________________
jainology
235
આગમસાર
(૧૫) સમ્યફ આરાધના (૧૬) મહતી-વિશાલ(સમસ્ત વ્રતોનો સમાવેશ કરનારી), (૧૭) બોધિ (૧૮) બુદ્ધિને સાર્થક બનાવનારી (૧૯) ધૃતિ (૨૦) સમૃદ્ધિ(બધાં જ પ્રકારની સંપન્નતા) (૨૧) ઋદ્ધિ-લક્ષ્મી (રર) વૃદ્ધિ (૨૩) સ્થિતિ (૨૪) પુષ્ટિ (૨૫) નંદા-આનંદકારી (૨૬) ભદ્રા-કલ્યાણકારી (૨૭) વિશુદ્ધિ (૨૮) લબ્ધિ (૨૯) વિશિષ્ટ દષ્ટિ–અનેકાંત દષ્ટિ (૩૦) કલ્યાણ (૩૧) મંગલ (૩૨) પ્રમોદ (૩૩) વિભૂતિ–આધ્યાત્મિક ઐશ્વર્ય (૩૪) રક્ષા (૩૫) સિદ્ધાવાસ (૩૬) અનાશ્રવ (૩૭) કેવલિસ્થાન (૩૮) શિવ (૩૯) સમિતિ (૪૦) શીલ (૪૧) સંયમ (૪૨) સદાચાર (૪૩) સંવર (૪૪) ગુપ્તિ (૪૫) વ્યવસાય (૪૬) ઉન્નતિ (૪૭) યજ્ઞ (૪૮) આયતન-ગુણોનું ઘર (૪૯) અપ્રમાદ (૫૦) આશ્વાસન- તસલ્લી (૫૧) વિશ્વાસ (પર) અભય (૫૩) અમારી (૫૪) ચોખી-ભલી (૫૫) પવિત્રા (૫૬) શુચિ(પવિત્ર) (૫૭) પૂલા (૫૮) વિમલા(૫૪ થી ૫૮ સુધી સારી – ભલી, નિર્મળ, નિષ્કલંક, શુદ્ધ, પવિત્ર આદિ અર્થો તેમજ ભાવોના સૂચક નામ છે) (૫૯) પ્રભાષા-પ્રકાશમાન (૬૦) નિર્મલતરા. વિભિન્ન અપેક્ષાઓથી પરિપૂર્ણ આ ગુણ નિષ્પન્ન નામ છે.આ નામો દ્વારા અહિંસાનું સ્વરૂપ,અહિંસાનું મહત્ત્વ તેમજ અહિંસાનો વ્યાપક અર્થ સ્પષ્ટ થાય છે અહિંસાના ધારક – આ અહિંસા ભગવતીનું ત્રણે લોકમાં પૂજિત કેવળ જ્ઞાન, દર્શનના ધારક સમસ્ત જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરનાર તીર્થંકર પ્રભુએ સમ્યક રૂપથી કથન ક્યું છે.
અનેક વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિધારી, વિવિધ તપોનિરત તપસ્વી, ધરમતિ અતિશય લોકોત્તર બુદ્ધિ સંપન્ન, આહાર-વિહારમાં અતિશય સંપન્ન, સદા શીલ, સ્વાધ્યાય, ધ્યાનમાં લીન, મહાવ્રતધારી, સમિતિ ગુપ્તિ યુક્ત, છ કાયના રક્ષક, નિત્ય અપ્રમત રહેવાવાળા, શ્રેષ્ઠ, મુનિવરો તેમજ તીર્થકર ભગવંતોએ પોતે આ અહિંસા ભગવતીનું સમ્યક પાલન ક્યું છે. અર્થાત્ તે જિનેશ્વરો દ્વારા પ્રરૂપિત તેમજ સેવાયેલ તથા ઘણા મહામુનિઓ દ્વારા લેવાયેલ છે.
બીજા પણ એવા અથવા સામાન્ય અનંત જીવોએ અહિંસા મહાવ્રતનું આરાધન ક્યું છે. વર્તમાનમાં લાખો જીવ કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ અનંતા અનંત જીવ આ અહિંસા મહાવ્રતનું સંપૂર્ણ પાલન કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. અહિંસા મહાવ્રતધારીઓની આહાર ચર્યા – શરીર અને આયુષ્યને ધારણ કરવા માટે મનુષ્ય માત્રને આહારની આવશ્યકતા હોય છે. આહાર વિના લાંબા સમય સુધી સંયમચર્યાનું આરાધન થઈ શકતું નથી, તેથી જ જિનેશ્વરોએ અસાવધ વૃત્તિ એટલે પાપ રહિત અહિંસક વૃત્તિ આહારને માટે કહી છે. તે આ પ્રમાણે છે
અહિંસક મુનિઓએ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ આદિ સ્થાવર તથા સમસ્ત ત્રસ પ્રાણીઓ પ્રત્યે પૂર્ણ સંયમ તેમજ દયા અનુકંપાને માટે નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવી જોઇએ. તે આહાર નવકોટિથી શુદ્ધ હોવો જોઇએ. (૧-૩) સાધુ પોતે આહારને માટે હિંસા ન કરે, ન કરાવે, અનુમોદના પણ ન કરે. (૪-૬) પોતે આહાર ન પકવે, ન પકાવરાવે, પકાવતા હોય તેની અનુમોદના કરે નહિ. (૭–૯) પોતે ખરીદે નહિ, ખરીદાવે નહિ, ખરીદ કરવાવાળાને અનુમોદન આપે નહિ. આ નવ કોટી છે. મન, વચન, કાય આ ત્રણે યોગોથી તેનું શુદ્ધ પાલન કરે. ઉગમ, ઉત્પાદનો અને એષણાના ૪૨ દોષોથી રહિત શુદ્ધ આહાર મળે તે માટે પ્રયત્ન કરે. ૪૨ દોષોનું સ્પષ્ટીકરણ આગળ પરિશિષ્ટમાં(પૃષ્ટ ૨૪૧માં) જુઓ. પૂર્ણરૂપે જીવ રહિત અચિત્ત તેમજ શંકારહિત આહાર પાણીની ગવેષણા કરવી જોઇએ.
આહાર ગ્રહણ કરવાને માટે ગૃહસ્થના ઘરે ધર્મ કથા ન કરે. શુભાશુભ સૂચક લક્ષણ, સ્વપ્ન ફળ, જ્યોતિષ, નિમિત આદિનું કથન ન કરે. જાદુ મંતર આદિ ચમત્કારોનો પ્રયોગ ન કરે. કોઈના વંદન, સન્માન, સત્કાર આદિ કરીને ભિક્ષા પ્રાપ્ત ન કરે, કોઈની પણ હીલના, નિંદા, તિરસ્કાર ન કરે. કોઈને પણ ભયભીત ન કરે અથવા મારવા, પીટવાનું કામ ન કરે. અભિમાન, માયાચાર, ગુસ્સો અથવા દીનતા (દરીદ્રતા) ન કરે. મિત્રતા, પ્રાર્થના(ગુણગ્રામ), અથવા સેવા કરીને આહારની પ્રાપ્તિ કરવી જોઈએ નહિ. - અજ્ઞાત ઘરોથી એટલે કે જ્યાં સાધુને જવાના પહેલાં તેના આવવાની કોઈ જાણકારી અથવા તૈયારી ન હોય ત્યાંથી ભિક્ષા કરવી જોઇએ. ભિક્ષા લેવામાં કોઈપણ પ્રકારનો આસક્તિભાવ કે ખેદભાવ(નારાજીભાવ) ન હોય, હતાશ અથવા હીન ભાવ ન હોય, દયનીય ન બને, કોઈ પ્રકારના ખેદનો અનુભવ કરી ખેદ ખિન્ન ન બને, ગભરાયેલા જેવો કે થાકેલા જેવો ન બને, અર્થાત્ ગોચરી કરતાં કોઈ પરેશાનીનો અનુભવ ન થાય. પરંતુ સંયમ નિર્વાહ, ચારિત્ર નિર્માણ, વિનયક્ષમા આદિ ગુણ વૃદ્ધિની ચેષ્ટાથી યુક્ત થઈને જ સાધુઓએ આહાર પાણીની ગવેષણા કરવી જોઇએ.
આ રીતે સાધુની આહાર પ્રાપ્તિ પણ દ્રવ્ય તેમજ ભાવથી પૂર્ણ અહિંસક, અસાવદ્ય, પૂર્ણ પાપ રહિત કહેલ છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ ભિક્ષુ સંપૂર્ણ અહિંસક બને છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ :મહાવ્રતોની રક્ષા અને સમ્યક આરાધના માટે આ ભાવનાઓ કહેલ છે. તેનું સાવધાનીપૂર્વક પાલન કરવાથી સંયમની આરાધના અને સફળતા સંભવે છે. પ્રથમ ભાવના–ઈર્ષા સમિતિ:- ઉભા થવું, બેસવું, ચાલવું અથવા અન્ય પ્રવૃત્તિ મુનિ દ્વારા વિવેકપૂર્વક થવી જોઇએ. ચાર હાથ પ્રમાણે આગળની ભૂમિને મુનિ સાવધાની પૂર્વક જોઈને ચાલે, ચાલવામાં પ્રત્યેક વ્યસ-સ્થાવર પ્રાણીની દયામાં તત્પર થઈને ફૂલ, પાંદડા, કૂંપળ, કંદમૂળ, માટી, પાણી, બીજ, છાલ, લીલફુલ, શેવાળ, લીલું ઘાસ આદિને બચાવતાં યતનાપૂર્વક ચાલે. કોઈપણ પ્રાણીની ઉપેક્ષા કરવી જોઈએ નહિ; નિંદા, ગહ કરવી જોઈએ નહિ; તેની હિંસા, છેદન, ભેદન કરવું જોઈએ નહિ; તેને દુઃખી કરવા જોઇએ નહિ. જરા માત્ર પણ કોઈ જીવોને ભય અથવા દુ:ખ આપવું જોઇએ નહિ. આ રીતે સાધુ ઈર્ષા સમિતિમાં મન, વચન, કાયાથી ભાવિત થઈને મલિનતા રહિત, સંકલેશ રહિત તેમજ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે. બીજી ભાવના–મન સમિતિ :- મનથી ક્યારેય પણ પાપકારી, અધાર્મિક, ક્રૂર, વધ, બંધન, ભય. મરણ આદિથી કોઈને પીડા આપવાનું મુનિ ચિંતન ન કરે પરંતુ નિર્મળ સંક્લેશ રહિત મનના પરિણામ રાખે. મનને હંમેશાં સ્વચ્છ, શાંત અને સમભાવમાં રાખે.