________________
આગમસાર–પૂર્વાર્ધ
176
જ્ઞાનના વિષયમાં મુખ્ય ૧૪ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે– ૧. સૂત્રના અક્ષર અથવા પદ આગળ પાછળ બોલાયા હોય ૨. એક સૂત્ર પાઠને બીજા સૂત્રમાં બોલાયો હોય ૩. અક્ષર ઓછો ભણાયો હોય ૪. અક્ષર અધિક ભણાયો હોય ૫. પદ(શબ્દ) ઓછા બોલાયા હોય ૬. વિનય રહિત ભણાયું હોય ૭. સંયુક્ત અક્ષર શુદ્ધ ન ભણાયા હોય ૮. ઉચ્ચાર સ્પષ્ટ ન ર્યા હોય ૯. અયોગ્ય વ્યક્તિને ભણાવ્યો હોય. રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય ૧૦. અયોગ્ય રીતથી જ્ઞાન ગ્રહણ ર્યું હોય. (અવિનયપણે લીધું હોય) ૧૧. અકાળે શાસ્ત્ર ભણ્યા હોય ૧૨. સ્વાધ્યાયકાળે શાસ્ત્ર ન ભણ્યા હોય. ૧૩. ૩૪ અસજ્જાયમાં શાસ્ત્ર ભણ્યા હોય ૧૪. સજ્જાયમાં અને સ્વાધ્યાયના અવસરે શાસ્ત્ર ન ભણ્યા હોય. આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યા હોય તો તે સંબંધી મારું તે દુષ્કૃત્ય નિષ્કલ થાઓ. દર્શન સમ્યક્ત્વ અને અતિચાર ઃ–
કેવલજ્ઞાન કેવલ દર્શનથી યુક્ત, રાગદ્વેષથી રહિત, વીતરાગ અરિહંત તીર્થંકર પ્રભુ મારા આરાધ્ય દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નવવાડ બ્રહ્મચર્ય, પાંચ ઇન્દ્રિય વિજય, ચાર કષાયથી મુક્તિ; આ ગુણોને ધારણ કરનારા બધા સાધુ સાધ્વી મારા આરાધ્ય ગુરુ છે. સંવર નિર્જરા રૂપ ધર્મ અર્થાત્ સામાયિક, પૌષધ અને ત્યાગ, તપ, નિયમ, શ્રાવકના વ્રત, સંયમ, આદિ કેવળી પ્રરુપીત ધર્મ જ મારો આરાધ્ય ધર્મ છે.
જિનેશ્વર ભાષિત તેમજ ગણધર અથવા પૂર્વધર શ્રમણો દ્વારા રચિત્ત આગમો મારા શ્રદ્ધાકેન્દ્ર શાસ્ત્ર છે. એવી સમ્યક્ત્વની પ્રતિજ્ઞા હું જીવનભર માટે કરું છું.
હું (જિન ભાષિત) જિનેશ્વર કથિત જીવાદિ તત્ત્વોનું જ્ઞાન વધારીશ, એવી જ રીતે જ્ઞાનીજનોનો સંગ કરીશ, મિથ્યામતધારી કુદર્શનીઓની સંગતિ કરીશ નહીં અને ઉપર પ્રમાણે સમ્યક્ત્વને ધારણ કરીને પછીથી તેનું વમન કરીને જે મિથ્યાદષ્ટિ થઈ ગયા છે, તેનો પણ સંગ કરીશ નહીં. સમ્યક્ત્વના મુખ્ય પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે.
૧. ભગવાનના વચનોમાં (સૂક્ષ્મ તત્ત્વોમાં) સંદેહ ર્યો હોય ૨. પાખંડીની પ્રભાવના, ચમત્કાર જોઈને મન આકર્ષિત થયું હોય (જૈનમાં પણ મિથ્યાત્વ શ્રધ્ધા ધરાવનાર પાખંડી જ કહેવાય.)૩. ધર્મકરણીના ફળમાં સંદેહ આણ્યો હોય ૪. પાખંડી (પરમત)ની પ્રશંસા કરી હોય ૫. પાખંડી (પરમતિ)ઓનો, સન્યાસીનો અથવા તેના શાસ્ત્રોનો પરિચય, સંપર્ક ર્યો હોય.
આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યા હોય તો તે અંગેનું મારું પાપ મિથ્યા થાઓ. (મિચ્છામિ દુક્કડં) સામાયિક પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન :– શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અધિક હોય છે કે સંયમમાં દોષ લગાડનારાની સંખ્યા અધિક હોય છે ? જવાબ :- · સંપૂર્ણ લોકની અપેક્ષાએ શુદ્ધ સંયમ પાળનારાની સંખ્યા અધિક હોય છે. અર્થાત્ લોકમાં શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અનેક હજાર કરોડ હોય છે અને દોષ લગાડનારાની સંખ્યા અનેક સો કરોડ હોય છે. મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા સાધુ પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત અનેક સો કરોડ તો હોય જ છે. ભરતક્ષેત્રમાં તો ક્યારેક સાધુ હોય છે અને ક્યારેક હોતા નથી, ક્યારેક ૫૦–૧૦૦ પણ હોય છે, ક્યારેક લાખો પણ હોય છે, ક્યારેક દોષ લગાડનારા વધુ થઈ જાય છે તો ક્યારેક શુદ્ધ સંયમ પાલન કરનારા વધુ થઈ જાય છે.
પ્રશ્ન :– આ દોષ લગાડનારા અનેક સો કરોડ સાધુ પાંચમા પદમાં રહે છે. તેને વંદન કરાય છે ?
જવાબ :– આ અનેક સો કરોડની સંખ્યા પાંચમા સાધુ પદમાં ગણવામાં આવેલાની બતાવવામાં આવી છે. કારણ કે જે શ્રમણ પરિસ્થિતિથી દોષ સેવન કરીને પણ અંતઃકરણમાં તેનો ખેદ રાખે છે, જેને પોતાના દોષ સમજાય છે અને યથા અવસર તે દોષ પ્રવૃત્તિને છોડીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે; એટલે તે પાંચમા પદમાં હોય છે અને વંદનીય પણ હોય છે. એ પોતાના દોષની પુષ્ટી કે પ્રરૂપણા કરતા નથી. પરંતુ પોતાની કાયરતા સમજે છે અને તે નબળાઈ સિવાય તપ, સંયમ અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે. તેઓ શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે, શુદ્ધ સંયમ પાલન કરનારા સાધુઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ રાખે છે. તેના સિવાય જે શ્રમણો સંયમ, નિયમ અને ભગવંત આજ્ઞાના પ્રતિ બેદરકારી રાખનારા અથવા અશુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા કરનારા હોય છે, તે આ સંખ્યામાં સમાવેલા નથી. એટલે તેઓ પાંચમા પદમાં પણ સમાવેલા નથી, માટે તેઓ ભાવ વંદનીય પણ હોતા નથી.
એક ગચ્છમાં પણ અનેક જાતના સાધક હોય છે. તેમાં પણ કેટલાક ભાવ વંદનીય હોતા નથી. તો પણ તેઓ ગચ્છમાં હોય, સાધુના વ્યવહારમાં બંધાયેલા હોય, ત્યાં સુધી વ્યવહાર વંદનીય રહે છે.જીવની દશા અને દિશા બદલાતા તેઓ પાછા ભાવ વંદનીય પણ બની શકે છે.
પ્રશ્ન :– રસ્તામાં ચાલતાં મુનિરાજને વંદના કેમ કરવી ?
- દર્શન થવાથી કેટલેક દૂરથી હાથ જોડી મસ્તક નમાવી ‘મર્ત્યએણે વંદામિ’ બોલતાં થકાં વંદના કરવી જોઇએ.
જવાબ:પ્રશ્ન :– અરિહંત, તીર્થંકર અથવા સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં ક્યા પાઠથી વંદના કરવી ?
જવાબ :– અરિહંત અને સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં તિખ઼ુત્તોના પાઠથી ત્રણ વાર આવર્તન કરી, પંચાંગ નમાવીને વંદના કરવી જોઇએ.
પ્રશ્ન :– ખમાસમણાના પાઠથી વંદના ક્યારે કરી શકાય છે ?
જવાબ ઃ– પ્રતિક્રમણની વચ્ચમાં ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. બીજા કોઈપણ સમયે આ પાઠથી વંદન કરવાનું આગમ સમ્મત નથી. કારણ કે આ પાઠનો સંબંધ પ્રતિક્રમણથી છે. અન્ય સમયમાં વંદના તિખ઼ુત્તોના પાઠથી અને પરોક્ષ વંદના નમોત્થણના પાઠથી કરવામાં આવે છે. રસ્તે ચાલતાં સાધુઓને ‘મર્ત્યએણં વંદામિ’ કહીને દૂરથી સંક્ષિપ્ત વંદન કરવું જોઇએ.
પ્રશ્ન :– આ ઉપરોક્ત વંદન સંબંધી જ્ઞાનનો આધાર પ્રમાણ શું છે ?