________________
આગમસાર–પૂર્વાર્ધ
230
(૮) આ બધા અસત્ય તેમજ હિંસક વચન, વચનક્રિયાની અપેક્ષા બીજો આશ્રવ છે અને જીવને વિવિધ ગતિઓમાં ભયંકર યાતનાઓને દેવાવાળા છે.
મૃષાવાદનું ભયાનક ફળ :- (૧) બધા પ્રકારના ઉપર કહેલ અસત્ય વચન, હિંસક વચન, અસત્ય આક્ષેપ આદિનો પ્રયોગ કરવાવાળા, પ્રથમ આશ્રવ દ્વારમાં વિસ્તારથી કહી ગયેલ નરકાદિ દુર્ગતિઓની યાતનાઓને લાંબા સમય સુધી પ્રાપ્ત કરે છે તેના સિવાય નિમ્ન અવસ્થાઓને પણ પ્રાપ્ત કરે છે.
(૨) તે મનુષ્ય ભવમાં પરાધીન જીવન તેમજ ભોગોપભોગની સામગ્રીથી રહિત જીવન પ્રાપ્ત કરે છે. તેની ચામડી ચીરા(ફાટ), ધાધર, ખુજલી આદિથી ફાટેલી રહે છે, પીડા આપતી રહે છે. તે કુરૂપ અને કઠોર સ્પર્શવાળા થાય છે. અસ્પષ્ટ અને નિષ્ફળ વાણીવાળા થાય છે, રતિરહિત મલિન અને સાર વગરના શરીર– વાળા થાય છે. તેનો સત્કાર થતો નથી. તે દુર્ગંધથી વ્યાપ્ત, અભાગી, એકાંત, અનિષ્ટ સ્વરવાળા, ધીમા અને ફાટેલા અવાજવાળા હોય છે. તે બીજા દ્વારા સતાવાય અથવા ચીડાવાય છે. તે જડ, બહેરા, મૂંગા, આંધળા અને તોતડું બોલવાવાળા થાય છે. વિકૃત ઇન્દ્રિયોવાળા તેમજ કુળ-ગોત્ર અથવા કાર્યથી નીચ થાય છે. તેને નીચ લોકોના નોકર અથવા દાસ બનવું પડે છે. સર્વ જગ્યાએ નિંદા તેમજ ધિક્કારને પાત્ર થાય છે. તે દુર્બુદ્ધિવાળા હોય છે. લૌકિક અને લોકોત્તર આગમ સિદ્ધાંતોના શ્રવણ તેમજ જ્ઞાનથી રહિત થાય છે અને ધર્મબુદ્ધિથી પણ રહિત થાય છે.
(૩) આ પ્રકારે તે ખોટું બોલનારા લોકો કર્મવિપાકથી અસત્યની અગ્નિમાં બળતાં અધિકાધિક અપમાન, નિંદા, દોષારોપણ, ચુગલી, કૂટને પ્રાપ્ત કરે છે. ગુરુજનો, બંધુઓ, સ્વજનો, મિત્રો દ્વારા ધારદાર વચનોથી અનાદરને પ્રાપ્ત કરતા રહે છે, મનને સંતાપ દેનારા, જીંદગીભર શાંત ન થનારા, આરોપો, મિથ્યા આરોપોને પ્રાપ્ત કરે છે, મર્મવેધી તર્જનાઓ, તાડનાઓ અને તિરસ્કારને પ્રાપ્ત કરે છે. મૃષાવાદના કારણે તેને સારા ભોજન વસ્ત્રાદિ પણ નસીબ(ભાગ્ય)માં હોતા નથી.
(૪) ભાવાર્થ અથવા સાર એ છે કે મૃષાવાદી ક્યાંય પણ આદર–સન્માન પામતા નથી, શરીરથી, વચનથી આકુળ–વ્યાકુળ રહે છે, ખોટા દોષનું આરોપણ પ્રાપ્ત કરીને સંતાપ–સંકલેશની જ્વાળાઓમાં નિરંતર બળતા રહે છે. દીનતા અને દરિદ્રતા તેનો ભવોભવ પીછો છોડતા નથી. લોકોની પણ ઘૃણા અને નિંદાને પાત્ર બને છે. એવા ભયંકર દુઃખ અનેક ભવો સુધી ભોગવવા પડે છે.
(૫) આ રીતે મૃષાવાદના કડવા પરિણામને જાણીને વિવેકી પુરુષોએ મનને ક્ષણિક ખોટો સંતોષ દેનારા અસત્યાચરણને પૂર્ણરૂપે તિલાંજલિ દેવી જોઇએ. જીવનને સત્ય પર દઢ પ્રતિજ્ઞ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ત્રીજું અધ્યયન : અદત્તાદાન(ચોરી)
જે વસ્તુ વાસ્તવમાં પોતાની નથી, પરાઈ છે, તેને તેના સ્વામીની સ્વીકૃતિ, અનુમતિ વગર લેવી અથવા પોતાના અધિકારમાં કરી લેવી અદત્તાદાન છે. ચોરી કર્મ છે. આ ત્રીજું અધર્મદ્વાર અથવા આશ્રવદ્વાર છે. અદત્તાદાન–ચોરીનું સ્વરૂપ :– આ ચૌર્યકર્મ બીજાના હૃદયને બાળનાર, મરણભયથી યુક્ત છે, પર ધનમાં મૂર્છા, લોભ જ તેનું મૂળ છે; રાત્રિ રૂપ અકાલમાં સેવ્ય છે. ચોરના નિવાસ, છુપાવાના સ્થાન પણ પર્વત ગુફા આદિ વિષમ હોય છે. કલુષિત– અધોગતિને દેનાર બુદ્ધિવાળાઓનું અને અનાર્ય પુરુષોનું આ આચરણ છે; કીર્તિ પ્રતિષ્ઠામાં પાણી ફેરવનાર, રાજા આદિ દ્વારા વિપત્તિ કે દંડ પ્રાપ્ત કરાવનાર, મનુષ્યોને છેતરનાર, ધોખો દેનાર– નિર્દયતા પૂર્ણ કાર્ય છે, રાજપુરુષો, ચોકીદાર, કોટવાલ, પોલિસ આદિ દ્વારા રોકવામાં આવે તેવું, સાધુ પુરુષોથી નિંદિત ને ગર્વિત છે, પ્રિયજનો અને મિત્રોમાં વૈરભાવ, વૈમનસ્ય, ઉત્પન્ન કરનાર કાર્ય છે, અનેક લડાઈ–ઝઘડા, યુદ્ધ—સંગ્રામનું જનક છે, દુર્ગતિ દેનાર ભવભ્રમણ કરાવનાર, લાંબાકાળથી પરિચિત્ત હોવાથી(પૂર્વના અનેક ભવોના સંસ્કારોના કારણે) તેનો ત્યાગ કરવો દુષ્કર છે, અંતમાં તે ચૌર્યકર્મ પરિણામે ભયંકર દુઃખદાયી છે.
અદત્તાદાનના પર્યાયવાચી શબ્દ :– (૧) ચૌરિક્ય (૨) પરહડ (૩) અદત્ત (૪) ક્રૂરકર્મ (૫) પરલાભ (૬) અસંયમ (૭) ૫૨ધનમાં આસક્તિ (૮) લોલુપતા (૯) ચોરીપણું (૧૦) ઉપહાર (૧૧) હસ્તલઘુત્વ-કુત્સિત હાથ, ઉઠાઉ હાથ (૧૨) પાપકર્મ (૧૩) એન્ય (૧૪) હરણ વિપ્રણાસ (૧૫) પરધન ગ્રાહક (૧૬) ધનલૂંટક (૧૭) અપ્રત્યય (૧૮) અવપીડ–પીડાને ઉત્પન્ન કરનાર (૧૯ થી ૨૧) આક્ષેપ– પ્રક્ષેપ–સવિશેષ– બીજાની વસ્તુને ઝપટવી, છીનવી લેવી, ફેંકી દેવી, જ્યાં ત્યાં કરી દેવી, નાશ કરી નાખવી. (૨૨) ફૂટતા—બેઈમાની (૨૩) કુલમસિ– કલંકકારી (૨૪) કાંક્ષા–તીવ્ર ઇચ્છા ચાહના (૨૫) લાલપના, પ્રાર્થના, નિંદિત લાભની અભિલાષા (૨૬) વ્યસન વિપત્તિઓનું કારણ (૨૭) ઇચ્છામૂર્છા (૨૮) તૃષ્ણાગૃદ્ધિ (૨૯) નિકૃતિકર્મ-કપટપૂર્વકનું આચરણ (૩૦) અપરાક્ષ–બીજાઓની નજરથી બચાવવાનું કાર્ય.
ચૌર્ય કર્મના વિવિધ પ્રકાર :- (૧) કોઈ છુપાઈને ચોરી કરે, કોઈ સામે પ્રહાર આક્રમણ કરીને ચોરી કરે છે, મંત્ર પ્રયોગ કરીને પણ ચોરી કરે છે. કોઈ ધન લૂંટે છે, કોઈ પશુ, તો કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોનું અપહરણ કરે છે, કોઈ રસ્તામાં ચાલતાં મુસાફરોને લૂંટે, તો કોઈ શસ્ત્રના બળથી રાજાઓના ખજાનાને લૂંટે છે.
(૨) મહાન ધન, સંપત્તિ, ઐશ્વર્યના સ્વામી રાજા લોકો પણ અસંતોષવૃત્તિના શિકાર થઈને, બીજાઓના ધનની લાલસાથી એક બીજા રાજ્ય પર આક્રમણ કરીને મહાસંગ્રામ દ્વારા જનસંહાર કરાવીને બીજાનું ધન લૂંટીને આનંદ માને છે. આ ધનના લોભનું આંધળાપણું છે જેનાથી તેના વિવેક નેત્ર બંધ થઈ જાય છે.
(૩) કેટલાય જંગલોમાં, પહાડોમાં, અટવીઓમાં રહેવાવાળા શસ્ત્રો રાખનારા ચોર હોય છે, તેને સેનાપતિ પણ હોય છે. તેઓ આજુબાજુના રાજ્યોમાં ચોરીઓ કરતાં જ રહે છે. મનુષ્યોની હિંસા કરે છે. સમય આવવા પર રાજ્યસૈન્યનો સામનો કરીને પરાસ્ત પણ કરે છે.
(૪) કેટલાય ડાકૂ લોકો ,૫૨ ધનને માટે જ્યાં—ત્યાં આક્રમણ કરે છે. સમુદ્રમાં રહેનાર ચાંચિયા પણ લોકોને મારીને લૂંટી લે છે. જહાજોને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે.