________________
આગમસાર–પૂર્વાર્ધ
224
આ બારમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ચૌદપૂર્વ છે,(૨૨૫) બસો પચીસ વસ્તુ છે, ચોત્રીસ ચૂલિકા વસ્તુ છે, સંખ્યાતા પ્રાભૂત છે, સંખ્યાતા પ્રાભૃત-પ્રાભૂત છે અને સંખ્યાતા લાખો પદ છે. નોંધ :- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
આ દ્વાદશાંગરૂપ ગણિપિટ્ટકની આરાધના(શ્રદ્ધા અને આચરણ) કરનારા સંસાર અટવીથી પાર થયા છે, થાય છે અને થશે તેમજ વિરાધના(અશ્રદ્ધા અને અશુદ્ધ આચરણ) કરનારા સંસારમાં ભટકે છે, ભટકતા હતા અને ભટકતા રહેશે.
આ દ્વાદશાંગ ગણિપિટ્ટક સદા શાશ્વત છે અર્થાત્ પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી બધા આગમ અને નમસ્કારમંત્ર આદિ શાશ્વત છે એમાં અનંતભાવ–અનંત અભાવ છે, અનંત હેતુ–અહેતુ, કારણ—અકારણ, જીવ–અજીવ, ભવસિદ્ધિક–અભવસિદ્ધિક, સિદ્ધ—અસિદ્ધનું વર્ણન છે તેમજ વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
પ્રકીર્ણક વર્ણન
(૧) જીવ અને અજીવ બે રાશિ છે, એનો વિસ્તાર પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ.
(૨) નારકોના પૃથ્વીપિંડ, નૈરયિકોના રહેવાના ક્ષેત્ર તેમજ કર્કશ, અશુભ આદિ નરક વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
નરક ક્રમાંક પૃથ્વીપિંડ(ઉપરથી નીચે) એક લાખ એંસી હજાર
૧
२
| એક લાખ બત્રીસ હજાર
૩
૪
૫
S
૭
એક લાખ અઠ્ઠાવીસ હજાર
| એક લાખ વીસ હજાર
એક લાખ અઢાર હજાર એક લાખ સોળ હજાર
એક લાખ આઠ હજાર
|
નરકાવાસ
૩૦ લાખ
૨૫ લાખ
૧૫ લાખ
૧૦ લાખ
૩ લાખ
h22-22
૫
આ દરેક પૃથ્વીપિંડોમાં ઉપર નીચે એક હજારની ઠીકરી(છત અને ભૂમિ) છોડીને બાકી એક લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ વગેરે ક્ષેત્રમાં નરકના આંતરા અને પાથડા છે. આંતરાઓનું ક્ષેત્ર હીનાધિક છે. પાથડા બધા ત્રણ હજાર યોજનના હોય છે. તેના મધ્યના હજાર યોજન ઊંચાઈવાળા પોલાણવાળા ક્ષેત્રમાં નૈરયિક જીવો રહે છે. સાતમી નારકીની છત અને ભૂમિ(ઠીકરી) સાડા બાવન હજાર યોજનની છે, આંતરા નથી અને એક પાથડો ત્રણ હજાર યોજનનો છે.
(૩) ભવનપતિ :– પ્રથમ નરક પૃથ્વીપિંડની ઉપરથી અથવા સમભૂમિથી ૪૦ હજાર યોજન નીચે જવા પર ભવનપતિઓના આવાસ છે અર્થાત્ પ્રથમ નરકના ત્રીજા આંતરામાં અસુરકુમારોના આવાસ અને આ રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિત કુમારોના આવાસ છે. ૧. અસુરકુમારોના ૬૪ લાખ ૨. નાગકુમારોના ૮૪ લાખ ૩. સુવર્ણકુમારના ૭૨ લાખ ૪. વાયુકુમારના ૯૬ લાખ અને (૫ થી ૧૦) બાકી દરેકના ૭૬–૭૬ લાખ ભવનાવાસ છે.
(૪) પૃથ્વીકાયથી લઈને મનુષ્ય સુધી બધાના અસંખ્ય આવાસ સ્થાન છે.
(૫) વ્યંતર ઃ– • પહેલી નરક પૃથ્વીપિંડની ઉપરની એક હજાર યોજનની ઠીકરી (છત)ના મધ્યના આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્ય ભોમેય નગર છે.
(૬) જ્યોતિષી :– સમભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન ક્ષેત્રમાં અર્થાત્ ૯૦૦ યોજન ઊંચે સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાન છે. આ પાંચે પ્રકારના વિમાન અસંખ્ય અસંખ્ય છે.
(૭) વૈમાનિક :– જ્યોતિષીથી અસંખ્ય ક્રોડા–ક્રોડ યોજન ઉપર વૈમાનિક દેવલોકના કુલ ૮૪ લાખ ૯૦ હજાર ૨૩ વિમાન છે. તે આ પ્રમાણે છે—
બાર દેવલોકોમાં ક્રમશઃ – ૧. બત્રીસ લાખ ૨. અઠાવીસ લાખ ૩. બાર લાખ ૪. આઠ લાખ ૫. ચાર લાખ
૬. પચાસ હજાર ૭. ચાલીસ હજાર ૮. છ હજા૨ ૯–૧૦. ચારસો ૧૧–૧૨. ત્રણસો.
નવપ્રૈવેયકમાં :– પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજી ત્રિકમાં ૧૦૭, ત્રીજી ત્રિકમાં ૧૦૦. અણુત્તર દેવલોકમાં ૫ વિમાનાવાસ છે. (૮) શરીર પાંચ છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ એકવીસમાં જુઓ. આ રીતે સ્થિતિ પણ જુઓ.
(૯) આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત મનુષ્યોને જ હોય છે.
(૧૦) તેજસ–કાર્મણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ છે.
(૧૧) અવધિજ્ઞાન : ક્ષાયોપશમિક અને ભવ પ્રત્યયિક બે પ્રકારનું હોય છે. ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના પદ–૩૩ થી જાણવું.(૧૨) વેદના ત્રણ પ્રકારની હોય છે– શીત, ઉષ્ણ, શીતોષ્ણ ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૫ થી જાણવું.
(૧૩) એ જ રીતે લેશ્યાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧૭થી જાણવું.
(૧૪) આયુષ્યકર્મ જઘન્ય એક આકર્ષથી અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી બંધાય છે.
(૧૫) આહાર, સંહનન, સંસ્થાન, વિરહ, વેદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું.
(૧૬) કુલકર સાત કહ્યા છે, દસ પણ કહ્યા છે. ભૂત અને ભવિષ્યની ઉત્સર્પિણીમાં દસ કુલકર કહ્યા છે અને અવસર્પિણીમાં સાત કહ્યા
છે. વર્તમાન અવસર્પિણીમાં સાત કુલકર થયા તેમજ તેમને એક–એક પત્ની હતી.