________________
jainology
2011
આગમસાર
કાળ તેમજ અલોક, ચોવીસ દંડક, ત્રણ દષ્ટિ, છ લેગ્યા છે. ચાર ગતિ છે અને તેમાં જીવોનું ગમનાગમન છે. તેમજ અનેક પ્રકારના દેવોનું અસ્તિત્વ છે. (૩) સિદ્ધોના પંદર ભેદોને પણ જુદી-જુદી વર્ગણાઓના આધારથી કહેવામાં આવેલ છે. (૪) ભગવાન શ્રી મહાવીર સ્વામી એકલા જ મોક્ષે ગયા.(૫) અનુત્તર વિમાનના દેવ વધુમાં વધુ એક હાથની ઊંચાઈવાળા હોય છે (૬) આદ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રોના એક–એક તારા જ છે.
બીજા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં અનેક અપેક્ષાથી જીવોનો બે ભેદોમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે- ત્રીસ-સ્થાવર, સઇન્દ્રિય-અનિન્દ્રિય, સઆયુષ્ય-નિરાયુષ્ય, સિદ્ધ-સંસારી વગેરે. (૨) ક્રિયાઓના અનેક ભેદ-પ્રભેદ બે-બેની સંખ્યામાં કહેવામાં આવેલ છે, જેમ કે-૧. જીવ ક્રિયા ૨. અજીવ ક્રિયા. જીવ ક્રિયાના બે ભેદ–૧. સમ્યકત્વ ક્રિયા ૨. મિથ્યાત્વ ક્રિયા. અજીવ ક્રિયાના બે ભેદ–૧. સાંપરાયિક ક્રિયા ૨. ઈરિયાવહી ક્રિયા.
તદંતર કહેવામાં આવેલ ૨૨ ક્રિયાઓ- ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાદેષિકી ૪. પરિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી ૬. અપ્રત્યાખ્યાનિકી ૭. આરંભિકી ૮, પરિગ્રહિતી ૯. માયા–પ્રત્યયા ૧૦. મિથ્યાદર્શન પ્રત્યયા ૧૧. દષ્ટિજા ૧૨. સ્પર્શજા ૧૩. પ્રાહિત્યકી ૧૪. સામંતોપનિપાતિકી ૧૫. સ્વસ્તિકી ૧૬. નૈસષ્ટિકી ૧૭. આજ્ઞાપનિકી ૧૮. વૈદારિણી ૧૯. અનવકાંક્ષિકી ૨૦. અનાભોગિકી ૨૧. રાગ પ્રત્યયિકી ૨૨. દ્વેષ પ્રત્યયિકી. આ બધી બે બે ભેદથી કહેવાઈ છે. (૩) મનથી અને વચનથી પણ પચ્ચખાણ થઈ શકે છે.(૪) જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન જીવ મુક્ત થઈ શકે છે. (૫) આરંભ અને પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મને, કે જ્ઞાન-દર્શન–ચારિત્રને, કે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. (૬) જીવ કોઈ પાસે સાંભળીને કે સાંભળ્યા વિના પોતાના ક્ષયોપશમથી ધર્મ આદિને પ્રાપ્ત કરી શકે છે. (૭) નંદી સૂત્ર વર્ણિત પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ અહીં કરવામાં આવેલ છે. (૮) ધર્મ બે પ્રકારના છે યથા– ૧. શ્રત ધર્મ ૨. ચારિત્ર ધર્મ. અથવા– ૧. આગાર ધર્મ ૨. અણગાર ધર્મ.
સંયમ પણ બે પ્રકારના છે – ૧. સરાગ ૨. વીતરાગ. (૯) પાંચ સ્થાવરના પર્યાપ્ત-અપર્યાપ્ત, સૂક્ષ્મ–બાદર, પરિણત-અપરિણત, સ્થાન પ્રાપ્ત અને વાટે વહેતા આદિ બે-બે ભેદ છે. (૧૦) આલોચના, પ્રતિક્રમણ, દીક્ષા, વડી દીક્ષા, સ્વાધ્યાય તેમજ સંથારો (આજીવન અનશન) કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તેમ બેમાંથી કોઈપણ દિશા તરફ મોઢું રાખવું જોઈએ.
બીજો ઉદ્દેશક (૧) જીવ આ ભવમાં કરેલ પાપ કર્મનું ફળ આ ભવમાં પણ ભોગવે છે અને આગળના ભાવમાં પણ ભોગવે છે. (૨) જીવને જે પણ જ્ઞાન થાય, તે સમવહત-અસમવહત બંને અવસ્થામાં રહે છે. (સમોહિયા-અસમોહિયા)સમુદઘાત અવસ્થામાં. (૩) ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ જીવને એક દેશથી પણ થાય છે અને સર્વથી પણ થાય છે. (૪) દેવો બે શરીરવાળા હોય છે. ૧. ભવધારણીય ૨. ઉત્તરવૈક્રિય.
ત્રીજો ઉદ્દેશક (૧) ભાષા(શબ્દ) બે પ્રકારના છે– ૧. અક્ષર સંબદ્ધ ર.નો અક્ષર સંબદ્ધ, નો ભાષા શબ્દ અનેક પ્રકારના છે- તત, વિતત, ઘન, નૃસિર, તાલ, લત્તિકા, ભૂષણ આદિના શબ્દો. (૨) શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે– ૧. પુલોના જોડાવાથી કે ટકરાવાથી ૨. પુદ્ગલોના વિખરાવાથી કે ભેદન થવાથી અર્થાત્ વાંસ, વસ્ત્ર ફાટવાથી કે ફાડવાથી પણ શબ્દ ઉત્પત્તિ થાય છે. (૩) સામાયિક બે પ્રકારની છે– ૧. આગાર સામાયિક ૨. અણગાર સામાયિક. (૪) તદનંતર ક્ષેત્ર, પર્વત, નદી વગેરે અનેક વિષયોનું કથન કરતાં-કરતાં ૬૪ ઇન્દ્રોનું કથન કરવામાં આવેલ છે. (૫) જંબુદ્વીપમાં બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી વગેરે તેમજ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેનું બે–બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે
ચોથો ઉદ્દેશક (૧) સમય, આવલિકા આદિ કાળ, ગ્રામાદિક ક્ષેત્ર, તથા છાયા, અંધકાર વગેરે જીવ સાથે સંબંધ રાખતા હોવાથી જીવ પણ કહી. શકાય છે અને તે અજીવ રૂપ તેમજ પુદ્ગલ રૂપ હોવાથી તેને અજીવ પણ કહી શકાય છે. (૨) આયુષ્ય સમાપ્ત થતી વખતે આત્મપ્રદેશ શરીરના કોઈપણ એક ભાગમાંથી પણ નીકળી શકે છે અને સંપૂર્ણ શરીરમાંથી પણ નીકળી શકે છે. સંસારી જીવોનો આત્મા એકદેશથી નીકળે છે અને મોક્ષે જતી વખતે જ આત્મા આખા શરીરમાંથી એક સાથે નીકળે છે. (૩) કર્મોના ક્ષયથી અથવા ક્ષયોપશમથી એમ બંને પ્રકારથી બોધિ, ચાર જ્ઞાન તેમજ સંયમની પ્રાપ્તિ થાય છે. (૪) ક્રોધ આદિ પાપ સ્વયં માટે કે બીજા માટે પણ કરવામાં આવે છે. (૫) સયોગી-અયોગી, જ્ઞાની–અજ્ઞાની, આહારક–અનાહારક, ભાષક–અભાષક, સશરીરી–અશરીરી વગેરે બે-બે પ્રકારના જીવના ભેદ કહ્યા છે. બાર પ્રકારના આત્મઘાત અર્થાત્ આર્તધ્યાનથી પોતાની જાતે મરવા રૂપી બાળમરણ કહ્યા છે. (૬) આઠે ય કર્મોના બે-બે ભેદ કહ્યા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના દેશ' અને 'સર્વ' એમ બે ભેદ છે. આયુષ્ય કર્મના 'કાયસ્થિતિ' અને 'ભાવસ્થિતિ' રૂપ બે ભેદ છે અને અંતરાય કર્મના ૧. વર્તમાન લાભને નષ્ટ કરનાર અને ૨. ભાવી લાભને રોકનાર, આ પ્રકારે બે ભેદ છે. (૭) બે ચક્રવર્તી સાતમી નરકમાં ગયા- ૧. સુભૂમ ૨. બ્રહ્મદત્ત. (૮) તીર્થકરોના વર્ણ, દેવોની સ્થિતિ તથા પરિવારણાનું કથન કરવામાં આવ્યું છે. (૯) બે તારાવાળા ચાર નક્ષત્ર કહ્યા છે. બે ભાદ્રપદ, બે ફાલ્ગની.