________________
jainology
193
આગમસાર
(૨૨) નિદ્રાને બહુ આદર ન આપવો, હાસ્યનો તેમજ પરસ્પર વાતો કરવાનો ત્યાગ કરવો અને સદા સ્વાધ્યાયમાં લીન રહેવું જોઇએ. (૨૩) મુનિએ આળસ છોડી સંયમ, તપ, સ્વાધ્યાયમાં વૃદ્ધિ કરવી. (૨૪) કાયાથી, આસનથી તેમજ વચનથી ગુરુનો પૂર્ણ વિનય કરવો. (૨૫) જે ભાષાને બોલવાથી કોઈને અપ્રીતિ થાય, ગુસ્સો આવે એવું ન બોલવું. (૨૬) ગંભીરતાથી વિચાર કરીને અસંદિગ્ધ ભાષા બોલવી. (૨૭) વિદ્વાન, બહુશ્રુત આદિની પણ કયારેય ભાષામાં અલના–ભૂલ થઈ જાય તો તેમનો ઉપહાસ કરવો નહીં. (૨૮) મુનિ સ્વપ્ન ફળ, નિમિત્ત, ઔષધ, ભેષજ ગૃહસ્થને ન બતાવે. (૨૯) મુનિએ ગૃહસ્થ માટે બનાવેલ, સ્ત્રી, પશુ આદિથી રહિત અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિ,આગળથી પુછી-અવલોકી અને પછી જ કોઈ સ્થાનમાં રહેવું. ગૃહસ્થોનો સંપર્કપરિચય ન વધારવો. (૩૦) મરઘીના બચ્ચાને સદાય બિલાડીનો ડર રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારી મુનિને સ્ત્રી શરીરથી સદા જોખમ રહે છે, તેથી સ્ત્રી, સહનિવાસ ન કરવો, તેમના રૂપ કે ચિત્ર ન જોવા; દષ્ટિ પડતાં જ તેને ફેરવી લેવી; જેવી રીતે સૂર્ય પર ગયેલ દષ્ટિ તરત હટી જાય છે (૩૧) અતિ વૃદ્ધ જર્જરિત દેહવાળી સ્ત્રી હોય તો પણ સહનિવાસ ન કરવો. (૩૨) બ્રહ્મચારી ભિક્ષુ માટે ત્રણ પ્રવૃત્તિઓ તાલપુટ વિષ સમાન છે– ૧. વિભૂષા- શૃંગાર ૨. સ્ત્રી-સંસર્ગ ૩. પૌષ્ટિક ભોજન. (૩૩) સુંદર રૂપ પણ પુદ્ગલ પરિણમન છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, તેવું જાણી મુનિ તેમાં અનાસક્ત રહે. (૩૪) જે ભાવનાથી, લક્ષ્યથી, વૈરાગ્યથી ઘર છોડી સંયમ ગ્રહણ કરેલ, તે લક્ષ્યને કાયમ રાખવું જોઇએ. અન્ય લક્ષ્યોને સ્થાન ન દેતા તેનાથી મુક્ત રહેવું જોઈએ.
સંયમ ગ્રહણનું લક્ષ્ય હોય છે– સ્વ આત્મ કલ્યાણ કરવું, શરીરનું મમત્વ ન રાખતાં ૨૨ પરીષહ જીતવા, સમભાવ રાખવો અને સંપૂર્ણ ઇચ્છાઓને, જીવનને જિન આજ્ઞામાં સમર્પિત કરી દેવો, તેમજ સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, સદા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવૃત્યમાં લીન રહેવું. સાથે જ પોતાની ક્ષમતા તેમજ ચિત્ત સમાધિનો ખ્યાલ રાખવો, સર્વત્ર જરૂરી સમજવું જોઇએ. (૩૫) સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં લીન રહેનાર તેમજ વિશુદ્ધ ભાવથી તપમાં પુરુષાર્થ કરનાર, કષ્ટ સહિષ્ણુ, જિતેન્દ્રિય મુનિ રાગદ્વેષ અને પરિગ્રહથી મુક્ત થઈ જાય છે.
નવમો અધ્યયન–વિનય સમાધિ. : પ્રથમ ઉદ્દેશક (૧) ગુરુ, રત્નાધિક ભિક્ષુ અલ્પવય, અલ્પબુદ્ધિવાળા હોય તો પણ તેમનો પૂર્ણ વિનય કરવો જોઈએ. તેમની કયારેય હીલના(આશાતના) ન કરવી જોઇએ. (૨) ગુરુ આદિની આશાતના સ્વયં ને જ અહિત કરનારી છે. (૩) અગ્નિ પર ચાલવું, આશીવિષ સર્પને છંછેડવો, જીવવાની ઇચ્છાથી વિષ ખાવું, પર્વતને મસ્તકથી તોડવાનો પ્રયત્ન કરવો, સૂતેલા સિંહને જગાડવો, તલવારની ધાર પર હાથથી પ્રહાર કરવો, વગેરે જેમ દુઃખકારી અને મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓ છે તેમજ ગુરુ આદિની આશાતના, હીલના કરવી તે પણ સ્વયંના દુઃખોની એટલે સંસારની વૃદ્ધિ કરવા સમાન છે. તેથી મોક્ષના અભિલાષી મુનિએ સદા ગુરુ આદિના ચિત્તની આરાધના કરતાં થકા રહેવું જોઇએ. (૪) અગ્નિહોત્રી(હવન કરનાર) જીવન પર્યંત, તેમજ વિદ્વાન થઈ જવા છતાં પણ અગ્નિનું સન્માન–બહુમાન રાખે છે, તે પ્રકારે મુનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પણ ગુરુ આદિનાં વિનય, બહુમાન કરતાં રહે છે.
બીજો ઉદ્દેશક (૧) વૃક્ષના મૂળમાંથી જ સ્કંધાદિ ફળ પર્યન્ત વૃદ્ધિ થાય છે, તે પ્રકારે ધર્મમાં વિનય મૂળની સુરક્ષા તેમજ વૃદ્ધિથી મોક્ષ-ફળ પર્યા બધાં જ ગુણોની ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ આ જિનશાસન વિનયમૂળ ધર્મવાળું છે. વિનયથી યુક્ત મુનિને જ કીર્તિ, શ્લાઘા, મૃત. આદિ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. (૨) અવિનીત, અભિમાની, બોલવામાં ફૂવડ, માયાવી વ્યક્તિ, પાણીના તીવ્ર પ્રવાહમાં પડેલ લાકડાની જેમ દુઃખમય સંસારમાં ગોથા ખાતા રહે છે. (૩) સંસારમાં પણ અવિનીત વિદ્યાર્થી અધ્યાપકોનો માર ખાય છે, અવિનીત હાથી-ઘોડા પણ મારપીટથી વશમાં કરવામાં આવે છે (૪) દેવ બનનારમાં પણ અવિનીતોની હીન દશા થાય છે અર્થાત્ તેને પણ કિલ્વિષિક આદિની પ્રાપ્તિ થાય છે. (૫) ૭૨ કળા શીખનાર વિદ્યાર્થી અનેક કષ્ટ સહન કરીને પણ સ્થિર બુદ્ધિથી અભ્યાસ કરે છે અને ત્યારે જ તે પારંગત થાય છે. (૬) તેથી મોક્ષાર્થી મનિ આચાર્ય–ઉપાધ્યાયના અનુશાસનથી કયારેય પણ સંત્રસ્ત ન બને, તો જ તેને અક્ષય સુખ–નિધી પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. (૭) ધન મેળવવા માટે– ફક્ત એક ભવના સુખના લક્ષ્યવાળા પણ કેટલા સહનશીલ બને છે? જ્યારે મુનિએ તો અનંત ભવભ્રમણ મિટાવી પરમસુખી બનવા માટે પૃથ્વી સમાન મહાન સહનશીલ બની સંયમ આરાધના કરવી જોઇએ. (૮) આચાર્ય આદિ પ્રત્યે કયારેય પણ ખિન્ન બનવું નહિ. પરંતુ દરેક પ્રકારે વિનય ભક્તિ સુશ્રુષાથી ચિત્તની આરાધના કરવી. તેમના ઇશારા અને સંકેત માત્રને સમજી, નિર્દેશ અનુસાર પ્રવૃત્તિ કરવી. વિનયીનું જ્ઞાન પાણીથી સિંચેલા વૃક્ષની જેમ પ્રતિદીન વધે છે. (૯) અવિનીતની તેમજ અવગુણોને ધારણ કરનારની મુક્તિ થતી નથી.(૧૦) વિનયથી સંપન્ન શિષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે.
ત્રીજો ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં પૂજ્ય કોણ હોય છે, તે બતાવવા ભિક્ષુના અનેક ગુણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વિષય છે– ૧. વિનય ૨. શુદ્ધ અજ્ઞાત ભિક્ષા ૩. અલ્પ ઇચ્છા ૪. વચનરૂપી બાણોને, પોતાનો મુનિ ધર્મ સમજી સહન કરવા. ૫. ભાષા વિવેક ૬. નિંદાનો અથવા વિરોધ ભાવનો ત્યાગ ૭. લોલુપતા રહિત થવું ૮. મંત્ર-તંત્ર, નિમિત્ત, કુતૂહલથી દૂર રહેવું વગેરે.