________________
પલ્યોપમ
jainology
225
આગમસાર તીર્થકર સંબંધી વિવિધ વર્ણન:(૧૭) એક દેવ દૂષ્ય વસ્ત્ર લઈને સ્વલિંગથી બધા તીર્થકર દીક્ષિત થાય છે. તેઓ બીજા કોઈ ગૃહિલિંગ કે અન્યલિંગ અથવા કુલિંગથી દીક્ષિત થતા નથી. (૧૮) પ્રથમ તીર્થકરની દીક્ષાનગરી “વિનીતા' છે અને બાવીસમાં તીર્થકરની દીક્ષા નગરી દ્વારિકા' છે. બાકીના બધા તીર્થકર પોતાની જન્મનગરીમાં દીક્ષિત થયા. (૧૯) દીક્ષા પરિવાર - ભગવાન મહાવીર એકલા દીક્ષિત થયા. પાર્શ્વનાથ અને મલ્લિનાથ ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય છ સો, ઋષભદેવ ચાર હજાર અને બાકીના ઓગણીસ તીર્થકર એક હજાર પુરુષો સાથે દીક્ષિત થયા. બધા તીર્થકરોની વિશિષ્ટ દીક્ષા શિબિકા હોય છે. સૂત્રમાં તેના નામ પણ કહેલ છે જેને દેવ અને મનુષ્ય ઉપાડે છે. (૨૦) દીક્ષા તપ - પાંચમા તીર્થંકર- આહાર કરીને, બારમા–એક ઉપવાસમાં, ૧૯મા અને ૨૩મા અઠ્ઠમ તપમાં અને બાકી વીસ તીર્થકર છઠ્ઠની તપસ્યામાં દીક્ષિત થયા હતા. (૨૧) ભિક્ષા પ્રાપ્તિ - પ્રથમ તીર્થકરને એક વર્ષ બાદ પ્રથમ ભિક્ષા મળી બાકી બધા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે ભિક્ષા મળી હતી. (૨૨) ભિક્ષા વસ્તુ – પહેલા તીર્થકરને પહેલી ભિક્ષામાં ઇક્ષરસ મળેલ, બાકીને ખીર(પરમાન)ની ભિક્ષા પ્રાપ્ત થઈ હતી. (૨૩) બધા તીર્થકરોના પારણા સમયે પુરુષ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૨૪) પહેલા તીર્થકરનું ચૈત્યવૃક્ષ અર્થાત્ કેવળજ્ઞાન વૃક્ષ ત્રણ કોશ ઊંચું હતું. અંતિમ તીર્થકરનું ૩૨ ધનુષ્યનું (અશોકવૃક્ષ સહિત સાલ વૃક્ષ) હતું. બાકીના તીર્થકરોને પોતાની અવગાહનાથી બાર ગણું ચૈત્યવૃક્ષ હતું. (૨૫) નવમા તીર્થંકરથી પંદરમા તીર્થંકરના શાસનમાં કાલિક શ્રુતન(શાસનનો) વિચ્છેદ થયો હતો. તીર્થ વિચ્છેદ કાળ પા(o)
પોણા પલ્યોપમનો થયો હતો. બધા(૨૪) તીર્થંકરોના શાસનમાં દષ્ટિવાદનો વિચ્છેદ(એક દેશથી) થાય છે. (૨૬) બલદેવ-વાસુદેવોના ગુણો, ઋદ્ધિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેમના શરીરમાં એકસો આઠ શુભ લક્ષણ હોવાનું કહ્યું છે. તેમનો પૂર્વભવ, પૂર્વભવના ધર્માચાર્ય (દીક્ષાગુરુ), વાસુદેવોની નિદાન(નિયાણાની) ભૂમિ, તેમજ નિદાન કરવાના કારણોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. (૨૭) વાસુદેવોના શત્રુરૂપ ચક્રધર નવ પ્રતિવાસુદેવ હોય છે. તેઓ પોતાના જ ચક્રથી વાસુદેવ દ્વારા મરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને નરકમાં જ જાય છે. આઠ બલદેવ મોક્ષમાં ગયા અને એક(કૃષ્ણના ભાઈ) પાંચમા દેવલોકમાં ગયા. દસ ચક્રવર્તી મોક્ષે ગયા અને બે(આઠમા, બારમા) નરકમાં ગયા. (૨૮) ભરતક્ષેત્રના ભાવ તીર્થકર, તેમના માતા-પિતા, પૂર્વભવ આદિ, ભાવી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિનું વર્ણન પણ છે. (૨૯) એરવતક્ષેત્રના વર્તમાન તીર્થકર તથા ભાવી તીર્થકરોનું પણ વર્ણન છે. (૩૦) એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં એક ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થકર ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪ તીર્થકર, ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ હંમેશાં મળે છે અને ઉત્કૃષ્ટ હોય તો ૩ર તીર્થકર, ૨૮ ચક્રવર્તી, ૨૮ વાસુદેવ, ૨૮ બલદેવ હોઈ શકે છે.
બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણે સમકાળમાં હોય છે. ચક્રવર્તી તેનાથી ભિન્નકાળમાં હોય છે. બલદેવ, વાસુદેવના પિતા એક હોય છે. માતાઓ અલગ- અલગ હોય છે. (૩૧) સૂત્રમાં તીર્થકરોના માતાપિતા, પૂર્વભવ, ભિક્ષા દાતા, ચૈત્ય વૃક્ષ, પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા ઈત્યાદિ નામ આપેલ છે. તીર્થકરોની વાદી સંખ્યા, અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવલી તેમજ મોક્ષગામી જીવોની સંખ્યા અલગ- અલગ સમવાયોમાં કહેલ છે. નોંધ :- ઠાણાંગ સમવાયાંગમાં સંક્ષેપમાં સૂચિત્ત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ અન્ય આગમોમાં જ્યાં વિસ્તારથી વર્ણન છે તે આગમના સારાંશમાં જોવું.
વિમાન, દ્વીપ, સમુદ્ર, પર્વત, નદી, કૂટ, દ્રહ, આવાસ, નરકાવાસ, પૃથ્વીકાંડ, પાતાળ કળશ, અવગાહના, સ્થિતિ, જ્યોતિષ મંડલ ચાલ, અંતર વગેરે અનેક ગણિત વિષયોનું હુંડીની જેમ વર્ણન છે. તેનું સ્પષ્ટ વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના સારાંશમાં યથાસ્થાન છે. સૂત્રમાં આવેલ અવશેષ વિષયોના કોષ્ટકો
ચક્રવર્તી :
ક્રમ નામ | ઉમર | શરીરમાન | નગરી | તીર્થકર સમય | ૧ | ભરત | ૮૪ લાખ પૂર્વ | ૫૦૦ ધનુષ | વિનીતા | ૧લાના સમયે |
સગર || ૭૭ લાખ પૂર્વ | ૪૫૦ ધનુષ | અયોધ્યા | રના સમયે | ૩ | માઘવ | ૫ લાખ વર્ષ | ૪૨.૫ ધનુષ | શ્રાવસ્તી | ૧૫મા પછી | ૪ | સનકુમાર | ૩ લાખ વર્ષ | ૪૧.૫ ધનુષ હસ્તિનાપુર | ૧૫માં પછી
| સુભૂમ 0,000 વર્ષ | ૨૮ ધનુષ | હસ્તિનાપુર | ૧૮મા પછી
મહાપા ૩૦,000 વર્ષ | ૨૦ ધનુષ બનારસ | ૨૦માં પછી ૧૦ હરિપેણ ૧૦,000 વર્ષ | ૧૫ ધનુષ | કપિલપુર ૨૧મા પછી ૧૧ | જયષણ ૩૦૦૦ વર્ષ | ૧૨ ધનુષ | રાજગૃહી ૨૧મા પછી | ૧૨ | બ્રહ્મદત્ત | ૭૦૦ વર્ષ | ૭ ધનુષ | કપિલપુર | રરમા પછી
## ભગવાન મહાવીરનો ચક્રવર્તી નો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં થયેલો.