________________
આગમચાર-પૂર્વાર્ધ
200
શયન વિધિ (૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઈરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો પ. ખામેમિ સવૅજીવા ૬. અઢાર પાપાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું. (૨) ઊઠયા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થવું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિક્કાએ પાઠનો કાઉસ્સગ કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું.
પરિશિષ્ટ–૫: ધર્માચરણ– તપના હેત કેવા હોય ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવા જોઇએ.
૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ. ધર્મના આચરણ:- ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. કીર્તન કરવું ૭. વ્રત-પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી. અશુદ્ધ હેતુ – ઈહલોકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ, આપત્તિ–સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે. શુદ્ધ હેતુ :- કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલાં પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે , તે શુદ્ધ હેતુ છે. સાર:- ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઈહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઇએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઇએ. ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદાજ્ઞાની આરાધના અને કર્મ–મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઇએ.
ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઇએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શૃંગાર તેમજ આરંભ-સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકત કરવી તે ભગવદાશજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઇએ.
માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લૌકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર–આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઇએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઇએ.
હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન–ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઇએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ધમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે- દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઇએ.
ઠાણાંગ પ્રાકથન :
આ ત્રીજું અંગ સૂત્ર છે. મૌલિક રૂપે આ ગણધર કૃત સૂત્ર છે. આ સૂત્રમાં એકથી દશની સંખ્યા સંબંધી અનેક વિષયોનો સંગ્રહ છે, તેથી સંખ્યાથી સંબંધિત વિષયો સમયે-સમયે સંપાદિત સંવર્ધિત કરવામાં આવેલ છે. એવું આગમ વગેરેના અનુપ્રેક્ષણથી જણાય છે.
આ ઠાણાંગ સૂત્રમાં ક્યાંક કોઈ અન્ય અપેક્ષાથી અને ક્યાંક કોઈ અપેક્ષા વિના કેવળ સંખ્યાની મુખ્યતાને લઈને વિશિષ્ટ રચના પદ્ધતિ સ્વીકાર કરવામાં આવેલ છે, અર્થાત્ એક જ વિષયમાં જો નવ કે દસ સંખ્યા હોય તો તેને પાંચ છ, સાત, આઠ, નવ, દસની સંખ્યામાં પણ કહેવામાં આવેલ છે. યથા ક્રિયાઓ પચ્ચીસ છે, તેને એક પદ્ધતિથી બીજા ઠાણામાં બે–બેની સંખ્યાથી કહેવામાં આવેલ છે અને ફરી તેને પાંચમાં ઠાણામાં પાંચ-પાંચની સંખ્યાથી કહેવામાં આવેલ છે.
આ પ્રકારે આ સૂત્રમાં સંખ્યાનું આલંબન લઈને અનેક તત્ત્વોનું, આચારોનું, ક્ષેત્રોનું, કથાઓના અંતર્ગત વિષયોનું, ઉમરનું તેમજ અનેક પ્રકીર્ણક વિષયોનું સંકલન છે. નવમાં ઠાણામાં શ્રેણિક મહારાજાના ભાવી બે ભવોનું કથન કરી વિસ્તાર પૂર્વક કથાનક પણ કહેવામાં આવેલ છે.
પ્રથમ ઠાણા(સ્થાન)નો સારાંશ (૧) એક સંખ્યાનો આધાર લઈને અહીં સંગ્રહાયથી કે જાતિવાચક કથનની અપેક્ષાથી અનેક તત્ત્વોને એક સંખ્યામાં કહેવામાં આવેલ છે. (૨) આત્મા, લોક, કર્મ, નવ તત્ત્વ, ષટુ દ્રવ્ય, ૧૮ પાપ અને તેનો ત્યાગ, વેદના, ત્રણ યોગ, પુદ્ગલ, અવસર્પિણી વગેરે