________________
194
આગમસાર–પૂર્વાર્ધ (૨) જે પ્રકારે સુપુત્રીને માતા-પિતા યોગ્ય વર સાથે સ્થાપિત કરે છે, તે પ્રકારે યોગ્ય શિષ્યને, ગુરુ આદિ શ્રેષ્ઠ શ્રુતસમ્પન્નતા વગેરે ગુણોથી પ્રતિષ્ઠિત કરે છે તેમજ ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે. (૩) તેથી ગુરુની આજ્ઞામાં રત રહેનાર મુનિ, સત્યરત, જિતેન્દ્રિય, કષાય મુક્ત, જિનમતમાં નિપુણ બની પૂજ્ય બની જાય છે અને અંતમાં કર્મ રજને પૂર્ણ નષ્ટ કરી મુક્ત બની જાય છે.
* ચોથો ઉદ્દેશક મોક્ષ પ્રાપ્તિ માટે ચાર પ્રકારની સમાધિ મુનિ ધારણ કરે – ૧. વિનય ૨. શ્રત ૩. તપ અને ૪. આચાર. (૧) વિનય– હિતકારી અનુશાસનનો સ્વીકાર કરવો, ગુરુની સુશ્રુષા કરવી અને અભિમાનને સદા અલગ રાખવું. (૨) શ્રત- “શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે. ચિત્ત એકાગ્ર બનશે. તેવું સમજી અધ્યયનમાં લીન રહેવું. શ્રુત સંપન્ન મુનિ પોતાને અને બીજાઓને સંયમમાં, ધર્મમાં સ્થિર રાખી શકે છે. તેથી જ મનિએ હંમેશાં શ્રતનું અધ્યયન કરતા રહેવું જોઇએ. (૩) તપ- આ લોકની કોઈપણ ઇચ્છા ન રાખતા તેમજ પરલોકની પણ ઇચ્છા ન રાખતા, એકાત્ત કર્મ નિર્જરા માટે તપ કરવું. તપથી યશ-કીર્તિની ચાહના પણ ન હોવી જોઇએ. (૪) આચાર– જિનાજ્ઞાને સદા પ્રમુખ રાખતાં, તેમજ ગણગણાટ ન કરતાં મહાવ્રત, બ્રહ્મચર્ય, સંયમ, સમાચારી, પરીષહ સહન આદિનું કેવળ મુક્તિના હેતુથી તેમજ જિનાજ્ઞાની આરાધનાના હેતુથી પાલન કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ અન્ય કોઈ હેતુ–લક્ષ્ય ન હોવું જોઇએ. (૫) આ ચારેય સમાધિથી વિશુદ્ધ આત્મા વિપુલ, હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે અર્થાત્ નરક આદિ ગતિઓના જન્મ-મરણથી સર્વથા મુક્ત બની જાય છે.
દશમો અધ્યયન-સભિક્ષુ.. આ અધ્યયનમાં ભિક્ષુ કોણ હોય છે, તે બતાવતાં અનેક આચારોનો, ગુણોનો નિર્દેશ કરવામાં આવેલ છે. (૧) મુનિ નિત્ય ચિત્તને સંયમ સમાધિમાં રાખે, સ્ત્રીના વશમાં ન થાય, વમન કરેલ વિષયોની ઇચ્છા ન રાખે. (૨) મુનિ ભૂમિ ન ખોદે, ન ખોદાવે. કાચું પાણી ન પીવે, ન પીવાનું કહે, અગ્નિ ન પેટાવે, ન પેટાવવાનું કહે, પંખો કરે નહિ, કરાવે નહિ, લીલોતરીનું છેદન ન કરે, બીજ ને કચડતા ન ચાલે, સચેત ક્યારેય પણ ન ખાય. (૩) અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાનું કારણ જાણી મુનિ પોતાના ઉદ્દેશ્યથી બનેલ આહારને ન ખાય તેમજ પોતે ભોજન પકાવે નહીં અને અન્ય પાસે પકાવરાવે નહીં. (૪) મુનિ છ કાયને આત્મવત્ સમજે, પાંચ મહાવ્રત પૂર્ણ પાળે, પાંચ આશ્રવથી સદા નિવૃત્ત રહે. (૫) મુનિ ચાર કષાયનું સદા વમન(ત્યાગ) કરે, જિનાજ્ઞાનું દઢતાથી પાલન કરે, ગૃહસ્થના કૃત્ય ન કરે.
જપૂર્વક તેમજ ચિંતન યક્ત સમ્યકત્વ, જ્ઞાન, તપ અને સંયમને ધારણ કરી મન, વચન અને કાયાથી સસંવત બને. (૭) મુનિ મળેલ આહાર પરસ્પર વહેંચીને ખાય, તેનો સંગ્રહ ન કરે.(૮) મુનિ ક્લેશ-કદાગ્રહથી દૂર રહે. (૯) મુનિ અનેક કઠણ તપસ્યાઓ અને ભયાનક પ્રતિમાઓને ધારણ કરે અને શરીરની આકાંક્ષા–મમત્વ છોડી દે. (૧૦) મુનિ આક્રોશ, પ્રહાર, તર્જનાઓને સહન કરી સુખ, દુઃખમાં સમાન રહે. સહનશીલતામાં પૃથ્વી સમાન બને. (૧૧) મુનિ જન્મમરણના મહાન ભયને જાણી તેનાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવા શ્રમણ્યમાં તથા તપમાં લીન રહે. (૧૨) મુનિ હાથ, પગ, કાયા, ઇન્દ્રિયોને પૂણે સંયમમાં રાખે તેમજ પોતાના સૂત્રાથે જ્ઞાનની વૃદ્ધિ કરે. (૧૩) મુનિ ઉપકરણો પર મૂછભાવ-મોહભાવ ન રાખે, શરીરનું મમત્વ છોડી અજ્ઞાત ભિક્ષા લે, અલ્પ તેમજ સામાન્ય આહાર કરે, જય-વિક્રયથી કે સંગ્રહથી દૂર રહે, તેમજ ગૃહસ્થ-સંસર્ગ, આસક્તિથી પણ મુક્ત રહે. (૧૪) મુનિ લોલુપી અને સમૃદ્ધ ન બને, દોષોનું સેવન ન કરે અને ઋદ્ધિ, સત્કાર, પૂજા ઇચ્છે નહિ. (૧૫) મુનિ બીજાને 'આ કુશીલ છે, વગેરે ન કહે અને એવું પણ ન કહે જેનાથી બીજાને ગુસ્સો આવે. પ્રત્યેક વ્યક્તિના પુણ્ય, પાપ, પુરુષાર્થ ભિન્ન-ભિન્ન હોય છે તેવું ચિંતન કરી સમભાવ, મધ્યસ્થ ભાવ, કરુણા ભાવ રાખે, પરનિંદા તેમજ સ્વ પ્રશંસા ન કરે. (૧૬) મુનિએ પોતાની જાતિ, રૂપ, લાભ, જ્ઞાન વગેરે બધા જ પ્રકારના મદનો ત્યાગ કરવો તેમજ ધર્મ ધ્યાનમાં સદા લીન રહેવું. (૧૭) મુનિએ સંયમ ધારણ કરી કુશીલતાનો ત્યાગ કરવો, પોતે સંયમ ધર્મમાં લીન રહેવું, બીજાને સ્થિર કરવા, હાસ્ય, કુતૂહલનો ત્યાગ કરવો. (૧૮) આ પ્રકારે મુનિ નિત્ય આત્મ હિતમાં સ્થિર થઈ, અનિત્ય અને અપવિત્ર દેહની દેહ આધીનતા છોડી દેહાતીત બની, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે.
પ્રથમ ચૂલિકાનો સારાંશ આચાર તેમજ વિનય સંબંધી વિષયનાં વર્ણનને દશ અધ્યયનમાં કહ્યા બાદ બાકીના વિષયને બે ચૂલિકા દ્વારા કહેવામાં આવ્યા છે. (૧) સંયમથી ચિત્ત ચલિત થઈ જાય અર્થાત્ કષ્ટો સહેવામાં કે બ્રહ્મચર્ય પાલનમાં ચિત્ત થાકી જાય અને ફરી ગૃહસ્થ જીવન સ્વીકાર કરવાનો વિચાર ઉત્પન્ન થઈ જાય તો તે વિચારોને નિયંત્રિત કરવા માટે કે અંકુશમાં રાખવા માટે “રતિ વાક્ય’ નામની પ્રથમ ચૂલિકા છે. તેમાં સંયમના પ્રતિ રતિ-રુચિ ઉત્પન્ન કરનાર વાક્ય-ઉપદેશ વાક્ય કહેવામાં આવેલ છે. (૨) શ્રમણનું સંયમમાં તો ચિત્ત હોય, પરંતુ તેને સામુહિક જીવનમાં શાંતિ- સમાધિ તથા સંયમ આરાધનામાં સંતોષ ન હોય અને અન્ય કોઈ યોગ્ય સમાધિકારક સાથી ન મળે તો એકલા જ વિચરણ કરી આરાધના કરવી. તેના સ્પષ્ટીકરણ માટે “વિવિક્ત ચર્યા' નામની બીજી ચૂલિકા છે. “વિવિક્ત ચર્યા” એ “એકલ વિહાર ચર્યા’નો જ પર્યાયવાચી શબ્દ છે.