________________
આગમસાર–પૂર્વાર્ધ
202 (૧૦) લોકમાં દ્ધિપ્રદેશ, દ્ધિપ્રદેશાવગાઢ અને ક્રિસમય સ્થિતિક પુદ્ગલ સ્કંધ અનંત છે. અન્ય પણ અનેક તત્ત્વોના બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે.
ત્રીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) જીવ બાહ્ય અથવા આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અથવા વગર પણ વિવિધ ક્રિયારૂપ વિદુર્વણા કરી શકે છે. (૨) દેવ લોકમાં દેવો- ૧. પોતાની દેવી ૨. વિકર્વિત દેવી અને ૩. અન્ય દેવોની દેવી સાથે પરિચારણા કરનાર પણ હોય છે. (૩) તીવ્ર પરિણામોથી હિંસા તેમજ જૂઠનું સેવન કરનાર અલ્પ આયુષ્યનો તેમજ અશુભ દીર્ધાયુનો બંધ કરે છે.
શ્રમણ નિગ્રંથને મોહ અથવા અજ્ઞાનવશ અકલ્પનીય આહાર વહોરાવવાથી ઓછા આયુષ્યનો બંધ પડે છે અને તેમની નિંદા કરવાથી કે ખરાબ બોલવાથી અશુભ લાંબા આયુષ્યનો બંધ પડે છે. આદર સહિત, ભાવ સભર શુદ્ધ આહાર વહોરાવવાથી શુભ દીર્ધાયુનો બંધ પડે છે. (૪) દેવ આકાશમાં વિકુવર્ણા કરે અથવા સંઘર્ષ કરે અથવા તારા વિમાનને અન્યત્ર લઈ જાય તો આકાશમાં તારો તૂટતો હોય તેવું લાગે છે. (૫) દેવો પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરવા માટે ગર્જના, વીજળી વગેરે કરે છે. તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સમયે પણ દેવોનું અંગફુરણ, આવાગમન વગેરે થાય છે, તેમજ લોકમાં પ્રકાશ થાય છે.
તીર્થકરના મોક્ષગમન સમયે, ધર્મ-વિચ્છેદ થવા સમયે તેમજ પૂર્વજ્ઞાન વિચ્છેદ થવા સમયે લોકમાં ભાવ અંધકાર થાય છે. (૬) માતા–પિતાની, ગુરુની, સ્વામી(સંરક્ષક)ની અનુપમ સેવા, સુશ્રુષા કરવા છતાં પણ સંપૂર્ણ ઋણ ઉતરતું નથી. તેમને કેવલી પ્રરપીત ધર્મ પમાડવાથી, કે ધર્મની આરાધના કરવામાં મદદરૂપ થવાથી જ તેમનું ઋણ સારી રીતે ઉતરે છે. (૭) ૧. નિદાન ન કરવાથી ૨. સમજ શુદ્ધ રાખવાથી ૩. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાથી અને ૪. કામ-ક્રોધ વગેરેથી રહિત સમાધિ–વંત બની ચિત્તમાં શાંતિ-સમાધિ રાખવાથી જીવ શીધ્ર સંસાર સાગર તરી જાય છે. (૮-૯) જીવોને ત્રણ પ્રકારની ઉપધિ અને પરિગ્રહ હોય છે– કર્મ, શરીર, ઉપકરણ. (૧૦) ધાન્ય (ઘઉં, બાજરી વગેરે)ની યોનિ ત્રણ વર્ષ બાદ, દ્વિદળ (ચણા–મગ વગેરે)ની યોનિ પાંચ વર્ષ બાદ અને બીજોની યોનિ સાત વર્ષ બાદ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તે અચેત થઈ જાય છે, અને સ્વાભાવિક રૂપથી તે ઉગતા નથી.
નોંધઃ પરંતુ પ્રયોગથી કે અમુક રીતે રાખવાથી ઉગી પણ શકે છે. જેમકે આગમમાં શ્રોતેન્દ્રિયનો વિષય અલ્પ બતાવવામાં આવેલ છે, છતાં પણ પ્રયોગ વડે હજારો માઈલ દૂરથી પણ તે જ ક્ષણે સાંભળી શકાય છે. (તે ભાષા કે શબ્દ નથી પણ નજીકના ઉપકરણનું ધ્વની છે.) (૧૧) જંબુદ્વીપ, સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસ અને સર્વાર્થસિદ્ધ વિમાન ત્રણે ય એક લાખ યોજન પ્રમાણ છે અને એક જ લાઈનમાં આવેલ છે. (૧૨) પ્રથમ નરકનો સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર અને સિદ્ધ શિલા આ ત્રણેય ૪૫ લાખ યોજનાના છે અને એક લાઈનમાં આવેલ છે. (૧૩) કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના સ્વાદ અને ગુણવાળું છે. બાકીના સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી સમાન નથી. (૧૪) લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ કચ્છ ભર્યા છે. (૧૫) માંડલિક રાજા, ચક્રવર્તી રાજા અને મહાઆરંભી, મહાપરિગ્રહી આ ત્રણેય જો ધર્મનું આચરણ(શ્રાવક વ્રત કે સાધુ વ્રત) ન કરે તો નરકમાં જાય છે. (૧૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, અને દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિનું અધ્યયન નિયત સમય પર (રાત્રી અને દિવસની, પ્રથમ અને અંતિમ–ચોથી પોરસીમાં) કરવામાં આવે છે.
બીજો ઉદ્દેશક (૧) જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ લોક અથવા ઊંચા, નીચા, તિરછા એમ ત્રણ-ત્રણ પ્રકારના લોક કહેવામાં આવેલ છે. દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાયટિંશક અને લોકપાલ એમ ચારેયની ત્રણ-ત્રણ પ્રકારની પરિષદ હોય છે. (ર) કોઈપણ સમયે તેમજ કોઈપણ ઉમરમાં જીવ બોધ, સંયમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. યથા– બાલવય, તરુણવય, વૃદ્ધાવસ્થા. (૩) અનેક હેતુઓ, નિમિત્તો અને પરિસ્થિતિઓથી દીક્ષા લેવામાં આવે છે, તેથી તે અનેક પ્રકારની છે. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ હોય તો પણ દીક્ષા લેવામાં આવે છે. (૪) સુમન અને દુશ્મન ને લઈને અનેક વિકલ્પો કહેવામાં આવેલ છે. જેમાં જવું, આવવું, ખાવું, બોલવું, સાંભળવું, જોવું, ઊભા રહેવું, બેસવું, દેવું–લેવું વગેરે તથા મારવું, છેદન-ભેદન, કાપવું વગેરે અનેક ક્રિયાઓથી પણ બે-બે(સુમન-દુર્મન)વિકલ્પ કહ્યા છે (૫) સુવતીનો આ ભવ, પરભવ અને ભવોભવ પ્રશસ્ત થાય છે. (૬) લોકમાં વાયુ, આકાશના આધારથી; જળ, વાયુના આધારથી અને પૃથ્વી જળના આધારથી રહેલ છે; આ લોક સંસ્થિતિ છે. (૭) દિશાઓ ત્રણ છે- ૧. ઉપ૨ ૨. નીચે ૩. તિરછી. ગતિની અપેક્ષાએ ત્રસકાય ત્રણ છે- ૧. તેઉકાય ૨. વાયુકાય ૩. ત્રસકાય. (૮) સમય, પ્રદેશ, પરમાણુ એ ત્રણે ય અધ, અભેદ્ય, અગ્રાહ્ય, અનઈ, અવિભાજિત અને અપ્રદેશ છે. (૯) સમસ્ત પ્રાણીઓને દુઃખનો ભય લાગતો રહે છે. આ દુઃખ પોતાના જ પ્રમાદધન્ય કૃતકર્મોથી ઉત્પન્ન થાય છે અને તે દુઃખનો ક્ષય પોતાના અપ્રમાદથી થઈ શકે છે.