________________
આગમસાર–પૂર્વાર્ધ
236 ત્રીજી ભાવના–વચન સમિતિ:- મુનિઓએ પાપકારી પરિણતિઓથી યુક્ત થઈને કિંચિત્ત પણ સાવધ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ અર્થાત્ કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મયુક્ત, પાપપ્રેરક, ગૃહસ્થોને આવો, જાવો આદિની પ્રેરણાયુક્ત વચનોનો પ્રયોગ મુનિ ન કરે, ક્રોધ, માન, માયા, લોભને વશ થઈને ન બોલે; હાસ્ય, વિનોદ, ભય, વાચાળતા, વિકથામાં પ્રેરિત બુદ્ધિથી વચનનો પ્રયોગ ન કરે; આ બધાનું ધ્યાન રાખતાં થકાં અતિ આવશ્યક, મૃદુ(મધુર), અસાવધ, વિવેક યુક્ત ભાષા બોલે; કોઈને પણ પીડા થાય તેવી વાણી જરાપણ ન બોલે. ચોથી ભાવના-એષણા સમિતિ – પૂર્વે કહેલ શુદ્ધ નિર્દોષ ગવેષણા કરીને ભિક્ષા(મધુકરી) વૃત્તિથી આહાર લઈને ગુરુની પાસે આવે. જવા-આવવાનું પ્રતિક્રમણ કરે. ગુરુની સમક્ષ આલોચના કરીને આહાર બતાવે. ત્યારપછી અપ્રમાદ ભાવથી ફરી દોષોની નિવૃત્તિ માટે કાઉસ્સગ્ન પ્રતિક્રમણ કરે, પછી શાંતભાવ યુક્ત સુખશાંતિપૂર્વક બેસીને થોડો સમય શુભયોગ, ધ્યાન, સ્વાધ્યાયમાં સમય પસાર કરતાં ધર્મમન, અવિમન, સુખમન, અવિગ્રહમન, સમાધિમન, શ્રદ્ધા-સંવેગ નિર્જરાયુક્ત મન, જિનવચનો પ્રત્યે પ્રગાઢ વત્સલતા યુક્ત મનવાળા થઈને અર્થાત્ સંપૂર્ણ પવિત્ર પ્રસન્ન ચિત્તવાળા થઈને મુનિ ઊભા થાય અને ગુરુ રત્નાધિકને ક્રમથી નિમંત્રણ કરે (દૂર હોય તો ઉભા થાય તેમજ અતિ નજીકમાં બેઠા હોય તો બેઠા-બેઠા જ શ્રદ્ધા ભક્તિ વિનયયુક્ત થઈને નિમંત્રણ કરે) તેમજ ભાવપૂર્વક આપે. પછી યોગ્ય આસન ઉપર બેસે. સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરી હાથનું પ્રમાર્જન કરે. પછી મૂછભાવ, ગૃદ્ધિ ભાવથી રહિત થઈને આકુળતા, લોલુપતા, લાલસા રહિત પરમાર્થ બુદ્ધિવાળા થઈને સાધુ જ્ઞાતાસૂત્રમાં કહેલ દષ્ટાંતોનું ચિંતન કરતા થકાં આહાર કરે.
આહાર કરતા સમયે મુખથી ચબ–ચબ, સુડ–સુડ અવાજ ન કરતાં વિવેકપૂર્વક ખાય; જલ્દી-જલ્દી ઉતાવળથી ન ખાય; અત્યંત ધીમે-ધીમે આળસ કરતાં ન ખાય; વચમાં બીજી વાતોમાં, કાર્યોમાં સમય પસાર ન કરે; ભૂમિ પર ન ઢોળતાં ભોજન કરે, પહોળા મુખવાળા પાત્રમાં યતનાપૂર્વક તથા આદરપૂર્વક ભોજન કરે.
રસ વૃદ્ધિ હેતુ સંયોગ મેળવવો, આહારની નિંદા અથવા પ્રશંસા કરવી અર્થાત્ આહાર પ્રત્યે અત્યંત ગ્લાનભાવ અથવા અતિહર્ષભાવ આદિ મુનિ ન કરે; જેવો આહાર મળે તેને વિરક્ત ભાવથી ખાય; મર્યાદાથી ખાય અર્થાત્ ગાડીની ધરીમાં તેલ દેવા અથવા ઘાવ પર મલમ લગાડવાની સમાન, ફક્ત સંયમ નિર્વાહને માટે જેટલો જરૂરી હોય તેટલો જ આહાર કરે. આ રીતે આહાર સમિતિનું સાધુ યોગ્ય રૂપથી અતિચાર રહિત પાલન કરે.
આ રીતે અહીં સાધુની ભોજનવિધિ બતાવી દીધી છે. અન્ય સૂત્રોમાં પણ આ વિષયનું વર્ણન દશવૈકાલિક, ઉત્તરાધ્યયન , જ્ઞાતાધર્મકથા સૂત્ર આદિમાં છે. તે સમસ્ત વિધિ નિયમોનું વિવેકપૂર્વક, ભાવપૂર્વક, યથાર્થ રૂપે પાલન કરવું જોઇએ. પાંચમી ભાવના-આદાન નિક્ષેપણા સમિતિ – સંયમની રક્ષા માટે અથવા ગર્મી, ઠંડી, જીવ, જંતુ, મચ્છર આદિથી શરીરની રક્ષા માટે સાધુ વસ્ત્ર, પાત્ર, પાટ, સંથારા, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ઉપકરણોને તેમાં રાગ-દ્વેષ ન કરતાં ધારણ કરે; તે ઉપકરણોને યતનાપૂર્વક રાખે અને યાતનાથી લે. બંને વખત યતનાથી પડિલેહણ કરે, જરૂરી હોય તો જતનાથી ખંખેરે, જતનાથી પ્રમાર્જન કરે; દિવસે અને રાતે હંમેશાં અપ્રમત્તભાવથી અર્થાત્ સાવધાનીપૂર્વક જ બધી પ્રવૃત્તિ કરે.
અહીં ઉપલક્ષણથી પરઠવાની સમિતિ પણ સમજી લેવી જોઇએ અર્થાત્ મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ શરીરથી નીકળેલી નકામી વસ્તુને યતનાથી, વિવેકપૂર્વક, કોઈને દુગચ્છા કે ધૃણા ન આવે એ રીતે પરઠે. પરઠવાની ભૂમિ કોઈની માલિકીની હોય તો તેની આજ્ઞા લઈને પરઠે. કોઈની માલિકી ન હોય તો શક્રેન્દ્રની આજ્ઞા લઈને પછી પરઠે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬માં બતાવેલ વિધિથી તેમજ નિશીથસૂત્રમાં કહેલ વિધિ અને દોષોનો વિવેક રાખતાં પરઠે. આ રીતે પહેલા મહાવ્રતની પાંચ ભાવનામાં પાંચ સમિતિઓનું સમ્યગ આરાધન સૂચિત્ત કરાયું છે. મનને પવિત્ર રાખવાની પ્રેરણા અપાયેલી છે. ભાવાર્થ એ છે કે આપણા ભાવ પૂર્ણ અહિંસક હોવા જોઇએ અને તેની સાથે પ્રવૃત્તિ પણ સમ્યક હોવી જોઈએ, તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ છે.
આ રીતે પાંચ ભાવનાઓ યુક્ત પ્રથમ સંવર દ્વારરૂપ પ્રથમ મહાવ્રત– અહિંસાનું સ્વરૂપ છે. તેનું હંમેશાં જીંદગી સુધી પાલન કરવું જોઇએ.
બીજું અધ્યયનઃ સત્ય(મહાવ્રત) સત્ય સ્વરૂપ:- જો કે અહિંસાની આરાધના મોક્ષમાર્ગમાં મુખ્ય છે તો પણ તેની સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના પણ અત્યંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલંકૃત કરે છે, સુશોભિત કરે છે. તેથી અસત્યનો ત્યાગ કરીને સત્યનો પૂર્ણરૂપથી સ્વીકાર કરવો જોઇએ.
સત્ય વચન બીજું સંવર દ્વાર છે. તે શુદ્ધ નિર્દોષ છે. પવિત્ર વ્રત છે. બધા ઉપદ્રવોથી રહિત છે. પ્રશસ્ત વિચારોથી ઉત્પન્ન થવાવાળા, સુસ્થિર કીર્તિવાળા, ઉત્તમ કોટિના દેવો તેમજ શ્રેષ્ઠ માનવથી માન્ય કરાયું છે. સદ્ગતિ માર્ગનું પ્રદર્શક છે. આ સત્યવ્રત લોકમાં ઉત્તમ છે; બધાને માટે હિતકારી છે; મહાપુરુષો દ્વારા સ્વીકારેલ છે; સત્યનું સેવન કરનારા જ સાચા તપસ્વી અને નિયમનિષ્ઠ હોઈ શકે છે. સત્યની સંપૂર્ણપણે ભાવપૂર્વક આરાધના કરવાવાળા ભયંકરમાં ભયંકર આપત્તિના સમયમાં પણ આશ્ચર્ય પમાડે તેવી સહજતાથી બચી શકે છે.
- સત્યના પ્રભાવથી વિદ્યાઓ તેમજ મંત્ર સિદ્ધ થાય છે. સત્ય સાગરથી પણ વધારે ગંભીર અને મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર હોય છે. સૂર્યથી પણ વધારે જાજ્વલ્યમાન અને ચંદ્રથી પણ વધારે શીતળ છે. સત્ય હોવા છતાં પણ ત્યાગ કરવા યોગ્યઃ- (૧) જે સંયમનું વિધાતક હોય (૨) જેમાં હિંસા અથવા પાપનું મિશ્રણ હોય (૩) ફાટફૂટ કરવાવાળું હોય (૪) અન્યાયનું પોષક હોય (૫) દોષનું આરોપણ કરવાવાળું હોય (૬) વિવાદપૂર્ણ હોય (૭) આ લોકમાં નિંદનીય હોય (૮) સારી રીતે જોયું, સાંભળ્યું કે જાણ્યું ન હોય (૯) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા રૂપ હોય (૧૦) જે શિષ્ટાચારનું