________________
jainology
223
આગમસાર વર્તમાનમાં આ સૂત્રના બે શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે અને તેમાં આશ્રવ– સંવર, અશુભકર્મના પરિણામ, નરકના દુઃખો, સંયમવિધિઓ અને મહાવ્રતોનું વિસ્તારથી વર્ણન છે.
વિપાક : (૧) આ સૂત્રમાં સુકૃત–દુષ્કૃત કર્મોના ફળ વિપાકનું વર્ણન છે. (ર) તેમાં સુખપૂર્વક મોક્ષમાં જનારા તેમજ દુ:ખપૂર્વક જીવન પસાર કરી દુર્ગતિમાં જનારા જીવોના ભવ આદિનું વર્ણન છે. (૩) દુઃખ વિપાકમાં તે જીવોના હિંસાદિ પાપ, મહાતીવ્ર કષાય, ઇન્દ્રિય પ્રમાદ, અશુભ અધ્યવસાયથી પાપ બંધ તેમજ તેના પરિણામ સ્વરૂપ નરકાદિના દુઃખ ત્યાર પછી અવશેષ ભયંકર કર્મફળ મનુષ્ય ભવમાં ભોગવવાનું વર્ણન છે. અંગોપાંગના છેદન–ભેદન, અગ્નિથી વિવિધ પ્રકારના કષ્ટ, હાથી આદિ પશુઓ દ્વારા કષ્ટ, બાંધવું, પકાવવું, ચામડી ઉતારવી આદિ ભયંકર દુ:ખોનું વર્ણન છે. (૪) સુખ વિપાકમાં સંયમી જીવોના ધર્માચાર્ય, સમવસરણ, ધર્મકથા, ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, સંયમ ગ્રહણ, શ્રતગ્રહણ, તેનું ઉપધાન, સંયમ પર્યાય, સંલેખના અને આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, સંયમ– આરાધના તેમજ મોક્ષ પ્રાપ્તિનું વર્ણન છે.
શીલ, સંયમ, નિયમ, ગુણ, ઉપધાનને ધારણ કરવાવાળા સુવિહિત સુસાધુઓને, આદર સહિત તીવ્ર શુભ અધ્યવસાયોવાળા વ્યક્તિ દ્વારા વિશદ્ધ આહાર–પાણી દઈને સંસારને પરિત કરવાનું વર્ણન છે. સંસાર પરિત કરીને દેવાયું બંધ કરવાનું, અનુપમ સુખ પ્રાપ્ત કરવાનું, ફરી મનુષ્ય લોકમાં આવીને આયુ, શરીર, વર્ણ, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ આદિ પ્રશસ્ત પ્રાપ્ત કરવાનું તથા મિત્ર, સ્વજન, ધન, ધાન્ય, વૈભવ, સમૃદ્ધિ આદિ ઉત્તમ સુખ સાધનોને પ્રાપ્ત કરવાનું વર્ણન છે. અંતમાં ભોગોનો ત્યાગ કરીને સંયમ ધર્મ સ્વીકાર કરવાનો તેમજ પરંપરાથી મુક્ત થવાનો પરિચય આપેલ છે. આ અગિયારમું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન છે, વીસ જ ઉદ્દેશન-સમુદેશન કાલ છે. નોંધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
દષ્ટિવાદ અંગસૂત્રઃ આ સૂત્રમાં સર્વભાવોની પ્રરૂપણા કરેલ છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે– (૧) પરિકર્મઃ— જે પ્રકારે ગણિત શાસ્ત્રના અભ્યાસને માટે અંકો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ પ્રારંભિક જ્ઞાન આવશ્યક હોય છે, તેવું જ દષ્ટિવાદ શ્રુતના અધ્યયનની યોગ્યતાનું પ્રારંભિક જ્ઞાન “પરિકર્મ છે. આ પરિકર્મના મૂળભેદ સાત છે અને ભેદાનભેદ ૮૮ છે. (૨) સૂત્ર :- તેના મૂળ વિભાગ બાવીસ છે અને તેના સ્વમત, અન્યમત, વિભિન નય વિભાગ પ્રરૂપણથી કુલ ૮૮ સૂત્ર વિભાગ છે (૩) પૂર્વ – તેના ચૌદ વિભાગ છે તેને ૧૪ પૂર્વ કહે છે. તેના ઉત્પાદપૂર્વ, કર્મપ્રવાદ પૂર્વ આદિ ૧૪ નામ છે અને પહેલું પૂર્વ, બીજું પૂર્વ આદિ, નવમું પૂર્વ, દસમું પૂર્વ આદિ નામ પણ આગમમાં કહેવામાં આવ્યા છે. એ પૂર્વના વિભાગમાં ઉપવિભાગ પણ છે તેને "વસ્તુ" અને "ચૂલિકાવસ્તુ' કહે છે. પ્રથમના ચાર પૂર્વોમાં “ચૂલિકા વસ્તુ છે, બાકીમાં કેવળ વસ્તુ જ છે. પૂર્વઃ વસ્તુઃ ચૂલિકા વસ્તુ -
ક્રમ પૂર્વના નામ
વસ્તુ ચૂલિકા વસ્તુ ૧ | ઉત્પાદ પૂર્વ
10 | ૪ | અગ્રેણીય પૂર્વ
૧૪ | ૧૨ વીર્યપ્રવાદ પૂર્વ | ૮ | ૮ | ૪ | અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ ૧૮ | ૧૦ || જ્ઞાન પ્રવાદ પૂર્વ
સત્ય પ્રવાદ પૂર્વ || આત્મ પ્રવાદ પૂર્વ ૧૬ ૮ | કર્મ પ્રવાદ પૂર્વ ૯ |પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ | | ૨૦ ૧૦ | વિદ્યાનું પ્રવાદ પૂર્વ ૧૧ | અવંધ્ય પૂર્વ
| ૧૨ | ૧૨ | પ્રાણાયુ પૂર્વ | ૧૩ - ૧૩ ક્રિયાવિશાલ પૂર્વ | ૩૦
૧૪ લોક બિંદુસાર પૂર્વ | ૨૫ | - (૪) અનુયોગ:- તેના બે વિભાગ છે– ૧. મૂળ પઢમાનુયોગ ૨. ચંડિકાનુયોગ. પ્રથમ વિભાગમાં તીર્થકરોના પૂર્વભવ તેમજ મુક્તિ પ્રાપ્તિ સુધીનું વિસ્તારથી વર્ણન હોય છે. શિષ્યાદિની વિભિન્ન સંપદાનું પણ વિસ્તારથી વર્ણન હોય છે. (ગંડિકા એટલે થોક સંગ્રહ) બીજા વિભાગમાં કુલકર, ગણધર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ, ઉત્સર્પિણી આદિની ગંડિકાઓ હોય છે. ગંડિકાનો અર્થ સમાન વક્તવ્યતાના અર્વાધિકારનું અનુસરણ કરવાવાળી વાક્ય પદ્ધતિ. ચિત્રાંતર મંડિકામાં ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનના અંતરાલ કાળમાં થયેલા તેના વંશજ રાજાઓના સંયમ ગ્રહણ, દેવલોક(અનુત્તર વિમાન) ગમન આદિ વર્ણન છે. (૫) ચૂલિકા:- પ્રથમ ચાર પૂર્વોમાં ચૂલિકા છે, બાકીમાં ચૂલિકાઓ નથી. સૂત્રમાં અનુક્ત વિશિષ્ટ વિષય ચૂલિકામાં કહેવામાં આવે છે. પર્વત આદિના શીર્ષસ્થ સ્થાનને ચૂલિકા કહેવાય છે.
| ૧૨ | -
૩૦ | -
૧૫