________________
jainology
221
આગમસાર (૪) [૧. આ સૂત્રમાં પરિમિત (નિયત) વાચનાઓ (અર્થ સમજાવવાને માટે વિભાગ) છે. સંખ્યાતા વ્યાખ્યા પદ્ધતિઓ છે, સંખ્યાતા મત મતાંતર છે, સંખ્યાતા વેષ્ટક અતિદેશ(ભલામણના પાઠ) છે. સંખ્યાતા શ્લોક (પરિમાણ) છે તેમજ ગુરુ પરંપરાથી પ્રાપ્ત વ્યાખ્યાઓ પણ સંખ્યાતા છે. ૨. સંખ્યાતા અક્ષર, અનંત અર્થ, અનંત પર્યાય, અસંખ્ય ત્રસ તેમજ અનંત સ્થાવરના સંરક્ષક જિનપ્રરૂપિત ભાવોનું સામાન્ય કથન, વિશેષ કથન, ભેદ-પ્રભેદ યુક્ત કથન, હેતુ દષ્ટાંત યુક્ત કથન ક્યું છે તેમજ સ્પષ્ટ સમજાવ્યું છે. ૩. આવા સૂત્રનું અધ્યયન કરવાવાળા "આત્મા જ થઈ જાય છે. અર્થાત્ આચારમય બની જાય છે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રકારે આ સૂત્રમાં ચરણ(પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર સંયમ) કરણ(સમિતિ, ગુપ્તિ, ત૫)નું તેમજ તેની સમ્યક આરાધનાનું વર્ણન છે.] નોધઃ- ક્રમ નં. ૪નો સર્વ અંશ બધા અંગ સૂત્રોની સાથે સમજી લેવો.
સૂત્રકૃતાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. જીવાદિ નવ તત્ત્વોની, ૩૬૩ અન્ય દષ્ટિઓની સંક્ષેપમાં સૂચના કરી છે. સ્વસમય (જિનમત)ની સ્થાપના કરી છે. (૨) અનેક દષ્ટાંત આદિ દ્વારા કુસિદ્ધાંતોની નિસ્સારતાનું સમ્યક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. (૩) આ વર્ણન મોક્ષ પથના અવતારક, ઉદાર, અજ્ઞાન અંધકારને દૂર કરનાર તથા સિદ્ધિરૂપ ઉત્તમ પ્રાસાદને માટે સોપાન તુલ્ય છે. (૪) આ બીજું અંગ સૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ(૧૬+ ૭) અધ્યયન છે. તેત્રીસ ઉદ્દેશન કાલ, તેત્રીસ સમુદેશન કાલ છે અને ૩૬ હજાર પદ . નોધ:- બાકીનું વર્ણન આચારાંગ સૂત્રના ક્રમ નં ૪ની સમાન છે.
ઠાણાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય–પરસમય, જીવાજીવ, લોકાલોકનું વર્ણન છે. દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ અને પર્યાયોનું વર્ણન છે. (૨) પર્વત, નાની-મોટી નદીઓ, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, નિધિ, પુરુષોના પ્રકાર, સ્વર, ગોત્ર, જ્યોતિષ ચક્રનું સંચરણ ઈત્યાદિ વિષયોનું પણ વર્ણન છે. (૩) આ સૂત્રમાં એક થી લઈને દસ સુધીની સંખ્યાના જીવ, પુગલ આદિ લોકગત પદાર્થો વગેરેની પ્રરૂપણા કરી છે. (૪) આ ત્રીજું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશન, એકવીસ સમુદેશન કાળ છે, ૭૨ હજાર પદ . નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
સમવાયાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. એકથી લઈને ક્રમથી સો સુધીની સંખ્યાના આલંબને અનેક તત્ત્વોનું કથન છે. (૨) ત્યાર પછી ક્રમ વગર કરોડની સંખ્યા સુધીના વિષયોનું વર્ણન છે. પછી દ્વાદશાંગીનો સાર ગર્ભિત વિષય પરિચય આપવામાં આવેલ છે. (૩) ચાર ગતિના જીવોનો આહાર, ઉચ્છવાસ, વેશ્યા, આવાસોની સંખ્યા, લંબાઈ-પહોળાઈ, ઉત્પત્તિ, ચ્યવન, અવગાહના, અવધિજ્ઞાન, વેદના, ભેદ, ઉપયોગ, યોગ, ઇન્દ્રિય અને કષાયનું વર્ણન છે.
વિવિધ પ્રકારની જીવાયોનિ, પર્વતોનો વિસ્તાર આદિ, કુલકર, તીર્થકર, ગણધર, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીનું વર્ણન છે. બીજા પણ અનેક એવા વિષયોનું વર્ણન છે. (૪) આ ચોથું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, એક અધ્યયન છે, એક ઉદ્દેશન સમુદેશન કાળ છે અને એક લાખ ગુમાલીસ હજાર પદ છે. નોધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.
ભગવતી : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, લોકાલોકનું વ્યાખ્યાન છે. તેનું આગમિક નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ" છે. (૨) આ સૂત્રમાં દેવ, નરેન્દ્ર, ગણધર અને રાજર્ષિ આદિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના મહાવીર ભગવાન દ્વારા આપેલા ઉત્તરોનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નો તેમજ સમાધાન ભવ્યજનોના હૃદયને આનંદિત કરવાવાળા છે, અંધકારનો નાશ કરવાવાળા છે, દીપની સમાન પ્રકાશક છે તેમજ અર્થ–બોધરૂપ ગુણની પ્રાપ્તિ કરાવવાને માટે સિદ્ધ હસ્ત છે. (૩) આ પાંચમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, સો થી વધારે અધ્યયન છે. (૪૧ શતક છે) દસ હજાર ઉદ્દેશક સમુદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. ચોરાસી હજાર પદ .
જ્ઞાતા ધર્મકથા : (૧) આ સૂત્રમાં પ્રથમ વિભાગમાં ઓગણીસ દષ્ટાંત છે. જેમાં કેટલીક ઘટનાઓ છે, કેટલાક ઉપમારૂપ છે અને કેટલાક કાલ્પનિક રૂપક છે. બીજા વિભાગમાં દસ અધ્યયન ધર્મકથા યુક્ત છે. (૨) આ સૂત્રમાં નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ ધર્માચાર્ય, ધર્મકથા, ઋદ્ધિ, ભોગ, તેનો ત્યાગ, દીક્ષા ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રુતના તપ તેમજ અન્ય તપસ્યાઓ, દીક્ષાપર્યાય, સંલેખના, આજીવન અનશન, દેવલોક- ગમન, પુનરાગમન, બોધિલાભ તેમજ મુક્તિ આદિ વિષયોનું કથન છે. (૩) ધર્મને પ્રાપ્ત કરીને તેનાથી ટ્યુત થવાવાળાનું તેમજ તે ધર્મની વિરાધના કરવાવાળાના સંસાર ભ્રમણના દુઃખનું આખ્યાન ક્યું છે. તેનાથી વિપરીત ધીર વીર, કષાયો અને પરીષહો પર વિજય પ્રાપ્ત કરવાવાળા સંયમમાં ઉત્સાહી આરાધક જીવોના સંસાર સુખ તેમજ મોક્ષ પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે.