________________
આગમસાર–પૂર્વાર્ધ
206
(૪) ચાર પ્રકારના વૃક્ષની ઉપમા− ૧. પત્ર સંપન્ન – સ્વયં ગુણ સંપન્ન ૨. પુષ્પ સંપન્ન – પોતાના ગુણ આપનાર અથવા સૂત્ર જ્ઞાન આપનાર ૩. ફળ સંપન્ન – ઘન અથવા સૂત્રાર્થ વિસ્તાર બીજાને દેનાર ૪. છાયા સંપન્ન પોતાના આશ્રયમાં આવેલ અનેકોની આજીવિકા કે ચારિત્ર રક્ષણ કરનાર.
(૫) ભારવાહકના ચાર વિશ્રામ સમાન શ્રાવકને પણ સંસાર બોજના ચાર વિશ્રામ છે– ૧. એક ખંભાથી બીજા ખંભા ઉપર અથવા એક હાથથી બીજા હાથમાં ભાર લેવો – અનેક ત્યાગ, નિયમ, વ્રત ધારણ કરવા તથા તેનું પાલન કરવું. ૨. ભાર નીચે રાખવો - સામાયિક, ૧૪ નિયમ ધારણ કરવા ૩. માર્ગમાં મંદિર વગેરેમાં રાત્રિ નિવાસ કરવો – પ્રતિ મહિનામાં છ પૌષધ કરવા ૪. નિયત સ્થાને પહોંચી ભાર છોડી દેવો – મારણાંતિક સંલેખણા કરી ભક્ત પ્રત્યાખ્યાન વગેરે આજીવન અનશન સ્વીકાર કરવું. (૬) ઉન્નત તેમજ અવનત પુરુષની ચૌભંગીમાં ૧. ભરત ચક્રવર્તી ૨. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૩. હરિકેશી મુનિ ૪. કાળશૌરિક એમ ચાર ઉદાહરણ રૂપ છે.
(૭) કુળથી અને વૈભવથી ઉચ્ચ પુરુષ, ઉચ્ચ વિચારવાળા અને ઉદારતા સંપન્ન હોય તો શ્રેષ્ઠ છે. કૃપણતાવાળા, નીચ કે સંકુચિત્ત વિચારવાળા શ્રેષ્ઠ હોતા નથી.
-
(૮) ૧. જાતિ ૨. કુળ ૩. બળ ૪. રૂપ ૫. શ્રુત ૬. શીલ ૭. ચારિત્રથી સંપન્ન, અસંપન્ન પુરુષની એકવીસ ચૌભંગિઓ કહેવામાં આવેલ છે, જેમાં ઉભય સંપન્ન ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે.
(૯) આંબળા, દ્રાક્ષ, દૂધ અને સાકર એમ ચારેય પ્રકારની મધુરતાની ઉપમા આચાર્યોને આપવામાં આવેલ છે.
(૧૦) વૈયાવૃત્ય તેમજ ગણકૃત્ય કરનારની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે, તેમાં કર્તવ્ય બજાવી માન(હું પણું) નહીં કરનાર શ્રેષ્ઠ કહેવાય છે. ગુરુ શિષ્યની તેમજ દઢ—ધર્મી વગેરેની આ ચૌભંગીઓ વ્યવહાર સૂત્રની સમાન છે.
(૧૧) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના વ્રત-પર્યાયની તેમજ આરાધક તથા અનઆરાધકની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે. (૧૨) સાધુ પ્રતિ શ્રાવક– ૧. માતા-પિતા ૨. ભાઈ ૩. મિત્ર ૪. અને શોક્યનું કર્તવ્ય કરનાર હોય છે. અર્થાત્ પોતાના વ્યવહાર–પ્રવૃત્તિ અનુસાર શ્રાવક હોય છે.
કાચની સમાન નિર્મલ ચિત્ત, ધજાપતાકાની સમાન અસ્થિર ચિત્ત, ઠૂંઠા સમાન નમ્રતા રહિત દુરાગ્રહી અને કંટક સમાન કલુષતા યુક્ત દુઃખદાઈ સ્વભાવના શ્રમણોપાસક પણ હોય છે.
(૧૩) મનુષ્ય લોકથી ૪૦૦ થી ૫૦૦ યોજન ઉપર ગંધ આવવાથી દેવતાઓ મનુષ્ય લોકમાં આવતાં નથી. (ત્રણ કારણ ત્રીજા ઠાણામાં કહેલા જ અહીં કહ્યા છે.)
દેવદર્શન દર્લભ
શંકા : દેવો અનેક દિવસોથી શ્વાસોશ્વાસ પૂર્ણ કરનારા હોય છે. જયાં સદાકાળ અને સર્વકાળ મરેલા જાનવરનાં કલેવરની ગંધ કરતાં અનેકગુણી ગંધ હોય છે, એવી નરકો સુધી પણ દેવો જાય જ છે. સ્નેહબંધન માટે કહી શકાય કે માતાપિતા, ભાઈબહેન, પુત્રપુત્રી નાં સંબંધ વગરનાં દેવોને ત્યાં ઘણા કાળ સુધી સ્નેહીજનોની યાદ આવી શકે છે. તથા ફકત સ્નેહબંધન નહિં, જન્માંતરે કોઇ જીવો દુશમનાવટ પણ રાખે છે. તો વેરસંબંધથી પણ કોઇ દેવો કેમ નથી આવતાં ?
સમાધાન : નરક લોકમાં અસંખ્ય કાળે કયારેક કોઇ દેવ જાય છે. ત્રિછા લોકમાં તેઓ સંખ્યાતા કાળમાં અનેક વાર આવે છે. એક શક્યતા એ છે કે ઓછી રુધ્ધી વાળા સૂર્યચંદ્રની વિક્રીયા વચ્ચેથી જવાથી ત્રાસ પામે અને વધારે રુધ્ધી વાળા તેમાં ખલેલ પાડવાની આશાતના(અસભ્ય વર્તન) ન કરે. બીજું હાલનું આખું વિશ્વ રેડીયો તરંગો , માઈક્રોવેવ, મોબાઈલ ટાવરોથી આચ્છાદિત છે. આ તરંગો બાદર અગ્નિકાય નાં હોય છે. જેથી વૈક્રિય શરીર બનાવવા યોગ્ય, શુભ પુદગલોનો અભાવ પણ કાળ સ્વભાવથી થઇ શકે છે. અસંખ્ય દેવો મનોગત સંકલ્પ વિકલ્પનાં કારણે મનુષ્ય લોકમાં આપતિ ન ઉપજાવે તે કારણે પણ આધિપત્ય ધરાવતાં દેવો તેમને રોકી શકે છે. ચોથા આરામાં પણ પ્રદેશી રાજાએ પોતાના જીવનકાળમાં દેવોને જોયા ન હતાં, તેથીજ તેને પરલોક સંબંધી શંકા હતી . બીજું વળી જે વેરસંબંધ રાખે છે તે પહેલા તો દેવભવ પામતા જ નથી અને કોઇ પામે તો હલકી—નોકર જાતિના દેવ થાય છે, જયાં તેમને મનમાની સ્વતંત્રતા હોતી નથી, પોતાની મરજી પ્રમાણેનું તેમનું જીવન નથી હોતું.
(સમાધાન એટલે – શ્રધ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓની વિચારણાથી કરવામાં આવતો હઠ કે આગ્રહ વગરનો નિર્ણય .)