________________
239
jainology
આગમસાર અચૌર્ય મહાવ્રતની પાંચ ભાવના :પ્રથમ ભાવના નિર્દોષ ઉપાશ્રય:- ગામ આદિમાં વિચરણ કરતા મુનિને નિવાસ કરવાને માટે જે કોઈ મકાનમાં રોકાવું હોય તે, પરબ હોય કે મંદિર (દેવાલય), બગીચો કે ગુફા, કારખાના કે દુકાન, યાનશાળા કે મંડપ, શૂન્યઘર કે સ્મશાનમાં બનાવેલું સ્થાન, એવા કોઈપણ મકાન હોય તેમાં સચેત પાણી માટી, બીજ આદિ વેરાયેલ ન હોય, લીલોતરી રસ્તામાં ન હોય, કીડી, મકોડા આદિ ત્રસ જીવો ન હોય, લઘુનીત, વડીનીત પરઠવાની જગ્યાની સુવિધા હોય, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ હોય, સ્ત્રી આદિના નિવાસથી રહિત હોય, બીજી પણ કલ્પ મર્યાદાઓથી પૂર્ણ ઉપયુક્ત હોય ત્યાં સાધુઓએ રહેવું જોઇએ.
જો તે સ્થાન આધાકર્મ આદિ દોષોથી યુક્ત હોય, સાધુને માટે તેમાં અનેક પ્રકારની તૈયારી એટલે સફાઈ કરવી, પાણી છાંટવું, લીપવું આદિ કાર્ય કરેલ હોય, અંદર રહેલ સચેત પદાર્થોને અથવા વધારે પડતો સામાન, વધારે ભારે ઉપકરણોને હટાવ્યા હોય, મકાન કે ઓરડા ખાલી કર્યા હોય, જેનાથી વિરાધનામાં વધારો થયો હોય, એવા ઉપાશ્રય(મકાન) સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ. બીજા આગમ, આચારાંગ આદિમાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
આ રીતે વિવિક્ત (સ્ત્રી આદિથી રહિત) વાસ અને શય્યાના વિવેકથી આત્માને ભાવિત કરવો જોઇએ, ક્લેશ કદાગ્રહ પાપકર્મોથી નિવૃત્ત રહેવું જોઇએ; દત્ત અને અનુજ્ઞાત (ભગવદઆજ્ઞા પ્રમાણે) જ લેવું જોઇએ. બીજી ભાવના : નિર્દોષ સંસ્તારક :- ઉપાશ્રય-મકાન આદિ આજ્ઞા લેવા ઉપરાંત ઘાસ. પાટ આદિ સંસ્તારક ૩૫ કોઈ પણ ઉપકરણની જરૂર હોય તો તેની આજ્ઞા પણ અલગથી લેવી જોઇએ. તાત્પર્ય એ છે કે મકાનની આજ્ઞા લેવાથી ત્યાં રહેલ અન્ય બધા પદાર્થની આજ્ઞા લીધી, તેમ ન સમજવું. પરંતુ ત્યાં રહેલ અન્યાન્ય ઉપકરણોની અથવા પથ્થર રેતી આદિની અલગ આવશ્યકતા અનુસાર આજ્ઞા લેવી જોઈએ. આ રીતે “અવગ્રહ ગ્રહણ સમિતિથી દત્ત અને અનુજ્ઞાત ગ્રહણ કરવાની રુચિથી આત્માને ભાવિતા કરવો જોઇએ. ત્રીજી ભાવનાઃ શય્યા પરિકર્મ વર્જન:- શય્યા સંસ્તારક મકાન આદિને માટે મુનિ કોઈ છેદન–ભેદન, આરંભ-સમારંભનું કાર્ય ન કરે અને કરાવે પણ નહિ. મકાનને સમ-વિષમ, હવાવાળું કે હવા રહિત આદિ કરાવે નહિ; તેમજ એવું કરવાની ઇચ્છા રાખે નહીં; ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓને યુભિત કરે નહીં, ત્રાસ પહોંચાડે નહીં. યતનાથી દૂર કરવા સિવાય કંઈ જ ન કરે. આ રીતે સંયમ, સંવર, સમાધિની પ્રમુખતાવાળા બનીને મુનિ કષાય તેમજ ઇન્દ્રિય નિગ્રહની પ્રધાનતાવાળા બને. ધૈર્યની સાથે આ મકાન સંબંધી સ્થિતિઓમાં મુનિ સમભાવ રાખે, આત્મ-ધ્યાનમાં લીન રહે. મુનિ સદા સમિતિ યુક્ત થઈને એકત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરતા થકાં સંયમ, ધર્મ તેમજ અસ્તેય મહાવ્રતનું પાલન કરે. આ રીતે શઠા સમિતિ યોગોથી આત્માને ભાવિત કરતા થકા જે શય્યા પ્રાપ્ત થાય તેમાં સમપરિણામી બને. ચોથી ભાવના અનુજ્ઞાત ભક્તાદિ - અનેક સાધુઓને માટે જે સામુહિક આહાર આદિ લાવ્યા હોય તેમાં ખાવાનો પૂર્ણ વિવેક રાખવો જોઇએ. અર્થાત્ તેમાં સ્વાદિષ્ટ મનોજ્ઞ શાક આદિ પોતે પહેલા અથવા વધારે અથવા જલ્દી ન ખાવું જોઈએ. બીજાઓને કોઈપણ પ્રકારનો પરિતાપ, સંક્લેશ, અસમાધિ ન થાય, અંતરાય ન થાય તેવા વિવેકથી, ચંચળતા રહિત થઈને ખાવું જોઈએ. જેનાથી ત્રીજા વ્રતમાં કોઈ દોષ ન લાગે. આ રીતે “સામુહિક આહાર પ્રાપ્ત સમિતિમાં આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતો થકો દીધેલ અને અનુજ્ઞાત ગ્રહણની રુચિવાળા બને તથા કલેશ આદિ પાપો કરવા કરાવવાથી વિરક્ત બને. પાંચમી ભાવના: સાધર્મિક વિનય :- સાધર્મિક, સહવર્તી પ્રત્યે વિનયવંત રહે તેમજ તેમના ઉપકરણો પ્રત્યે પણ વિનય વિવેક રાખે. તેના તપના પારણામાં વિનય વિવેક રાખે. સ્વાધ્યાય આદિમાં, દેવા-લેવા કે પૂછવામાં, બહાર જવા-આવવામાં, તેના પ્રત્યે વિનય પ્રવૃત્તિ રાખે અર્થાત્ પ્રત્યેક કાર્ય પૂછીને તેમજ વિનય શિષ્ટાચાર પૂર્વક કરે. આ પ્રકારે બીજા બધા સંયમ યોગમાં સાધર્મિકની સાથે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. વિનય પણ આત્યંતર તપ છે અને તપ જ સંયમમાં પ્રધાન ધર્મ છે તેથી ગુરુ, સાધર્મિક, તપસ્વીનો પૂર્ણરૂપે વિનય કરવો જોઇએ. આ રીતે વિનય વિવેકથી ભાવિત અંત:કરણવાળા બને.
વ્રતની પાંચ ભાવના વ્યક્ત કહેલ વર્ણન અદત્ત મહાવ્રતની સસ્મતા તેમજ ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. તેને તાત્પર્ય એ છે કે વિનય, સેવા, ભક્તિ ન કરવાથી અને સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવાથી પણ અસ્તેય મહાવ્રતની વિરાધના થાય છે. યોગ્યઅયોગ્ય મકાન સંસ્મારકના વિષયમાં કોઈ પણ સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવી પણ અદત્ત છે. આધાકર્મ અથવા પરિકર્મ દોષયુક્ત મકાનનો ઉપયોગ કરવો પણ અદત્ત છે. તૃણ, કાંકરા, માટી આદિની યાચના કે અનુજ્ઞા વગર ગ્રહણ કરવું અદત છે. સમૂહમાં રહેવા છતાં સેવાભાવ અથવા સેવા પ્રવૃત્તિ ન કરવી એ પણ અદત્ત છે. શક્તિ અનુસાર તપ, વ્રત-પાલન, સમાચારી પાલન આદિમાં ન્યૂનતા કરવી; એ પણ અદત્ત છે. કલહ, કદાગ્રહ, વિવાદ, વિકથા, કષાય વગેરે કરવા, માયા-પ્રપંચ, પરનિંદા, તિરસ્કાર અને ચાડી કરવી પણ અદત્ત છે. મત્સર ભાવ, વૈરભાવ રાખવા અને દિવસભર ખાતા રહેવું પણ અદત્ત છે. ઉપર કહેલ વર્ણનથી અદત્તની પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે આ ત્રીજા અસ્તેય મહાવ્રત રૂપ સંવર દ્વારનું મન, વચન, કાયાથી પાલન કરવું જોઇએ.
ચોથું અધ્યયન બ્રહ્મચર્ય(મહાવ્રત) આ ચોથું સંવર દ્વાર ચોથા મહાવ્રતરૂપ છે. પાંચ મહાવ્રતોમાં આ મહાવ્રતનું વિશેષ સ્થાન છે. અનેકવિધ તપોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ-શ્રેષ્ઠ તપ કહ્યું છે. આ અધ્યયનમાં બ્રહ્મચર્યને “ભગવાન” શબ્દથી ઉપમિત કરાયું છે. બ્રહ્મચર્યનો મહિમા – બ્રહ્મચર્ય એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યકત્વ આદિ ગુણોનું મૂળ છે, અનેક યમ નિયમોમાં મુખ્ય નિયમ છે. તેની વિદ્યમાનતામાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ બ્રહ્મચર્યની સમ્યફ આરાધનાથી ચિત્તવૃત્તિ અસ્થિર રહેતી નથી, ગંભીરતાની વૃદ્ધિ થાય છે; સરળ આત્મા એવા સાધુજનો દ્વારા આ સેવિત છે; સૌમ્ય, શુભ અને કલ્યાણકર છે; મોક્ષના પરમ માર્ગ અને સિદ્ધ ગતિના દ્વાર રૂપ છે; શૂરવીર ધીર પુરુષો દ્વારા વિશુદ્ધ આરાધિત છે; ખેદથી રહિત, નિર્ભય અને રાગાદિના