________________
238
આગમચાર-પૂર્વાર્ધ વધારો કરનાર પણ છે તેમજ શરીરના અંગોને વિકૃત તથા ચેતના વગરના કરનાર છે. પ્રથમ નોકષાય છે. કષાયને જન્મ આપે છે. વિધમાન કષાયોને ભડકાવનારું ઈધણ છે. અનેક યુધ્ધો હાસ્યના નિમિતથી થયાં છે. - હાસ્યમાં એક બીજાની ગુપ્ત વાત પ્રગટ કરીને અપમાન કરાય છે. આ રીતે હાસ્ય વૃત્તિ સત્ય તેમજ સંયમનો વિનાશ કરનાર છે. પરભવમાં પણ ગતિને બગાડનાર છે. તેથી સત્ય મહાવ્રત ધારી સાધુએ હાસ્ય મજાકનો ત્યાગ કરીને વધારેમાં વધારે મૌનવ્રત ધારણ કરીને પોતાના અંતઃકરણને ગંભીરતા, સરળતા તેમજ સત્યનિષ્ઠતા યુક્ત કરતા રહેવું જોઇએ.
હાસ્યમાં સત્યને પણ વિકૃત કરવું પડે છે. મીઠાં-મરચાં ભભરાવીને બોલવું પડે છે. ભાવાર્થ એ છે કે હાસ્યમાં અસત્યનો આધાર લેવો પડે છે. તેથી સત્યવ્રતના રક્ષણ માટે હાસ્યવૃત્તિને છોડવી અત્યંત આવશ્યક સમજવી જોઇએ.
ગળ વધેલ સાધુ પણ જો હાસ્યવૃત્તિમાં પડી જાય તો તેના સંયમનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તે કુતૂહલ પ્રિય બની જાય છે અને દેવગતિમાં પણ કિલ્વિષિક આદિ દેવમાં ઉત્પન્ન થાય છે. સંયમનો વિરાધક બની જાય છે.
આ સત્ય બોલવાના ઉપરોક્ત મુખ્ય પાંચ કારણ કહ્યા છે. તેમાં નહિં અટકતાં આત્માને સંયમ ગુણોમાં ભાવિત કરતા રહેવું જોઈએ. અસત્યથી બચવાનો આ સીધો અને સરળ ઉપાય છે કે સત્ય વ્રતના આરાધકોએ– (૧) હંમેશા ઊંડો વિચાર કરીને નિરવદ્ય કોમળ વચન બોલવા. (૨–૩) ક્રોધ, લોભ આદિ કષાયોને વશ થઈને ન બોલવું (૪–૫) ભય તેમજ હાસ્ય વૃત્તિનો સહારો પણ ન લેવો પરંતુ વિચારકતા, શાંતિ, નિલભતા, મૌન, ગંભીરતા આદિ ગુણો ધારણ કરવા જોઈએ.
આ પાંચ ભાવનાઓથી પુષ્ટ થઈને સત્ય સંવર દ્વારા આત્માને આશ્રવરહિત બનાવવામાં પૂર્ણ સફળ થાય છે.
ત્રીજું અધ્યયન: અચૌર્ય (મહાવ્રત) અચૌર્યનું સ્વરૂપઃ- (૧) આ ત્રીજું સંવર દ્વાર છે તેમાં ચોરી કરવાનું, દીધા વગર કોઈ વસ્તુ લેવી તેમજ આજ્ઞા વગર કોઈ પણ વસ્તુ લેવી, તે સર્વનો ત્યાગ કરાય છે. પૂર્ણરૂપે ત્યાગ કરવાવાળા જ મહાવ્રતધારી કહેવાય છે. તેમાં પર દ્રવ્યની અનંત તૃષ્ણાનો નિગ્રહ થઈ જાય છે આશ્રવોનો નિરોધ થાય છે. તેનું પાલન કરનાર નિર્ભય થાય છે અર્થાત્ ચોરી અને અદત્તથી ઉત્પન્ન થતી આપત્તિઓથી રહિત થઈ જાય છે. તેના અભ્યાસથી સંયમશીલ સાધકના હાથ–પગ પણ સંયમિત થઈ જાય છે. તેઓ અદત્ત અને આજ્ઞા વગરની વસ્તુનો સ્પર્શ પણ કરતા નથી. આવા અસ્તેય મહાવ્રતનું અનેક ઉત્તમ પુરુષોએ સેવન ક્યું છે, તે ઉત્તમ પુરુષો દ્વારા પરમ શ્રેષ્ઠ ધર્માચરણરૂપે માન્ય કરાયું છે. (૨) આ મહાવ્રતના આરાધક શ્રમણ ક્યાંય પણ પડેલી કે ખોવાયેલી ચીજ, તેમજ કોઈપણ ભૂલી ગયા હોય તેવી વસ્તુને પોતે લેતા નથી, કોઈને લેવાનું પણ કહેતા નથી. તેને માટે સોનું, મણિ, રત્ન, પથ્થર બધું સમાન છે. કોઈમાં પણ આકર્ષણ કે કુતૂહલ પ્રલોભન હોતું નથી. આ રીતે તે મહાવ્રતધારી લોકમાં વિચરણ કરે છે. (૩) જંગલમાં, ખેતરમાં કે રસ્તામાં કોઈપણ પુષ્પ, પાંદડા, ફળ, ઘાસ, તૃણ, પથ્થર, રેતી વગેરે નાની કે મોટી, થોડી અથવા વધારે કીમતની વસ્તુને દીધા વગર અથવા કોઈની આજ્ઞા વગર ગ્રહણ કરતા નથી. અર્થાત્ અચેત તૃણની આવશ્યકતા હોવા છતાં પણ અદત્ત અથવા આજ્ઞા વગર લેતા નથી. કોઈ સમયમાં સંયમ કે શરીર માટે ઉપયોગી, વ્યક્તિગત માલિકીથી રહિત વસ્તુની શકેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને ગ્રહણ કરે છે. (૪) અસ્તેય મહાવ્રતધારી મકાન, પાટ, આહાર, વસ્ત્ર, પાત્ર યા અન્ય વસ્તુ કોઈના દેવા પર જ ગ્રહણ કરે છે. બીજાના અવગુણ અપવાદ કરતા નથી. કોઈના ગુણોનો નિષેધ–નાશ કરતા નથી. બીજાના નામથી કોઈ વસ્તુ લેતા નથી. કોઈ દાન કરતું હોય તો તેમાં અંતરાય કરતા નથી. કોઈની ચાડી કરતા નથી તેમજ કોઈની સાથે મત્સર(અહંકાર) ભાવ પણ રાખતા નથી. આ સૂક્ષ્મ અદત્તના ત્યાગની અપેક્ષાએ કથન છે. આ મહાવ્રતમાં જીવ-અદત્ત, તીર્થકર–અદત્તનો પણ ત્યાગ થાય છે.(અ (૫) જે સાધુ શય્યા સંસ્કારક અથવા ભંડોપકરણ વિધિ યુક્ત ગ્રહણ કરતા નથી, સાધર્મિકોમાં સંવિભાગ કરતા નથી. પોતે સંગ્રહ કરી લે છે. (૧) શક્તિ હોવા છતાં તપ કરતા નથી (૨) વ્રતોનું પાલન બરાબર કરતા નથી (૩) રૂપ(વેશ)ની મર્યાદાનો ભંગ કરે છે (૪) બીજી પણ સમાચારીનો ભંગ કરે છે (૫) ભાવોની વિશુદ્ધિ પૂર્ણરૂપે ન રાખતા કલુષતા, મત્સરતા, હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, નિંદા-વિકથા આદિ કરે છે. આ રીતે જે ક્રમશઃ તપના ચોર, વ્રતના ચોર, રૂપના ચોર, આચારના ચોર, ભાવોના ચોર બને છે અર્થાત્ તે સંબંધી ભગવાનની આજ્ઞાઓમાં પુરુષાર્થ કરતા નથી. તેઓ પરસ્પરમાં બોલાચાલી, ક્લેશ, કલહ, વાદ-વિવાદ, વૈર–વિરોધ કરે છે, અસમાધિભાવ ઉત્પન્ન કરે છે, ખાવાની કોઈ મર્યાદા રાખતા નથી, લાંબા સમય સુધી વેરભાવ રાખે છે, વારંવાર ગુસ્સો કરતા રહે છે, આવા લક્ષણોવાળા સાધક ભગવંતની આજ્ઞાના ચોર છે. તેઓ અસ્તેય વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. (૬) ઉપર કહેલ દોષોનો ત્યાગ કરીને જે આહાર-પાણી ભંડોપકરણોને સમ્યક વિધિથી પ્રાપ્ત કરીને, બાલ, ગ્લાન, તપસ્વી, સાધર્મિક સાધુઓની સેવા ભક્તિ કરે છે. આચાર્ય, ઉપાધ્યાય આદિ પૂજ્ય પુરુષોની વિનય, ભક્તિ, સેવા કરે છે. હંમેશાં પૂજ્ય પુરુષોના ચિત્તની આરાધના કરે છે. નિર્જરાના લક્ષે દસ પ્રકારની વૈયાવચ્ચ-સેવા કરે છે. દીધા વગર કે આજ્ઞા વગર મકાન આદિ, આહાર આદિ કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. કોઈ જીવોનાં પ્રાણોનું પણ હરણ કરતાં નથી (જીવઅદત). ક્લેશ, વૈરભાવ, કષાય, નિંદા, કપટ, પ્રપંચ કરતા નથી. કોઈનું પણ ક્યારેય વિપરીત કે અપ્રિય કરતા નથી અથવા કોઈને પણ દાન ધર્મથી વિમુખ કરતા નથી. એવા સાધક આ અસ્તેયવ્રતના સમ્યક આરાધક થાય છે. (૭) આ રીતે જિનેશ્વરે કહેલ ત્રીજું મહાવ્રત આત્માને હિતકારી છે. બીજા ભવમાં શુભ ફળને આપનાર છે, ભવિષ્યને માટે કલ્યાણકારી છે. પાપોને અને પાપના ફળને શાંત કરનાર છે. આ મહાવ્રતની સુરક્ષા તેમજ સફળ આરાધનાને માટે પાંચ ભાવના કહી છે.