઘ અને કૃષ્ણ વચ્ચેના યુધ્ધમાં, પ્રતિવાસુદેવ જરાસંઘને આધિનસ્થ હોવાથી કૌરવો જરાસંઘને પક્ષે લડ્યા અને પાંડવોએ કૃષ્ણનો પક્ષ લીધો. આજ કોરવો અને પાંડવો વચ્ચેના યુધ્ધમાં, કૌરવો માર્યા ગયા બીજી બાજુ દેરાવાસી પ્રણાલીકાનાં ગ્રંથ હરિવંશરાસમાં મહાભારતના યુધ્ધનું વર્ણન છે.તે જૈન મહાભારત તરીકે પણ ઓળખાય છે. પરંતુ હાલના ઉપલબ્ધ આગમોમાં આ યુધ્ધનો ઉલ્લેખ કે અણસાર પણ મળતો નથી.) નેમિનાથ ભગવાનની કથાના ગ્રંથમાં આવતા મહાભારતના યુધ્ધનું વર્ણન વાંચતા જણાય છે કે આ યુધ્ધ કોઇ જમીન કે રાજ્ય અથવા પાંડવો માટે નહીં પણ જરાસંગે(પ્રતિવાસુદેવે) કૃષ્ણ અને બલરામને પોતાને સોંપી દેવા માટે કરેલી માગણીને કારણે થયેલું જણાય છે. જેમાં કૌરવો, જરાસંગ ત્રણ ખંડના આધિપતિ અને તેમના ઉપરી રાજા હોવાથી જરાસંગને પક્ષે લડ્યા અને પાંડવો કૃષ્ણના ફઇબાભાઈ હોવાથી તથા કૃષ્ણ પ્રત્યેના પ્રેમના કારણે કૃષ્ણના પક્ષમાં લડયા. યાદવો અને કૃષ્ણના પિતા સહીત દસ ભાઈ રાજાઓ એ કૃષ્ણને સોંપી દેવાની ના પાડી. નેમિનાથ ભગવાન સ્વયં ભાતૃપ્રેમના કારણે આ યુધ્ધમાં સામેલ થયેલા. ઇન્દ્રને આની જાણ થતા પોતાના અધિનિષ્ઠ દેવને ભગવાનના રથના સારથી તરીકે મોકલાવે છે. કર્ણને નાગકુમાર જાતીનો દેવ સહાય કરી રહયો હોય છે, જે ઇન્દ્રના સારથી દેવને સામે જોઇને ચાલ્યો જાય છે.
અધ્યયન – ૧૭ આકીર્ણજ્ઞાત (રૂપક) હતિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ-દેવીઓની માન્યતા કરવા લાગ્યા. થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા-રત્નોની પ્રચુર ખાણો છે; તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અશ્વોનું કોઈ પ્રયોજન ન હતું તેથી ચાંદી–સોનું–રત્ન આદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા વળ્યા. બહુમૂલ્ય ઉપહાર લઈ રાજા સમક્ષ વણિકો આવ્યા. રાજાએ પૂછ્યું – દેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિદીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ ક્ય. વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અશ્વોને પકડવા પાંચ ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શક્યા તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વોને હતિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો. વધ–બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધિનતા નષ્ટ થવા લાગી. પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી. કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ–બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છાપૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. પ્રેરણા – શિક્ષા -પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજાત છે. આકર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. અને જે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ-(૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વિણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ