________________
192
આગમસાર-પૂર્વાર્ધ (૧૪) લોકમાં ઘણા વેશધારી સાધુ હોય છે, હિંસાના પ્રેરક, માયાવી, ભગવાનની આજ્ઞાના ચોર, રસના આસક્ત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિમાં અનુપયુક્ત હોય છે, છકાય જીવોની યતનામાં લક્ષ્યહીન હોય છે, તેવા અસાધુનકુસાધુ)ને સાધુ ન કહેવા. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપથી સંપન હોય અને ઉપરોક્ત અવગુણોથી રહિત હોય તેવા સાધુઓ ને જ સાધુ કહેવા. (૧૫) કોઈના જય અથવા પરાજયની ભવિષ્યસૂચક ભાષા ન બોલવી. (૧૬) વરસાદ, ઠંડી, ગરમી, દુષ્કાળ, સુકાળ વગેરે કુદરતી રચનાઓના સંબંધમાં તેના થવા કે ન થવા સંબંધી કોઈ ભાષા ન બોલવી જોઇએ, એવી ભાષા નિરર્થક છે, કારણ કે પ્રકૃતિ કોઈ મનુષ્યના વશમાં નથી. (૧૭) “આ તો રાજા છે', “આ તો દેવ છે' એવી અતિશયોક્તિની ભાષા ન બોલવી. રિદ્ધિમાન, ઐશ્વર્યવાન, સંપત્તિશાળી વગેરે કહી. શકાય છે. (૧૮) સાવધ કાર્યો(આરંભ-સમારંભ)ની પ્રેરક અથવા પ્રશંસક ભાષા ન બોલવી. નિશ્ચયકારી, પર–પીડાકારી, ક્રોધ, માન, માયા, લોભ અને ભયને વશ થઈ ન બોલવું તેમજ હાંસી–મજાકમાં ન બોલવું. (૧૯) આ પ્રકારે ભાષાનાં ગુણ દોષો, વિધિ–નિષેધોને જાણીને વિચારપૂર્વક ભાષા પ્રયોગ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, કષાયોથી રહિત તેમજ કોઈ પણ પ્રતિબંધથી કે કોઈના આશ્રયથી રહિત મુનિ કર્મોનો ક્ષય કરીને આરાધક બને છે.
આઠમો અધ્યયન-આચાર પ્રણધિ. (૧) આચારના ભંડાર સ્વરૂપ સંયમ–તપને પ્રાપ્ત કરી, મુનિએ સદા તેની સર્વોત્કૃષ્ટ આરાધનામાં લીન રહેવું જોઇએ. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, લીલાઘાસ અને વૃક્ષમાં પણ જીવ છે અને નાના-નાના ત્રણ પ્રાણી છે તેનામાં મનુષ્ય સમાન જ જીવ છે. મન, વચન, કાયાએ કરી હંમેશા તે જીવોની સાથે અહિંસક તેમજ સાવધાની યુક્ત વ્યવહાર હોવો જોઇએ. કોઈપણ લક્ષ્યથી અર્થાત્ ૧. જીવન-નિર્વાહ માટે ૨. યશ-કીર્તિ માટે ૩. આપત્તિમાં અથવા ૪. ધર્મ સમજીને જન્મ-મરણથી મુક્ત થવાના લક્ષ્યથી પણ મુનિએ તે સ્થાવર અને ત્રસ જીવોની હિંસા ન કરવી જોઇએ અને ન તો તેવા હિંસાજનક કાર્યોની પ્રેરણા કે અનુમોદના આપવી જોઇએ. (૩) સચેત પૃથ્વી અથવા સચેત રજ યુક્ત આસન વગેરે પર ન બેસવું તથા પથ્થર, સચેત પૃથ્વીના છેદન–ભેદન કે તેને ખોતરવી (કોતરવી) વગેરે કૃત્યો ન કરવા, ન કરાવવા. (૪) કાચું પાણી ન પીવું, ન તેનો સ્પર્શ કરવો, વરસાદ આદિથી ક્યારેક શરીર ભીંજાઈ જાય તો તેને લૂછવું નહિ, સ્પર્શ ન કરવો, પોતાની જાતે સુકાઈ જાય ત્યાં સુધી સ્થિરકાય ઉભા રહેવું. (૫) અગ્નિનો કે અગ્નિથી ચાલતા સાધનો જેવા કે મોબાઇલ,કાંડા ઘડીયાલ વગેરેનો સ્પર્શ ન કરવો તથા અગ્નિને પેટાવવો, બુજાવવો ,અગ્નિના સાધનો ચાલુ કરવા, વગેરે ન કરવું. (૬) પંખા, ફૂંક આદિથી હવા ન નાખવી. (૭) વનસ્પતિનું છેદન–ભેદન ન કરવું, ન કરાવવું, તેમજ લીલા ઘાસ, ફૂલ આદિ ઉપર ઉભા ન રહેવું તેમજ ચાલવું–બેસવું વગેરે પ્રવૃતિ ન કરવી.(૮) ત્રસ જીવોની મન, વચન અને કાયાથી હિંસા ન કરવી. (૯) આઠ સૂક્ષ્મ (સજીવ) હોય છે, તેની રક્ષામાં અને યતનામાં અત્યંત સાવધાની રાખવી. તે આઠ સૂમ આ મુજબ છે– ૧. જાકળ, ધુમ્મસ, બરફ, કરા આદિ જલ(સ્નેહકાઇયા) સૂક્ષ્મ છે (નોંધઃ રણપ્રદેશમાં જયાં વરસાદ નથી પડતો ત્યાં પણ વનસ્પિતિ હોય છે, તેમને આ સ્નેહકાયનો પાણી તરીકે ઉપયોગ થાય છે.) ૨. વડ, ઉબરના ફૂલ આદિ ફૂલ સૂક્ષ્મ છે. ૩. તેવી ભૂમિના જ રંગના કે પારદર્શક કંથવા આદિ, પુસ્તકોના સૂક્ષ્મજીવ તથા મચ્છર, લીખ, જૂ, મકોડા આદિ “પ્રાણ સૂક્ષ્મ’ ૪. કીડીઓના દર ૫. પાંચ પ્રકારની લીલ-ફૂગ ૬. વડ આદિના બીજ “બીજ સૂક્ષ્મ’ ૭. નાના-નાના અંકુર હરિતકાય સૂક્ષ્મ’ ૮. માખી, કીડી, ગરોળી, કંસારી આદિના ઈંડા “અંડ સૂક્ષ્મ છે તેથી મુનિ વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, ગમન ભૂમિ, પરિષ્ઠાપન ભૂમિને એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જુએ અને જીવોની યતના કરે (૧૦) ગોચરી માટે ગયેલ સાધુ ત્યાં યતનાથી ઉભા રહે તેમજ પરિમિત ભાષા બોલે તથા દષ્ટિને કેન્દ્રિત રાખે, ત્યાં અનેક જોયેલી, સાંભળેલી અને અનુભવ કરેલી વાતોને ગંભીરતાથી હૃદયમાં ધારણ કરે. પણ જેને–તેને કે કોઈને કહે નહીં. (૧૧) કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના કોના ઘરેથી શું મળ્યું કે શું ન મળ્યું ખરાબ મળ્યું કે સારું મળ્યું; ઇત્યાદિ ગૃહસ્થોને ન કહેવું. (૧૨) ભિક્ષુ અનાસક્ત ભાવે અજ્ઞાત ઘરોમાં(મતલબ કે જે ઘરમાં સાધુના આવવાની તૈયારી કે જાણ ન હોય, એવા ઘરોમાં) નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, પરંતુ સાધુના નિમિતે બનાવેલ, ખરીદેલ કે લાવેલ સદોષ આહારને ગ્રહણ ન કરે (૧૩) ભિક્ષુ સંતોષી તેમજ અલ્પ ઇચ્છાવાળો હોય તેમજ જેવા આહાર, શય્યા વગેરે મળે તેમાં જ નિર્વાહ કરનાર તેમજ સંતોષ રાખી પ્રસન્ન રહેનાર બને. (૧૪) કષ્ટ-પરીષહ તેમજ મનોજ્ઞ–અમનોજ્ઞ, ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થાય ત્યારે અદીન–ભાવે સહન કરે. (૧૫) (દેહ દુઃખ મહાફલ) શારીરિક કષ્ટોને સમ્યક પ્રકારે સહન કરવા, તે મોક્ષ રૂપી મહાન ફળને દેનાર છે. (૧૬) મુનિ ઇચ્છા કે જરૂરિયાતથી અલ્પ મળે ત્યારે ક્રોધ કેનિન્દા ન કરે (૧૭) મુનિ આત્મપ્રશંસા(ઉત્કર્ષ) તેમજ પર નિંદા(તિરસ્કાર) કયારેય ન કરે. જ્ઞાનનું અભિમાન ન કરે. સૂત્રકૃતાંગ સૂત્ર અધ્યયન-રમાં કોઈનો પરાભવ – નિંદા-તિરસ્કાર(અપમાન) કરનારને મહાન સંસારમાં પર્યટન કરનાર કહેલ છે. (૧૮) પોતાની યોગ્યતા, ક્ષમતા, સ્વાથ્યનો વિચાર કરી સંયમ પાલન કરતા મુનિને તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ યોગોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, પરંતુ પ્રમાદ ન કરવો જોઇએ (૧૯) વૃદ્ધાવસ્થા, રોગ અને ઇન્દ્રિયોથી અશક્ત થયા પહેલાં જ સંયમમાં પરાક્રમ કરી લેવું જોઈએ. (૨૦) ક્રોધ પ્રીતિનો, માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. તેથી તે સર્વેના પ્રતિપક્ષી ઉપશમ, મૃદુતા, સરળતા અને સંતોષને ધારણ કરી કષાય વિજેતા બનવું જોઇએ. ખરેખર કષાય જ પુનર્જન્મના મૂળને સિંચનાર અવગુણ છે. (૨૧) રત્નાધિક ભિક્ષુઓની વિનય-ભક્તિ કરવી, તેમાં પણ સંયમ મર્યાદાનું અર્થાત્ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કયારેય ન કરવું