________________
jainology |
237
આગમસાર
ઉલંઘન કરનાર હોય (૧૧) દ્રોહયુક્ત હોય (૧૨) જેનાથી કોઈને પણ પીડા થાય તેવું સત્ય પણ આશ્રવયુક્ત જ છે. તે સત્ય મહાવ્રતધારી માટે ત્યાગવા યોગ્ય છે.
સત્ય ન હોવા છતાં સત્ય :- (૧) કોઈ દેશ વિદેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હોય જેમ માતાને ‘આઈ’, નાઈને ‘રાજા’ આ જનપદ સત્ય છે (૨) ઘણા લોકોએ જે શબ્દોનો પ્રયોગ માન્ય રાખ્યો હોય જેમ કે પટરાણીને ‘દેવી’ આ શબ્દ સર્વને માન્ય સત્ય છે (૩) જેની મૂર્તિ હોય તે નામથી કહેવું અથવા શતરંજની ગોટીઓને હાથી ઘોડા કહેવા તે સ્થાપના સત્ય છે (૪) જેનું જે નામ રાખી દીધું તે ગુણ ન પણ હોય. જેમ કે નામ છે લક્ષ્મી પરંતુ હોય ભિખારણ, આ નામ સત્ય છે (૫) સાધુના ગુણ ન હોય પણ વેષ હોય તેને સાધુ કહેવા આ રૂપ સત્ય છે (૬) કોઈ અપેક્ષા વિશેષથી નાનું—મોટું કહેવું, જેમ પિતા દીક્ષા પર્યાયમાં નાના છે. પુત્ર મોટો છે તેને નાના મોટા કહેવા આ અપેક્ષા(પ્રતીત્ય) સત્ય છે (૭) લોક વ્યવહારમાં જે વચન પ્રચલિત થઈ જાય જેમ કે ગામ આવી ગયું. ગામ તો આવતું નથી, તોપણ બોલવું, આ વ્યવહાર સત્ય છે. (૮) કોઈ ગુણની મુખ્યતા હોય તેની અપેક્ષાએ કથન કરવું જેમ કે અનેક રંગ હોવા છતાં પણ મુખ્ય રંગનું કહેવું, અનેક ગુણ હોવા છતાં પણ એક અવગુણ હોવાથી અવગુણી કહી દેવું તે ભાવ સત્ય છે. (૯) સંયોગને કારણે તે નામથી કહેવું જેમ કે દંડ ધારણ કરવાથી ઠંડી. આ સંયોગ સત્ય છે. (૧૦) સમાનતાના આધારે ઉપમા લગાવી દેવી જેમ કે ચરણકમલ, મુખચંદ્ર આદિ આ શબ્દ પ્રયોગ કરવાથી સત્ય મહાવ્રત દોષિત થતું નથી.
ભાષાજ્ઞાન :– પ્રાચીન પ્રસિદ્ધ છ ભાષા કહેલી છે– (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) શૌરસેની (૫) પૈશાચી (૬) અપભ્રંશ. ગદ્ય અને પદ્યના ભેદથી તેમના બે–બે પ્રકાર છે. ભાષા શુદ્ધિ માટે ૧૬ પ્રકારનું વચન જ્ઞાન આવશ્યક છે (૧-૩) એક વચન, દ્વિવચન, બહુવચન. (૪-૬) સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. (૭–૯) ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. (૧૦) પ્રત્યક્ષ વચન—આ સજ્જન છે. (૧૧) પરોક્ષ વચન–તે ગુણવાન છે. (૧૨-૧૫) પ્રશંસાકારી અથવા દોષ પ્રગટ કરવાવાળા વચનની ચૌભંગી (૧૬) આધ્યાત્મ વચન.– મનની વાત અચાનક પ્રગટ થઈ જવી, એકાએક બોલી જવું, હૈયે તે હોઠે ની ઉક્તિ ચરિતાર્થ થઈ જવી. આ રીતે વિવેક તેમજ જ્ઞાન યુક્ત ભાષાનો પ્રયોગ કરવાવાળા સત્ય મહાવ્રતના આરાધક થાય છે. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ :– પહેલી ભાવના : ચિંત્યભાષણ :- • જલ્દી–જલ્દી સમજ્યા કે વિચાર્યા વગર એકાએક ન બોલવું, ચપળતાથી ન બોલવું, કડવું ન બોલવું, કઠોર, પીડાકારી, સાવધ ન બોલવું. એનો વિચાર કરીને હિતકારી, પરિમિત, શુદ્ધ, સંગત, અવિરોધી, વિષયના અર્થને સ્પષ્ટ કરવાવાળી, વિચારપૂર્વક, સમય અને પ્રસંગ અનુસાર, સંયતીઓએ સત્ય ભાષા જ બોલવી જોઇએ.
વગર વિચાર્યે બોલવાથી ક્યારેક અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય છે અને કોઈકવાર ભયંકર અનર્થ ઉત્પન્ન થઈ જાય છે. સારી રીતે વિચાર કરીને બોલનારને પશ્ચાતાપ કરવાનો અવસર આવતો નથી. તેને લાંછિત થવું પડતું નથી અને તેનું સત્યવ્રત અખંડિત રહે છે. બીજી ભાવના : અક્રોધ :– કોઈ પ્રત્યે ક્રોધ ભાવ ન રાખવો, કારણ કે ક્રોધ ભાવનામાં રહેલી વ્યક્તિ જૂઠ, ચુગલી, કડવા કઠોર વચન બોલે છે, ક્લેશ, વૈર, વિવાદ કરે છે, સત્ય, સદાચાર, વિનય ગુણનો નાશ કરે છે. ક્રોધાગ્નિમાં બળતી થકી વ્યક્તિ ભાષામાં અનેક પ્રકારના દોષોનું આચરણ કરે છે. આમ બીજા મહાવ્રતના આરાધક સાધુઓએ ક્રોધ ન કરવો જોઇએ તેમજ નિરંતર ક્ષમાથી ભાવિત અંતઃકરણવાળા થઈને રહેવું જોઇએ.
ન
ક્રોધીનો વિવેક ચાલ્યો જાય છે, સત્ અસત્ત્નું ભાન રહેતું નથી, પાગલ જેવો બની જાય છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો, ક્રોધવૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવો, શ્રમણને માટે પરમ આવશ્યક છે.
ત્રીજી ભાવના : નિર્લોભતા :– લોભનો અર્થ છે– નહિ પ્રાપ્ત થયેલની ઇચ્છા અને પ્રાપ્ત થયેલમાં આસક્તિ. લોભી વ્યક્તિ યશ, કીર્તિ, સુખ—સુવિધા, ઋદ્ધિ— વૈભવ, આદર-સત્કાર-સન્માન, પ્રતિષ્ઠા, ભોગ–ઉપભોગની આવશ્યક સામગ્રીને માટે તેમજ બીજા પણ અનેક પ્રયોજનથી અસત્ય ભાષણ, મિશ્ર ભાષણ કરે છે; તેથી સાધુઓએ ઉપર કહેલ કોઈપણ વિષયમાં લોભ ન કરવો જોઇએ. લોભી વ્યક્તિ મિથ્યા ભાષણ કરે છે. લોભ પણ ખોટું બોલવાનું એક મુખ્ય કારણ છે તેથી નિર્લોભતાથી અંતઃકરણને ભાવિત કરવું જોઇએ. કોઈ તરફ પક્ષપાત પણ ન કરવો .
ચોથી ભાવના : નિર્ભયતા :– ભયભીત ન થવું, નિર્ભય બનવું. ડરપોક, ભીરુ વ્યક્તિ અનેક ભયથી ભયગ્રસ્ત બનતી રહે છે. તે પોતે પણ ડરે છે અને બીજાને પણ ડરાવી દે છે.(ભય હાસ્યની જેમ ચેપી હોય છે). ડરપોક વ્યક્તિ ગ્રહણ કરેલ વ્રત નિયમની પ્રતિજ્ઞાને પૂર્ણ વહન કરી શકતી નથી. તેને છોડી દે છે, તેથી કોઈપણ વ્યક્તિથી કોઈપણ સંયોગમાં તેમજ રોગ, સંકટ, દુઃખ, મૃત્યુ આદિથી ભયભીત થવું ન જોઇએ. ઇષ્ટ–વિયોગ, અનિષ્ટ–આક્રોશ, ટકોર વગેરેના ભયથી પણ ડરવું ન જોઇએ. ભયથી અસત્યનો પ્રયોગ થાય છે.
ભય આત્મશક્તિના વિકાસમાં બાધારૂપ બને છે, હિંમતને તોડી નાખે છે. ભય સમાધિનો વિનાશક છે, સંકલેશને ઉત્પન્ન કરવાવાળો છે; તે સત્ય પર સ્થિર રહેવા દેતો નથી. ડરપોક માનવ પોતે પણ સન્માર્ગ પર ચાલી શકતો નથી અને બીજાઓને પણ ચાલવામાં બાધક બને છે. ભયભીત બનેલી વ્યક્તિ ભયથી બચવા માટે હિંસા અથવા ખોટા માર્ગનો સહારો લે છે. તેની સરળતા નાશ પામે છે; જેથી તે અસત્ય અને માયાચાર કરે છે. વાસ્તવમાં ભય રાખવાથી કોઈ રોગ, આપત્તિ કે પ્રતિકૂળ સંયોગ દૂર થતા નથી. ભય કોઈપણ પ્રતિકૂળ સંયોગની ઔષધિ નથી કે જેનાથી તે નષ્ટ થઈ જાય. તેથી દરેક સાધકે આત્માને ભયભીત ન બનાવતાં સરળ, સત્યનિષ્ઠ, નિડર, ધૈર્યવાન બનાવવો જોઇએ. તો જ સત્ય મહાવ્રતની સાચી આરાધના થઈ શકે છે. માટે જ સત્ય ભગવાનના આરાધકોએ હંમેશાં પોતાના અંતઃકરણને ચિત્તની સ્થિરતાથી ધૈર્યવાન, સરળ તેમજ નિર્ભયતાયુક્ત બનાવવું જોઇએ. પાંચમી ભાવના : હાસ્ય ત્યાગ :– મહાવ્રતધારી સાધુઓએ હાસ્ય-મજાક, વિનોદનું સેવન કરવું ન જોઇએ. કદાચ એવો પ્રસંગ આવે તો મૌનનું અવલંબન લેવું જોઇએ. હાસ્ય કરનાર સાધક વ્યક્તિ સારી લાગતી નથી. હાસ્યમાં વ્યક્તિ અશાંતિને ઉત્પન્ન કરનાર શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈનો પરિહાસ, તેના અપમાન કે તિરસ્કારનું કારણ પણ બને છે. મજાકમાં બીજાઓની નિંદા, તિરસ્કાર બહુ પ્રિય લાગે છે, તેમાં જ આનંદ આવે છે પરંતુ તે હાસ્યમાં કરેલી વૃત્તિઓ બીજાઓને પીડાકારી થાય છે. હાસ્ય વિકથાઓનો