________________
jainology
207
આગમસાર
કોઈ એક દેવ જયારે કબૂતર અને બાજનું વૈક્રિય સ્વરુપ બનાવે છે, ત્યારે તેની પોતાની પણ ત્યાં આસપાસમાં હાજરી જરુરી થઈ જાય છે. કારણ કે વૈક્રિય શરીર ઉતકૃષ્ટ એક લાખ જોજનનું તથા તેના મૂળ શરીર અને વૈક્રિય શરીરની વચ્ચે આત્મપ્રદેશો સંલગ્ન(સળંગ) હોવાથી દેવલોકમાં બેઠા બેઠાં નીચે વૈક્રિય શરીર આવી શકે નહિં. કારણ કે અંતર એક લાખ જોજનથી વધુ થઇ જાય. દેવ પોતાના સમસ્ત જીવનકાળમાં પણ એક રાજુ પ્રમાણ ચાલતા નથી. આવવા જવા માટે તેઓ દેવવિમાનનો ઉપયોગ કરે છે. મનુષ્ય લોકમાં પણ જેમ વાહનોની ગતિ માનવ કરતાં વધુ હોય છે તેમ દેવોના વિમાન પણ શીગ્રગતિ વાળા હોય છે. વળી ઓછી રુધ્ધિવાળા દેવો(યક્ષ વગેરે) ઇચ્છીત વૈકિય શરીર બનાવી શકતા નથી અને તેના અભાવમાં પરકાયા પ્રવેશ(શરીર પ્રવેશ)નો સરળ માર્ગ લે છે. દેવોના મૂળભૂત શરીરને મનુષ્ય જોઈ શકતા નથી. (નોંધ: ઉડતી રકાબી Flying saucer જોયાનો દાવો કરનારાઓ જે પાણીના પરપોટા જેવો યાનનો આકાર અને પ્રકાશપુંજની વાત કરે છે, તે જયોતિષિ દેવોના વિમાનના આકારથી મળતો આવે છે.)
(૧૪) મનુષ્યભવમાં કોઈને સંકેત કે વચન આપેલ હોય તો દેવતા મનુષ્ય લોકમાં આવે છે. તે સિવાય ત્રણ-ત્રણ કારણ ત્રીજા ઠાણામાં છે. તે સહિત અહીં કુલ ચાર ચાર બતાવવામાં આવેલ છે. (૧૫) તીર્થકરના નિર્વાણ સમયે પણ લોકમાં પ્રકાશ થાય છે જ્યારે અગ્નિના વિચ્છેદ થવાથી અંધકાર થાય છે તેના પણ ત્રણ ત્રણ કારણ ત્રીજા ઠાણામાં કહેલ છે. કુલ મળી અહીં ચાર-ચાર કારણ કહ્યા છે. (૧૬) સંયમી માટે ચાર દુઃખ શય્યા એટલે દુઃખ અવસ્થા છે– ૧. નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા થવાથી ૨. સ્વયંના લાભ કે સુખ શાંતિમાં અસંતષ્ટ થવાથી. ૩. કામ ભોગોની અભિલાષા રાખવાથી. ૪. શરીર પરિકર્મની અભિલાષા કરવાથી. મનમાંને મનમાં જ સંકલ્પ-વિકલ્પથી ભિક્ષુ દુઃખી થાય છે. (૧૭) સંયમીની ચાર સુખ શય્યા એટલે સંયમીની પ્રસન્નચિત્ત આનંદમય ચાર અવસ્થા છે– ૧. દઢ શ્રદ્ધાથી સંયમ પાલન કરવું. ૨. પોતાના લાભ તેમજ સુખમાં સંતુષ્ટ રહેવું. ૩. કામભોગોની અભિલાષાથી મુક્ત રહેવું, વિરક્ત રહેવું ૪. ઉત્પન થયેલી બધી જ અશાતવેદનાને સમભાવ તેમજ મહાન નિર્જરા સમજી ઉત્સાહપૂર્વક સહન કરવી. આ પ્રકારે જીવવાવાળા સાધક સંકલ્પ-વિકલ્પથી રહિત બની સદા સુખી-પ્રસન્ન રહે છે. (૧૮) દીક્ષિત-પ્રવ્રજિત (પ્રવર્જીત) થનાર પુરુષ ચાર પ્રકારના હોય છે– ૧. ઉત્કૃષ્ટ વૈરાગ્યથી સંયમ લઈ ઉત્કૃષ્ટ આરાધના કરનાર વગેરે ભંગ સમજી લેવા. આ પ્રકારે વીરતા અને કાયરતાથી ચાર ભંગ થાય છે. (૧૯) પ્રથમ દેવલોકનું ‘ઉડુ' નામનું મધ્યવિમાન ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું છે. અને સમય ક્ષેત્ર'ની સીધમાં છે. (ત્રીજા ઠાણામાં બાકીનાં ત્રણ કહેલ છે.) (૨૦) પૃથ્વી, પાણી, અગ્નિ અને સાધારણ વનસ્પતિ જીવોનાં એક શરીરને આંખોથી જોઈ શકાતા નથી.(વાયુકાયના તો અસંખ્ય શરીર ભેગા થાય તોય જાઇ શકાતા નથી, તેમજ રજકણો–પૃથ્વીકાયના, ભેજ-અપકાયના, વિધુત તરંગો–અગ્નિકાયના, અને પાણીમાંની ફુલણ–વનસ્પતિકાયના, અસંખ્ય બાદર શરીરો પણ બધાજ કાંઈ જોઈ શકાતા નથી.) (૨૧) આંખ સિવાયની ચારે ઇન્દ્રિયો પોતાના વિષયને સ્પષ્ટ થાય ત્યારે જાણે છે. (૨૨) ચાર કારણથી અલોકમાં જીવ અને પુદ્ગલ જઈ શકતા નથી. ૧. ગતિ અભાવ ૨. ધર્માસ્તિકાયનો અભાવ ૩. રૂક્ષતા હોવાથી ૪. લોક–સ્વભાવ, મર્યાદા હોવાથી. (૨૩) ઉદાહરણ અનેક પ્રકારના હોય છે, તેમાં દોષયુક્ત અને નિર્દોષ પણ હોય છે. મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. ૧. સામાન્ય ૨. એકદેશીય ૩. દોષયુક્ત ૪. ખંડનમાં દેવામાં આવતા વિરોધી ઉદાહરણ. (આહરણત દોષ–ઉદાહરણના દોષ માટે જુઓ ભાગ-૨ પાના નં-૨૫.) (૨૪) દારિક શરીર જીવરહિત પણ રહે છે તેમજ દેખાય છે અને શેષ ચાર શરીર જીવ રહિત રહેતા નથી તેમજ દેખાતા પણ નથી (૨૫) હેતુ–તર્ક પ્રમાણના ૧૨ પ્રકાર કહેવામાં આવેલ છે. વિસ્તાર માટે જુઓ ઉતરાર્ધ નાં પરિષ્ટમાં પાના નં ૨૮૪. પ્રમાણ-વાદ. (૨૬) અંધકાર કરનાર ચાર–નરક, નૈરયિક, પાપ અને અશુભ પુગલ. દેવલોકમાં પ્રકાશ કરનાર ચાર-દેવ, દેવી, વિમાન અને આભૂષણ. તિરછાલોકમાં પ્રકાશ કરનાર ચાર-ચંદ્ર, સૂર્ય, મણિ, અગ્નિ.
ચોથો ઉદ્દેશક (૧) અપ્રાપ્ત સુખો તથા ભોગો માટે અને પ્રાપ્તના સંરક્ષણ માટે જીવ પ્રયત્નશીલ બની ભટકતો રહે છે. (૨) નારકા નો આહાર અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા પુગલોનો હોય છે. તિર્યંચનો આહાર શુભ, અશુભ અને માંસ આદિ વિભિન્ન પ્રકારનો હોય છે. મનુષ્યનો આહાર ચાર પ્રકારનો હોય છે– ભોજન, પાણી, ફળ–મેવા અને મુખવાસ, (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.) દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો. (૩) વીંછીનું ઉત્કૃષ્ટ વિષ અર્ધ ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. તે જ રીતે દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જંબૂઢીપ પ્રમાણ, અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ. આ પ્રમાણ સામર્થ્યની અપેક્ષાએ છે. (૪) બધાં જ રોગ વાયુ, પિત્ત અને કફના દોષિત થવાથી થાય છે અથવા ત્રણેયના સંયુક્ત પ્રકોપથી થાય છે. વૈદ્ય, ઔષધ, રોગી અને સેવા કરનારના સુમેળથી ચિકિત્સા સફળ થાય છે. સ્વયંની તેમજ અન્યની ચિકિત્સા કરનારના ચાર ભંગ થાય છે. (૫) ઘણા સાધુ કથન કરે છે પરંતુ તે કથન મુજબ જીવિકા તેમજ માધુકરી વૃત્તિનું પાલન કરતા નથી અને ઘણા જેવું કથન કરે છે, તેવું જ વર્તન-આચરણ કરે છે.