________________
177
jainology
આગમસાર જવાબ:- રાયપાસેણીય સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, આદિના વંદન પ્રકરણોના આગમ પાઠ જ કહેવાયેલા વંદન જ્ઞાનના મુખ્ય આધાર છે. તેના હેતુ આધારથી આ સમાધાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન:- રાઈ અને દેવસિય પ્રતિક્રમણનો સમય ક્યો છે? જવાબ:- પ્રતિક્રમણ કરવાનો સમય ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન થી સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય પહેલાં કરવાનું સ્પષ્ટ થાય છે. સૂર્યાસ્ત સમયે દેવસિય પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાઈય પ્રતિક્રમણ કરવું જોઇએ.
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬માં સૂર્યાસ્ત સમયે થંડિલભૂમિ પડિલેહણનું કાર્ય બતાવવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સૂર્યાસ્તના સમય સુધી ચાલવું વિહાર કરવો વગેરે બતાવવામાં આવ્યું છે. બૃહતુકલ્પ સૂત્રમાં સૂર્યાસ્ત પૂર્વ સમય સુધી ખાતાં પીતાં સાધુની પણ આરાધના બતાવવામાં આવી છે.
પ્રાતઃ સૂર્યોદયની પછીના સમયમાં આગમમાં પ્રતિલેખન, વિહાર એવં આહારનું કથન છે. એટલે સૂર્યોદયની પહેલાં જ પ્રતિક્રમણનો કાળ માનવો બરાબર છે. આવી રીતે આગમ સંમત તત્ત્વ એ છે કે સૂર્યાસ્ત સમયે દેવસિક પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાત્રિક પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણ ૪૮ મીનિટમાં થવું જોઈએ? જવાબ:- આગમોમાં એવા કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ નથી. છતાં પણ એકરૂપતા એવં વ્યવસ્થિતતાની દૃષ્ટિથી એવું કહેવાય છે કે ૪૮ મીનિટ અથવા એક કલાકમાં પ્રતિક્રમણ થઈ જવું જોઇએ. વાસ્તવમાં નવી જૂની શીખેલ વ્યક્તિ અથવા અભ્યસ્ત, અનભ્યસ્ત વ્યક્તિની અપેક્ષા હીનાધિક સમય થાય તે સ્વભાવિક છે.
વિશેષ પરિસ્થિતિમાં અને નવા શીખેલા સાધકને ઉક્ત સમયથી અધિક સમય પણ લાગી શકે છે અર્થાત્ કોઈને કલાક, દોઢ કલાક સુધી પણ લાગી શકે છે અને કોઈને ૨૦-૨૫ મીનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે.
લાલ દિશા સંબંધી (સંધિકાળ) ચૂપકકાળ અસ્વાધ્યાય કાળ પણ ક્યારેક ૩૦, ૪૦, ૫૦ મીનિટ એવું ક્યારેક કલાકથી પણ વધારે સમયનો હોઈ શકે છે.
સાર તત્ત્વ એ છે કે પ્રતિક્રમણ પ્રમાદ રહિત થઈને કરવું, પરસ્પર વાતો ન કરવી. છતાં કોઈને પ૦ મીનિટ અથવા કલાક પણ લાગી જાય, તોપણ કાંઈ આગમ વિરુદ્ધ થતું નથી.
વાસ્તવમાં જે મૂળ આગમકાલીન પ્રતિક્રમણ છે, તે તો અત્યંત નાનું જ છે. તે માટે તો અડધો કલાક પણ પર્યાપ્ત છે. પરંતુ વર્તમાનમાં કેટલાક પાઠ, દોહા, સવૈયા, સ્તુતિ, પ્રતિક્રમણમાં ઉમેરાયા છે.
મૂળ આવશ્યક સૂત્ર તો આજે પણ ૧૦૦-૨૦૦ શ્લોક પ્રમાણ જ માનવામાં આવે છે. છતાં પણ કરવામાં આવતું વિધિયુક્ત પ્રતિક્રમણ લગભગ એક હજારથી પાંચ હજાર શ્લોક પ્રમાણ મોટું પણ થઈ ગયું છે.
આ પ્રકારે પ્રતિક્રમણના પરિમાણની સમાનતા નથી. વ્યક્તિગત ઉચ્ચારણ ગતિમાં પણ મંદતા તીવ્રતા થાય છે. એટલે સમય પણ હીનાધિક લાગે છે. જે માટે શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાક સંકેત છે. તે અનુસાર પ્રતિક્રમણનો સમય અડધા કલાકથી લઈને સવા કલાક પણ થઈ શકે છે. સાધુ-સાધ્વીને સૂર્યોદય પછીની દિનચર્યાનું સમયપત્રક સચવાય તે હેતુથી સમયપ્રમાણ માટે સાવધાની રાખવાની હોય,પણ શ્રાવકોને માટે એવું કોઈ કારણ દેખાતું નથી. જૂના શ્રાવકોએ નવા શિખેલાઓને ઉતાવળ કરવાનું સમજાવતાં પહેલા ગુરુ પાસે શંકાનું સમાધાન મેળવવું જોઇએ. પ્રશ્ન:- શ્રાવક પ્રતિક્રમણનો પાઠ ક્યા આવશ્યકમાં છે? જવાબ:- આવશ્યક સૂત્રના છ આવશ્યકોમાં સાધુ પ્રતિક્રમણના પાઠોનો જ ઉલ્લેખ છે. શ્રાવક યોગ્ય પાઠ કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ આદિ શ્રમણ પ્રતિક્રમણના પાઠથી સંશોધિત, સંપાદિત કરવામાં આવ્યાં છે અને અન્ય પાઠ અનેક આગમોમાંથી લેવામાં આવ્યા છે. એ બધા મળીને આખું શ્રાવક પ્રતિક્રમણ ઉચિત્તરૂપથી સંકલિત કરીને સંપાદિત કરવામાં આવ્યું છે. શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું જરૂરી હોવાથી તેનું સંપાદન ઉપયોગી જ છે.
ઉપલબ્ધ છે આવશ્યકમાં તો ફક્ત ૨૩ પાઠ છે અને બે આદિ, અંત– મંગલ પાઠ માનવામાં આવ્યા છે. એમ કુલ ૨૫ પાઠથી. શ્રમણ પ્રતિક્રમણ પૂર્ણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા આવશ્યક પછી પરિશિષ્ટ રૂપમાં શ્રાવક પ્રતિક્રમણ સંક્ષેપમાં વ્યાખ્યાકારે સ્વીકાર
ર્યો છે. તેના આધારથી વિસ્તૃત રૂપમાં પૂર્ણ શ્રાવક પ્રતિક્રમણ પ્રચલિત છે. જેમાં કાલાંતરથી કેટલીય સ્તુતિઓ, દોહા પ્રવેશ્યા છે. પ્રશ્ન :- બાર અણુવતોમાં કરણ–યોગ એક સમાન કેમ નથી? જવાબ:- શ્રાવકના અણુવ્રત ત્રણ કરણ અને ત્રણ યોગના ૪૯ ભાંગામાંથી કોઈપણ ભંગથી લઈ શકાય છે; એવું ભગવતી સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક વ્રતમાં શ્રાવકની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એટલે કરણ યોગ સમાન થઈ શકતા નથી. એટલે આ વ્રતો મધ્યમ દરજ્જાના સાધક શ્રાવકોની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને સંપાદિત કરાયેલ છે. જે એક પ્રકારની સામૂહિક વ્યવસ્થાની દષ્ટિથી બરાબર પણ છે. જેટલા અનુકૂળ હોય તેટલા વધારે કરણ યોગ કરી શકાય છે, તેમાં આગમથી કોઈ વિરોધ નથી. એટલે આ પાઠોના સાચા આશયને વિવેક બુદ્ધિથી સમજી લેવા જોઇએ. આ અણુવ્રતોના મૂળ પાઠોમાં આગાર, વ્રત સ્વરૂપ અને તેના અતિચારોની સંરચના ઘણી અનુભવ પૂર્ણ છે. આ સંરચનાથી યુક્ત આ વ્રતોને, ગરીબ-અમીર, યુવા યા વૃદ્ધ, સ્ત્રી-પુરુષ એવં રાજા-નોકર, શેઠ–મુનિમ, કોઈપણ ધારવા ઇચ્છે તો ધારી શકે છે.
પ્રથમના ત્રણ વ્રત બે કરણ ત્રણ યોગથી હોવાનું બરાબર અને પાલનમાં સંભવ છે. આ પ્રકારે બધા વ્રતોમાં કરણ યોગ સમજી લેવા. ૧૨મા વ્રતમાં કરણ યોગને બોલવાની આવશ્યકતા પણ નથી રહી. તેમાં તો સુપાત્ર દાન દેવાનો નિયમ છે. જે ત્રણ કરણ ત્રણ યોગોની સંપૂર્તિની સાથે આપવો જોઇએ. ત્યારે શ્રેષ્ઠ દાન થાય છે. પ્રશ્ન :- પ્રતિક્રમણમાં અતિચારના પાઠોમાં આવતાં જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી, આ શબ્દોનો શો હેતુ છે? તે અતિચારોનું આચરણ કરનારો શ્રાવક કે સાધુની કોટીમાં નહીં ગણાય?