________________
jainology
191
આગમસાર
શરીરમાં પણ મમત્વભાવ ન રાખવો. મમત્વ, મૂછ જો હોય તો શરીર તેમજ ઉપકરણને પણ પરિગ્રહ ગણવામાં આવે છે. ગાથા ૨૧ માં કહ્યું છે કે મીઠું, તેલ, ઘી, ગોળ વગેરે ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરનાર ગૃહસ્થ છે, સાધુ નથી. (૬) અનેક સૂક્ષ્મ, ત્રસ તેમજ સ્થાવર પ્રાણી રાત્રે દેખાતા નથી. એષણા સમિતિ તેમજ ઇરિયા સમિતિનું પાલન પણ રાત્રે થઈ શકતું નથી. તેથી મુનિ રાત્રે સંપૂર્ણ આહારનો ત્યાગ કરે છે. (૭–૧૨) પૃથ્વી આદિ છ કાય જીવોનું મુનિ મન, વચન, કાયાથી સંરક્ષણ કરે છે. (૧૩) અકલ્પનીય- જે પોતાના નિમિત્તથી બનેલ, ખરીદેલ, અન્ય ઓરડાથી કે નહીં દેખાતા સ્થાનથી સામે લાવેલ આહાર ગ્રહણ કરે છે, નિત્ય નિમંત્રણ સ્વીકારીને મનોજ્ઞ અને સદોષ આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણીવધનું અનુમોદન કરે છે, તેથી તેવું કરનાર તીર્થકર ભગવાનની આજ્ઞામાં નથી. (૧૪) ગૃહી ભાજન- મુનિએ ગૃહસ્થના થાળી, વાટકા,ગ્લાસ, ત્રાંસ,મટકા,બાદી)વગેરેમાં આહાર- પાણી વાપરવા નહીં, કારણ કે પછી ગૃહસ્થ તે વાસણોને ધોવા માટે સચેત પાણીની વિરાધના કરે કે તે ધોયેલા પાણીને ગટર આદિમાં ફેકે અથવા તે ફેકેલ પાણી ક્યાંક ભેગું થવાથી તેમાં ત્રસ જીવ પડીને મરે છે. (૧૫) પલંગ, ખાટ, મુઢા(વણાટ વાળી ખુરશી) વગેરે દુષ્પતિલેખ શય્યા આસનોને ઉપયોગમાં ન લેવાં. (સુપ્રતિલેખ્ય કાષ્ટના ઉપકરણો માટે આ નિયમ લાગુ પડતો નથી.) (૧૬) ગોચરી માટે ગયેલ ભિક્ષુ ક્યાંય પણ ગૃહસ્થના ઘેર ન બેસે. ત્યાં બેસવાથી– બ્રહ્મચર્યમાં વિપત્તિ, પ્રાણી વધ અને અન્ય ભિક્ષાજીવિકોના અંતરાયરૂપ તેમજ ઘરના માલિકના ક્રોધનું નિમિત્ત બને છે, મતલબ કે એવા સ્થાનનો મુનિ સર્વથા ત્યાગ કરે. વૃદ્ધ, રોગી, તપસ્વી આ ત્રણે ગોચરીમાં ગૃહસ્થના ઘેર શરીરના કરણે થોડો સમય બેસી શકે છે. (૧૭) રોગી હોય કે સ્વસ્થ, સ્નાન કરવું કોઈપણ સાધુને કલ્પતું નથી. એવું કરવાથી તે આચારથી ભ્રષ્ટ બને છે. તેમનો સંયમ શિથિલ બની જાય છે. તેથી ભિક્ષુ ઠંડા કે ગરમ પાણીથી ક્યારેય પણ સ્નાન કરતા નથી. (૧૮) ઉબટન, માલિસ આદિ કરવું તેમજ શરીર કે વસ્ત્રોને સુસજ્જિત–વિભૂષિત કરવા, એ કાર્યો ભિક્ષને કહ્યું નહિ. અલ્પવસ્ત્રી, મુંડ, દીર્ઘ રોમ અને નખવાળા બ્રહ્મચારી ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન હોય? બ્રહ્મચર્ય વ્રતના પાલન માટે વિભૂષાવૃતિનો ત્યાગ આવશ્યક અને અનિવાર્ય છે. વિભૂષાવૃત્તિથી અથવા તેના સંકલ્પ માત્રથી ભિક્ષુને ચીકણા કર્મનો બંધ થાય છે. કારણ કે તેના માટે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. વિભૂષાવૃત્તિથી જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી છ કાય જીવના રક્ષક મુનિ વિભૂષા વૃત્તિનું સેવન કરતા નથી.
મોહ રહિત તત્ત્વવેત્તા મુનિ તપ, સંયમ તેમજ ક્ષમા, નિલભતા, સરળતા આદિ દશ યતિ ધર્મોમાં તલ્લીન બની જાય છે. તે નવા કર્મબંધ કરતાં નથી તેમજ પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે.
તે નિર્મમત્વી, ઉપશાંત, નિષ્પરિગ્રહી, યશસ્વી મુનિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક દેવ બને છે. અઢાર બોલ અખંડ પાળવાનાં: પાંચ મહાવ્રત, રાત્રિભોજન ત્યાગ, છ કાય જીવોની દયા, (૧૨) આ બાર થયા. આધાકર્મિ આહાર, ગૃહિના ભાજન, દુષપ્રતિલેખ્ય આસન, ગૃહસ્થના ઘેર બેસવું નહિં, સ્નાન ન કરવું અને વિભુષાવૃતિનો ત્યાગ. બીજા આ છ ત્યાજય.
સાતમો અધ્યયન–વાય શુધ્ધિ. (૧) આ અધ્યયનમાં ભાષા સંબંધી વિવેક શીખવતાં સૂક્ષ્મતમ સત્યનું નિરૂપણ કરવામાં આવેલ છે. (૨) વેશ માત્ર જોઈને કોઈ સ્ત્રીને પુરુષ' કહે, તો પણ તેને અસત્ય ભાષણના પાપ કર્મનો બંધ થાય છે. તેથી મુનિએ સાવધાનીપૂર્વક સત્ય ભાષણ કરવું જોઇએ. (૩) જઈશું, ખાઈશું, કરીશું, બોલીશું, એવા ભવિષ્યકાળ સંબંધી નિશ્ચયાત્મક પ્રયોગ ભિક્ષુ ન કરે, પરંતુ જવાનો વિચાર છે, વિહાર કરવાનો ભાવ છે ઇત્યાદિ એ રીતે બોલવું જોઇએ.
વર પ્રાણીનો વિનાશ થાય તેવી ભાષા ન બોલવી જોઈએ. (૫) કાણાને કાણો, આંધળાને આંધળો, રોગીને રોગી ઇત્યાદિ કોઈને પીડાકારી ભાષા ન બોલવી જોઈએ. તેમજ મુનિએ દુષ્ટ, મૂર્ખ, કપટી, બદમાસ, લંપટ, કૂતરો વગેરે કઠોર ભાષા બોલવી ન જોઇએ. (૬) મા, દાદી, ભાભી, માસી, ફુઈ, દાસી, સ્વામિની અથવા પિતા, દાદા, મામા, માસા, ફુઆ, દાસ, સ્વામી વગેરે ગૃહસ્થ વચન ન બોલવા પરંતુ તેના નામ આદિથી કે બહેન, ભાઈ, બાઈ જેવા યથાયોગ્ય સંબોધનથી બોલાવવા જોઈએ. (૭) મનુષ્ય, પશુ-પક્ષીના વિષયમાં 'આ જાડા તાજા છે, ખાવા પકાવવા યોગ્ય છે' વગેરે ન બોલવું જોઈએ. (૮) આ વૃક્ષ, મકાનના લાકડા માટે યોગ્ય છે, તેવું ન બોલવું. આ જ રીતે ફળ, ધાન્ય, વનસ્પતિના સંબંધમાં ખાવા-પકાવવા યોગ્ય છે તથા નદીના વિષયમાં આ તરવા યોગ્ય છે, તેનું પાણી પીવા યોગ્ય છે વગેરે ઇત્યાદિ સાવધ ભાષા ન બોલવી. (૯) શુદ્ધ પ્રાપ્ત આહાર માટે પણ આ સારૂ બનાવ્યું છે, સારૂ પકાવ્યું છે, વગેરે ભાષા ન બોલવી. (૧૦) આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, દુનિયામાં આવું અન્ય ક્યાંય નથી, એમાં અગણિત અસંખ્ય ગુણ છે અથવા આ વસ્તુ ખરાબ છે વગેરે ન બોલવું જોઈએ. (૧૧) “બધું જ શબ્દનો પ્રયોગ મુનિએ ન કરવો, જેમ કે બધું જ કહી દઈશ”, “બધું જ કરી લઈશ”, “બધું જ ખાઈશ” વગેરે. (૧૨) ખરીદવા–વેચવાની પ્રેરણા અથવા નિષેધ સૂચક ભાષા ન બોલવી. (૧૩) ગૃહસ્થને આવો, બેસો, જાવ, કરો, ખાઓ વગેરે આદેશ વાક્ય ન કહેવા.