________________
jainology
231
આગમસાર (૫) કેટલાય દયાથી શૂન્ય હૃદયવાળા, પરલોકની ચિંતા ન કરવાવાળા, ગામ, નગર આદિને લૂંટીને, મારકૂટ કરીને ઉજ્જડ જેવું કરી નાખે છે. (૬) આ રીતે વિવિધ પ્રકારના ચોર પાપકર્મોનો સંચય કરે છે જેને નરકગતિમાં ભોગવ્યા વગર છુટકારો મળતો નથી. જંગલ આદિમાં ભટકતા રહે છે, ત્યાં પણ તેઓ ભૂખ તરસ થાકથી પીડિત થાય છે. ક્યારેક માંસ, મડદા, કંદમૂળ આદિ જે કાંઈ મળે તે ખાઈને ગનીમત સમજે છે. તેઓ હંમેશા ગભરાયેલા, ચિંતાવાળા, ભયથી આક્રાંત બનેલા અને આકુળ–વ્યાકુળ થતા રહે છે. (૭) આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આ આશ્રવ દ્વારમાં સ્થૂલ ચૌર્ય કર્મનું વર્ણન છે જેનો શ્રાવક ત્યાગ કરે છે, પરંત સાધને ત્યાગ કરવા યોગ્ય સૂક્ષ્મ અદત્તનું અહીં કથન કરવામાં આવ્યું નથી. તે અદત્તથી પણ કર્મબંધન અને આશ્રવ તો થાય જ છે, પરંતુ અહીં જે બીભત્સ(ભયંકર) પાપ આશ્રવની અને સ્થૂલ અદત્ત ચૌર્યકર્મની અપેક્ષા છે તેમાં અતિચારરૂપ સ્તન્ય કર્મનો અથવા સૂક્ષમ અદત્તનો સમાવેશ નથી. ચૌર્ય કર્મનું આ ભવમાં દુઃખદ પરિણામ – (૧) ચૌર્ય કર્મ કરતાં ચોર જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેને બંધનોથી બાંધી દેવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે, અધિકારીઓને સોંપવામાં આવે છે. જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યાં તેને લાકડીથી મારે છે. ગરદન અથવા ડોક પકડીને, ધક્કા દઈને અથવા મારીને, પછાડે છે. તાડના-તર્જના આદિ કરવામાં આવે છે, વસ્ત્ર છીનવી લે છે, હાથકડી નાખવામાં આવે છે, બેડી, સાંકળથી બાંધવામાં આવે છે, પાંજરામાં, ભોયરામાં જકડીને નાખી દેવામાં આવે છે, અંગોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે, બળદોની જગ્યાએ જોડે છે અથવા ગાડીના પૈડા સાથે બાંધી દે છે, થાંભલા સાથે બાંધે છે, ઊંધા લટકાવે છે વગેરે અનેક બંધનોથી પીડા આપવામાં આવે છે. (૨) સોયો ખૂંચાડવામાં આવે છે. વસુલોથી(છરીઓથી) શરીરને છોલવામાં આવે છે. ક્ષાર પદાર્થ, લાલ મરચા આદિ તેના પર છાંટે છે, લોખંડના અણીદાર દંડા તેના છાતી, પેટ, ગુદા અને વાંસામાં ભોકે છે. આ રીતે ચોરી કરનારાઓના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા કરી નાખે છે. યમદૂતોની સમાન જેલના કર્મચારી મારપીટ કરે છે. આ રીતે તે મંદ પુણ્યવાળા, અભાગી, ચોર જેલમાં લપાટો, મુક્કાઓ, ચર્મપટ્ટાઓ, તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ, નેતરના વગેરે સેંકડો પ્રહારથી પીડિત થઈને મનમાં ઉદાસ, ખિન્ન થઈ જાય છે, મૂઢ બની જાય છે, તેના જાડો- પેશાબ, બોલવું, ચાલવું, ફરવું બંધ કરી દેવામાં આવે છે. આ પ્રકારની યાતનાઓને અદત્ત ચોર્યકર્મ કરવાવાળા પાપી પ્રાપ્ત કરે છે. (૩) તે ચોર ૧. ઇન્દ્રિયોનું દમન નહીં કરી શકવાથી, ઈન્દ્રિયોનો દાસ બનવાથી, ૨. ધન લોલુપ હોવાથી ૩. શબ્દાદિ સ્ત્રી વિષયોમાં આશક્ત હોવાથી, તૃષ્ણામાં વ્યાકુળ થઈને ધન પ્રાપ્તિમાં જ આનંદ માનીને ચોરી કર્મ કરે છે, પરંતુ જ્યારે રાજસેવકો દ્વારા પકડાઈ જાય છે ત્યારે મૃત્યુદંડની પણ સજા દેવામાં આવે છે, નગરમાં પ્રસિદ્ધ સ્થળે, ચોરા પર લાવીને મારપીટ કરાય છે. (૪) ઘસડવામાં આવે છે, ફાંસી પર લઈ જવામાં આવે છે, બે કાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે, વિવિધ રીતે અપમાન કરાય છે, કોલસાના ભૂકાથી આખા શરીર પર લેપ કરવામાં આવે છે, તલ જેવા તેના પોતાના શરીરના ટુકડા કરીને જબરદસ્તીથી તેનેજ ખવડાવે છે. આ રીતે નગરમાં ફેરવીને નગરજનોને દેખાડવામાં આવે છે, પત્થર આદિથી માર મરાય છે. પછી તે અભાગીને શૂળીમાં પરોવવામાં આવે છે જેનાથી તેનું શરીર ચિરાઈ જાય છે. વધસ્થાનમાં કેટલાક ના ટુકડે ટુકડા કરી દેવામાં આવે છે, વૃક્ષોની ડાળીઓ પર લટકાવવામાં આવે છે, હાથપગને ખચકાવીને બાંધી દેવામાં આવે છે, પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, હાથીના પગની નીચે કચડીને કચુંબર કરી નાખે છે, કેટલાયના નાક, દાંત, અંડકોશ ઉખાડી દેવામાં આવે છે, જીભ ખેંચીને બહાર કાઢી નાખે છે, કોઈકના અંગોપાંગ કાપીને દેશનિકાલ કરે છે, કેટલાય ચોરોને યાવજીવન જેલમાં રાખીને પીડા દેવામાં આવે છે. ત્યાં તેને કોઈ પણ શરણ આપતું નથી. અંતમાં તે ત્યાં જ મરી જાય છે. આવી દુર્દશા અહીં મનુષ્ય લોકમાં ચોર ભોગવે છે. જો તે ચોર પહેલેથી જ આવી યાતનાઓની કલ્પના કરી લે અને ચોરીનું કાર્ય ન કરે તો દુઃખ આવતું નથી.
એટલાથી શું ! હજુ તો તેને નરકાદિ દુર્ગતિઓની વેદના ભોગવાની બાકી છે. અર્થાત્ ત્યાંથી તે ખરાબ મૃત્યુ પામીને ક્લિષ્ટ–આર્ત પરિણામોથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ આશ્રવ દ્વારમાં કહેવાયેલ ભયંકર વેદનાઓને ત્યાં નરકમાં ભોગવે છે. પછી ક્રમશઃ ભવોભવ નરક, તિર્યંચ ગતિમાં દુઃખ ભોગવતો જ રહે છે. બાકી રહેલા કર્મવાળા તે ચોર ક્યારેક મનુષ્ય પણ બને છે તો ત્યાં સુખ, ભોગ સામગ્રી તેમજ ધન આદિ તેને લાખ પ્રયત્ન કરવા છતાં પણ મળતા નથી; કઠિન પરિશ્રમ કરવા છતાં પણ અસફળતા જ મળે છે; તેને ન મળે સુખ કે ન મળે શાંતિ, ફક્ત દુઃખ અને દીનતામાં જ જીવન પસાર કરે છે. (૫) આ પ્રકારે અદત્તાદાનના પાપથી ભારે કર્મ બનેલ તે બિચારો વિપુલ દુઃખોની અગ્નિમાં બળતો રહે છે. એવા અદત્ત પાપ અને તેના પરિણામને જાણીને વિવેકી પુરુષોએ સુખી થવા માટે પારકા ધનને ધૂળ બરાબર સમજીને નેકનીતિ (પ્રમાણિકતા)થી પ્રાપ્ત પોતાની સંપત્તિમાં જ સંતોષી અને સુખી રહેવું જોઇએ. મરવું પડે તો મરી જવા તૈયાર થવું પણ ચોરીનું કામ કરવું જોઇએ નહિ.
ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્યનું સ્વરૂપ :- ચોથું આશ્રવ દ્વાર છે અબ્રહ્મ કુશીલ. તેનું દેવોમાં, મનુષ્યોમાં, પશુઓમાં, અર્થાત્ સમસ્ત સંસારના પ્રાણીઓમાં સામ્રાજ્ય છે અર્થાત્ બધાં જ પ્રાણી આ કામની, અભિલાષાથી વ્યાપ્ત છે. તે પ્રાણીઓને ફસાવનારા કિચડની સમાન છે, પાશ તેમજ જાળની સમાન છે. આત્માને પતિત કરાવનાર, અનેક અનર્થોનું મૂળ, દોષોને ઉત્પન્ન કરાવનાર, સંસારને વધારનાર છે, મોહકર્મની સંતતિને વધારવાવાળા, તપ, સંયમના વિધાતક, બાધક, આત્મ શક્તિથી કાયર તેમજ નિમ્ન પુરુષો દ્વારા સેવિત, વૃદ્ધાવસ્થા મરણ રોગ-શોકનું ભોજન છે. વીતરાગી તેમજ વીતરાગ માર્ગ પર ચાલવાવાળા શ્રમણ શ્રમણીઓને માટે ત્યાજ્ય તેમજ નિદિત છે. વધ બંધનની દશાઓને પ્રાપ્ત કરાવનાર, પરિવાર, પરિચય અને સંસારના પ્રવાહને વધારનાર તેમજ પોષણ કરનાર છે. અનાદિનો પરિચિત્ત અને અભ્યસ્ત દૂષણ છે, આત્મ વિકાર રૂપ છે. દઢ મનોબળ તેમજ સંકલ્પ થવા છતાં પણ કઠિનાઈથી તેનો અંત થાય છે. અર્થાત તેનો ત્યાગ કરવો અને તેમાં સફળતા મળવી અત્યંત દુર્લભ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ તેની