________________
આગમસાર–પૂર્વાર્ધ
222 (૪) આ સૂત્રમાં સંયમ માર્ગથી વિચલિત અથવા અપરિપક્વ મુનિઓમાં શૈર્ય ઉત્પન્ન કરવાવાળા, બોધ અને અનુશાસન ભરનારા તથા ગુણ અને દોષનું સંદર્શન દેવાવાળા દષ્ટાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૫) આ છઠું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ૨૯(૧૯+૧૦) અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધમાં દશ કથાઓના વર્ગ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ સમાવિષ્ટ છે. ઓગણત્રીસ ઉદ્દેશન કાલ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
ઉપાસક દશા : (૧) આ સૂત્રમાં દસ શ્રાવકોનું વર્ણન છે. તેમાં તે શ્રાવકોના નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, શ્રાવકોની ઋદ્ધિ, વ્રત પ્રત્યાખ્યાન, પૌષધ, શ્રતગ્રહણ, શ્રુતનું ઉપધાન(તપ), શ્રાવક પડિમા ધારણ, ઉપસર્ગ સંલેખના, આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, ભોગત્યાગ, મોક્ષ પ્રાપ્તિ ઇત્યાદિ વિષયોનું આખ્યાન ક્યું છે (૨)વિસ્તારથી ધર્મપરિષદ, ધર્મશ્રવણ, પાંચ અભિગમ, સમ્યક્ત્વ વિશુદ્ધિ, વ્રતોના અતિચાર, વ્રતપર્યાય, નિવૃત્ત-સાધના, તપસ્વી જીવનનું શરીર આદિ વર્ણન છે. (૩) આ સાતમું અંગસૂત્ર છે. એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાલ અને દસ સમુદેશન કાલ છે.
અંતકૃત દશા : (૧) આ સૂત્રમાં વર્ણિત ૯૦ જીવો(બધા જીવો)એ તે જ ભવમાં સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરી કમ(સંસાર)નો અંત કરી દીધો છે.(૨) આ સૂત્રમાં તે જીવોના નગર આદિનું વર્ણન છે; તેમજ સંયમગ્રહણ, મૃતગ્રહણ અને ઉપધાન તપનું વર્ણન છે. અનેક પ્રકારની પડિમાઓ, ક્ષમા આદિ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ, અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય, સંયમ પર્યાય, કેવળજ્ઞાન, પરીષહ, ઉપસર્ગ આદિનું વર્ણન છે. (૩) આ આઠમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, આઠ વર્ગ છે, દસ ઉદ્દેશન–સમુદેશન કાળ છે. બાકીનું વર્ણન આચારાંગની સમાન છે.
અનુત્તરોપપાતિક : (૧) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવોના નગર આદિ તેમજ સંયમ ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રતનું તપ, સંયમપર્યાય, સંલેખના, અનુત્તરવિમાનમાં ઉત્પત્તિ, પુનરાગમન, બોધિલાભ, સંયમપાલન અને અંતક્રિયાનું આખ્યાન છે. (૨) તીર્થકરના સમવસરણ તેમજ અતિશયનું વર્ણન છે. ગંધહસ્તિની સમાન શ્રેષ્ઠ, પરીષહ વિજેતા, યશસ્વી તેમજ અનેક પ્રશસ્ત ગુણોથી યુક્ત તેમના શિષ્ય અણગાર મહર્ષિઓનું વર્ણન છે.
દેવાસુર મનુષ્ય પરિષદનું આવવું, ઉપાસના કરવી, ધર્મદેશના, હળુકર્મી જીવોએ સંયમ-ધર્મ સ્વીકાર કરવો, અનેક વર્ષો સુધી સંયમ–તપનું પાલન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય-ધ્યાન આદિનું વર્ણન છે. (૩) આ નવમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-સમુદેશન કાળ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
પ્રશ્ન વ્યાકરણ : (૧) આ સૂત્રમાં ૧૦૮ પ્રશ્રવિદ્યા છે. આ વિદ્યા દેવ અધિષ્ઠિત હોય છે. તેમાં અંગુઠા આદિને જોઈને શુભાશુભ ફળનું કથન કરવામાં આવે છે. (૨) ૧૦૮ અપ્રશ્ર વિદ્યા છે. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને પ્રશ્ન ર્યા વગર જ વ્યક્તિને શુભાશુભનો નિર્દેશ કરે છે. (૩) ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન વિદ્યા છે. આ અંગુઠા આદિના સદ્ભાવમાં અથવા અભાવમાં પણ શુભાશુભનું કથન કરે છે, નિશીથ ભાષ્યમૂર્ણિમાં એને સ્વપ્ન વિદ્યા કહી છે. આમાં વિદ્યાથી અભિમંત્રિત ઘંટિકા કાન પાસે વગાડવામાં આવે છે, ત્યારે દેવતા શુભાશુભનું કથન કરે છે. એને ઈખિની વિદ્યા પણ કહે છે, તેમાં દેવતા ભૂત, ભવિષ્યનું પૂછવાપર હાનિ, લાભ, જન્મમરણ આદિનું પણ કથન કરે છે.(૪) આ રીતે સેંકડો વિદ્યાઓ, સ્તંભન, સ્તોત્ર, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષીકરણ આદિ(મહાવિદ્યાઓ) વચન દ્વારા પૂછવા પર જ જવાબ દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યા. મન પ્રશ્રવિદ્યા–મનમાં ઉઠેલા પ્રશ્નોના ઉત્તર દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યાન વર્ણન છે. (૫) નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોના દિવ્ય સંવાદનું વર્ણન કરેલ છે. વિવિધ અર્થોમાં પ્રત્યેકબુદ્ધો દ્વારા ભાષિત, આચાર્યો દ્વારા વિસ્તારથી કહેલ અને મહર્ષિઓ દ્વારા વિવિધ વિસ્તારથી કહેલ જગત જીવોના હિતને માટે તત્વ કહ્યા છે. દર્પણ, અંગુષ્ઠ, બાહુ,
અસિ, મણિ, વસ્ત્ર અને સૂર્યથી સંબંધિત વિદ્યાઓના અધિષ્ઠાયક દેવોની પ્રમુખતાથી વિસ્મય કરવાવાળી, તત્ત્વનો પ્રત્યય કરાવવાવાળી વિદ્યાઓના મહાન અર્થોનું વર્ણન કરેલ છે. (૬) આ દશમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, ૪૫ અધ્યયન છે, ૪૫ ઉદ્દેશન– સમુદેશન કાળ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.. વિમર્શ - ટીકા ચૂર્ણ ભાષ્ય આદિ વ્યાખ્યાકારોના પહેલાં જ આ સૂત્રનું સ્વરૂપ લુપ્ત થઈ ગયું હતું અથવા લુપ્ત કરી દેવાયું હતું. તેમાં કહેલા ઋષિભાષિત અધ્યયન, પ્રત્યેક બુદ્ધ અને આચાર્ય ભાષિત અધ્યયન, વર્તમાનમાં “ઋષિભાષિત” અને “ઉત્તરાધ્યયન' નામના બે સ્વતંત્ર સૂત્રોમાં ઉપલબ્ધ છે. બાકી સંપૂર્ણ વિધાઓ- વાળા અધ્યયન અજ્ઞાતમાં વિલીન થઈ ગયા છે.