________________
jainology
229
આગમસાર છે. ક્યારેક જીભ ખેચે છે તો ક્યારેક આંખ બહાર કાઢી નાખે છે આ પ્રકારની યાતનાઓથી દુઃખિત નારક જીવ ક્યારેક ઉપર ઉછળે. છે ક્યારેક ચક્કર મારે છે તેમજ (કિંકર્તવ્ય)હવે હું શું કરું? વિમૂઢ(વિવેકહીન) બની જાય છે. આ પ્રકારે તે નારક જીવ પોતાની પૂર્વકૃત હિંસક પ્રવૃત્તિઓનું દાણ ફળ ભોગવે છે. (૮) આ ભયાનક કરુણાજનક યાતનાઓને જાણીને વિવેકી પુરુષોએ માનવભવમાં બેભાન બનીને હિંસાજન્ય પ્રવૃત્તિઓમાં તલ્લીન બનવું ન જોઈએ પરંતુ સાવધાન થઈને અહિંસામય જીવન જીવવાનો દઢ સંકલ્પ કરવો જોઇએ. તિર્યંચ યોનિ(પશુ જીવન)ના દુઃખ:પાપોથી ભારે બનેલ જીવ તિર્યંચ યોનિમાં દુઃખોથી ઘેરાયેલ રહે છે. પ્રાણીઓમાં પરસ્પર જન્મજાત વેરભાવ હોય છે. કૂતરા, બિલાડી, ઉદર, તેતર, બાજપક્ષી, કબૂતર આદિ જીવ જીવના ભક્ષક બનતા રહે છે. રાત-દિવસ એક બીજાને તાકીને રહે છે. હિંસક માંસાહારી પ્રાણી તો બીજા જીવોના ભક્ષણથી જ પોતાનાં પેટનું પોષણ કરે છે. કેટલાય જીવ ભૂખ-તરસ કે વ્યાધિની વેદનાનો કોઈપણ રીતે પ્રતિકાર કરી શકતા નથી. કેટલાય પશુઓને ગરમ સળીયાઓથી ડામ દેવાય છે, મારપીટ કરાય છે, નપુંસક બનાવાય છે, ભાર વહન કરાવાય છે, તેમજ ચાબુકોથી માર મારીને અધમૂઆ કરી દેવાય છે. આ સર્વ યાતનાઓને ચુપચાપ(મૂંગે મોઢે) સહન કરવી પડે છે. ઉદંડતા કરવા પર વધારે આપત્તિઓનો સામનો કરવો પડે છે. કેટલાય માંસાહારી લોકો પશુપક્ષીઓનો અત્યંત નિર્દયતાપૂર્વક વધ કરે છે. બકરા, મરઘી, ઘેટાં આદિના માંસને વેચવાનો ધંધો કરનારા કસાઈ પણ તેને પ્રાણથી રહિત રોજ કરતા રહે છે. આ પ્રકારે મૂક પશુ ભયપૂર્વક યાતનાઓને ભોગવે છે. પશુજીવન કષ્ટોથી પરિપૂર્ણ છે. કેટલાંય જીવ માખી, મચ્છર, ભ્રમરા, પતંગિયા આદિ ચૌરેન્દ્રિય યોનિમાં દુઃખ પામે છે. કેટલાય કીડા, મકોડા આદિ તે ઇન્દ્રિય જીવ બનીને અજ્ઞાનદશામાં દુઃખ પામતા જ રહે છે. આ જ રીતે કરમિયા આદિ બેઇન્દ્રિય યોનિમાં જીવ દુઃખ પામે છે. પાંચ સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ, હવા તેમજ વનસ્પતિની વિવિધ યોનિઓમાં જીવ બેભાન અવસ્થામાં દુઃખ ભોગવતા રહે છે.
પાપકર્મથી ભારે બનેલ જીવ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને પણ આંધળા, લંગડા, કુબડા, મૂંગા, બહેરા અથવા કોઢ આદિ રોગોથી વ્યાખ, હીનાંગ, વિકલાંગ, કુરૂપ, કમજોર, શક્તિહીન, મૂર્ખ, બુદ્ધિહીન, દીન-હીન, ગરીબ થઈને ભોગવે છે.
આ પ્રકારે હિંસક જીવ કુગતિઓમાં ભ્રમણ કરી દુ:ખ ભોગવતા રહે છે.
બીજું અધ્યયન મૃષાવાદ મૃષાવાદનું સ્વરૂપ - બીજું આશ્રવ દ્વાર છે– અસત્યવચન, મિથ્યાવચન. તે ગુણ ગરિમા રહિત, હલ્કા, ચંચળ, ઉતાવળા લોકો દ્વારા બોલવામાં આવે છે. તે વ્યથા (પીડા)ને ઉત્પન્ન કરનાર, દુઃખને ઉત્પન્ન કરનાર, અપયશકારી તેમજ વૈરને ઉત્પન્ન કરનાર છે. હર્ષ, શોક, રાગ, દ્વેષ અને માનસિક સંક્લેશને આપનારા, શુભફળથી રહિત, ધૂર્તતા અને અવિશ્વસનીય વચનોની પ્રચુરતાવાળા, નીચ માણસોથી લેવાયેલ છે, તે નૃશંસ–દૂર તેમજ નિંદિત અને અપ્રીતિકારક છે. સમસ્ત સાધુજનો અને પુરુષો દ્વારા નિંદિત છે, બીજાને પીડા કરનાર છે, કૃષ્ણલેશ્યા- વાળો જીવ તેનો પ્રયોગ કરે છે. તે દુર્ગતિને વધારનાર તેમજ લાંબા સમયથી પરિચિત્ત છે, તેના કર્મો નિરંતર સાથે ચાલનારા છે, ભવભ્રમણ કરાવનારા છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે અર્થાત્ મુશ્કેલીથી છૂટે છે. અસત્યના પર્યાયવાચી શબ્દ:- (૧) અલીક (૨) શઠ (૩) અન્યાય(અનાય) (૪) માયામૃષા (૫) અસત્ય (5) કૂડકપટ–અવસ્તક (૭) નિરર્થક–અપાર્થક (૮) વિષ–ગહણીય (૯) અનુજક–સરળતા રહિત (૧૦) માયાચારમય (૧૧) વંચના (૧૨) મિથ્યા પશ્ચાત્ કૃત્ય-પાછળ કરી દેવા યોગ્ય, ત્યાજ્ય (૧૩) સાતિ– અવિશ્વાસનું કારણ (૧૪) ઉછન્ન- સ્વદોષ અને પર ગુણ આચ્છાદક (૧૫) ઉસ્કૂલ- સન્માર્ગથી પાડનાર (૧૬) આર્ત (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્વેિષ (૧૯) વલય-ચક્કરદાર, ગોલમાલ (૨૦) ગહન (૨૧) મન્મન–અસ્પષ્ટ (૨૨) નૂમ- ઢાંકનાર (૨૩) નિયડિ-છુપાવનારા (૨૪) અપ્રત્યય (૨૫) અસમય (૨૬) જૂઠી પ્રતિજ્ઞાનું કારણ (૨૭) વિપક્ષ (૨૮) અપીક-નિંદિત બુદ્ધિથી ઉત્પન્ન (ર૯) ઉપધિ અશુદ્ધ-માયાચારથી અશુદ્ધ (૩૦) અપલોપ-વાસ્તવિક સ્વરૂપનો લોપક. આ નામોથી અસત્યના અનેક રૂપ પ્રગટ થાય છે. ખોટું બોલવાવાળા - (૧) પાપી, સંયમ વિહીન, અવિરત, કપટ, કુટિલ, કર્ક, અસ્થિર ચિત્તવાળા, ક્રોધ, લોભ, હાસ્ય, ભયને આધીન બનેલા, વ્યાપારી, જુગારી, વ્યસની, શિલ્પી, ચોર, ચાડીખોર, કારીગર, ઠગ, ધૂર્ત, ડાકુ, રાજકર્મચારી, સાહૂકાર, ઋણિ, અવિચારક, બુદ્ધિમાન, મૂર્ખ, ખોટીમતિ, કુલિંગી, નિરંકુશ, જેમ તેમ બોલનારા આ લોકો બધા અસત્ય બોલનારા છે. (૨) નાસ્તિકવાદી–શૂન્યવાદી, પંચસ્કંધવાદી, બૌદ્ધ, મનજીવવાદી, વાયુજીવ- વાદી, ઈડાથી સંસારની ઉત્પત્તિ માનનારા, અસદ્ ભાવવાદી, ઈશ્વર કતૃત્વ વાદી, એકાત્મવાદી, અકર્તુત્વવાદી, યદચ્છાવાદી, સ્વભાવવાદી, વિધિવાદી, નિયતિવાદી, પુરુષાર્થવાદી, કાલવાદી, આ બધા મિથ્યાવાદી છે અર્થાત્ આ સર્વે ય એકાંત ભાષણ કરનારા અથવા અનર્ગલ અતર્કસંગત ભાષણ કરવાથી મિથ્યાભાષી છે. (૩) અનેક પ્રકારના મિથ્યા આક્ષેપ લગાવનારા, ઈર્ષ્યા-દ્વેષવશ અને સ્વાર્થવશ ખોટું બોલે છે. તેઓ ગુણોની પરવાહ નહિ કરીને ખોટું ભાષણ કરવામાં કુશળ, બીજાના દોષોને મનથી કલ્પના કરીને બોલનાર તેઓ અત્યંત ગાઢ કર્મોથી આત્માને ભારે કરે છે. (૪) કેટલાક લોકો ધનને માટે, કન્યાને માટે, ભૂમિને માટે, પશુઓને માટે ખોટું બોલે છે; ખોટી સાક્ષી આપે છે. આ રીતે લોકો અધોગતિમાં લઈ જવાવાળા મિથ્યા ભાષણનું સેવન કરતા રહે છે. (૫) કેટલાક લોકો પાપકારી સલાહ અથવા પાપકાર્યને પ્રેરણા મળે તેવા વચન બોલીને હિંસાને પ્રોત્સાહન આપે છે. તેના તે હિંસક વચન પણ અસત્ય વચન કહેવાય છે, કારણ કે બીજાને પીડા કરનાર વચન સત્ય કહેવામાં આવતા નથી. (૬) કેટલાંક લોકો જવાબદારીથી, સમજણ વગર, લોભથી, ક્રૂરતાથી, અથવા સ્વાર્થથી હિંસક આદેશ-ઉપદેશ નિર્દેશ કરે છે. તે પણ અસત્ય વચનની ગણતરીમાં આવે છે. તેમાં ત્રસ, સ્થાવર બધા જીવોના ઘાતક આદેશ-પ્રત્યાદેશનો સમાવેશ થાય છે. (૭) યુદ્ધ સંબંધી આદેશ-પ્રત્યાદેશનો પણ ખોટા વચનમાં સમાવેશ થાય છે.