________________
jainology |
પાંચ, ચાર, ત્રણ, બે માસી તપ કરવું ? માસખમણ કરવું ?
175
૧૫,૮,૭,૬,૫,૪,૩,૨, ઉપવાસ કરવા ? ઉપવાસ, આયંબિલ, નિવી કરવી ? એકાસન, પુરીમઢ, પોરિસી કરવી ? નવકારશી કરવી ?
આગમસાર
શક્તિ નથી, અભ્યાસ નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી.
શક્તિ છે, અવસર છે, ભાવ છે.
જ્ઞાતવ્ય :– જે તપ જીવનમાં ક્યારેય ન ર્ક્યુ હોય તેને માટે કહેવું કે શક્તિ નથી, જે તપ પહેલાં ક્યું છે પરંતુ આજે કરવું નથી તેના માટે કહેવું કે શક્તિ છે પણ અવસર નથી અને જે તપ કરવું હોય તેના ઉત્તરમાં કહેવું કે શક્તિ છે, અવસર છે, ભાવ છે. તેના પછી જ કાઉસ્સગ્ગ પૂર્ણ કરવો અર્થાત્ પછી તેના આગળના પ્રશ્ન કરવાની અને ઉત્તર ચિંતન કરવાની જરૂર હોતી નથી.
નોંધ :- આ પાઠ રાત્રિ પ્રતિક્રમણના પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્ગમાં ચિંતન કરવાને માટે છે. ક્ષમાભાવ ચિંતનની સાથે તપ ચિંતન આ પાઠથી કરવું જોઇએ.
પ્રત્યાખ્યાન પાઠઃ
(ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિયં પચ્ચક્ખામિ ચઉવિહં પિ આહારં અસણં પાણં ખાઇમં સાઇમં અણ્વત્થણાભોગેણં, સહસાગારેણં અપ્પાણં વોસિરામિ .)
અર્થ :– હે ભગવાન હું હમણાંથી લઈને કાલ સૂર્યોદય સુધી તથા તે ઉપરાંત સૂર્યોદયથી લઈને નમસ્કાર મંત્ર બોલીને પારું નહિં ત્યાં સુધી ચારે આહારના પચ્ચખાણ કરું છું.
૧. ભોજનના પદાર્થ ૨. પાણી ૩. ફળ મેવા ૪. મુખવાસ – ભૂલથી ખાવામાં આવી જાય કે એકાએક મોઢામાં છાંટા આદિ ચાલ્યા જાય તો તેનો આગાર.
પ્રતિક્રમણ શુદ્ધિનો પાઠ :
પ્રતિક્રમણના પાઠોનું ઉચ્ચારણ શુદ્ધ ન ર્ક્યુ હોય, વિધિમાં કોઈ અવિધિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
એકાગ્રચિત્ત થઈને અર્થ ચિંતનપૂર્વક, આત્મશુદ્ધિપૂર્વક, અન્યત્ર ક્યાંય પણ મનને ચલાવ્યા વિના એકાગ્ર ચિત્ત થઈને પૂર્ણ ભાવયુક્ત પ્રતિક્રમણ ન ર્ક્યુ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આ પાંચ વ્યવહાર સમક્તિના લક્ષણ છે. દેવ અરિહંત, ગુરુ સુસાધુ, ધર્મ–કેવળી ભાષિત; આ ત્રણ તત્ત્વ સાર ,સંસાર–અસાર, અરિહંત ભગવાન આપનો માર્ગ સત્ય છે, સત્ય છે, સત્ય છે. સ્તવ સ્તુતિ મંગલ કરું છું. અઢાર પાપ સ્થાનનો પાઠ :–
૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. ક્લેશ ૧૩. કલંક લગાવવું ૧૪. ચાડી કરવી ૧૫. બીજાની નિંદા, અવગુણ અપવાદ કરવો ૧૬. સુખ દુઃખમાં હર્ષ શોક કરવો ૧૭. કપટ યુક્ત જૂઠ્ઠું બોલવું, છળ પ્રપંચ, ધોખાબાજી કરવી ૧૮. જિનવાણીથી વિપરીત માન્યતા રાખવી, હિંસા આદિ પાપમાં ધર્મ માનવો.
એ પાપ સ્થાનોમાંથી કોઈ પાપનું જાણતા અજાણતા અવિવેક–પ્રમાદથી સેવન થયું હોય તો તેનું હું ચિંતન અવલોકન કરું છું. તેનું સંસોધન કરી .તેને હું મારું દુષ્કૃત્ય ગણુ છું . તેનાથી નિવૃત થાઉં છું.
જ્ઞાન અને તેના અતિચારનો પાઠ :- (આગમે તિવિહે)
બાર અંગ સૂત્ર અને બીજા અનેક સૂત્ર રૂપ શ્રુતજ્ઞાન હોય છે. જેમાં વર્તમાનમાં ૩૨ આગમ ઉપલબ્ધ માનવમાં આવેલ છે. તેના અર્થરૂપમાં અનેક સૂત્રની વ્યાખ્યાઓ, નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અનુવાદ ઉપલબ્ધ છે. ૩૨-૪૫ આગમના નામ આ પ્રકારે
છે.
૧૧ અંગ :- ૧. આચારાંગ સૂત્ર ૨. સૂયગડાંગ સૂત્ર ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર ૫. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર ૭. ઉપાસકદશા સૂત્ર ૮. અંતગડદશા સૂત્ર ૯. અનુત્તરોવવાઈ સૂત્ર ૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧. વિપાક સૂત્ર.
૧૨ ઉપાંગ સૂત્ર– ૧. ઔપપાતિક સૂત્ર ૨. રાયપસેણીય સૂત્ર ૩. જીવાભિગમ સૂત્ર ૪. પ્રજ્ઞાપના સૂત્ર ૫. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૬–૭. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮-૧૨. ઉપાંગ સૂત્ર
૪ મૂલ સૂત્ર- ૧. ઉત્તરાધ્યયન ૨. દશવૈકાલિક ૩. નંદી ૪. અનુયોગ દ્વાર.
૪ છેદ સૂત્ર- ૧. વ્યવહાર. ૨. બૃહત્કલ્પ ૩. નિશીથ ૪. દશાશ્રુતસ્કંધ અને ૩૨મું આવશ્યક સૂત્ર.
સ્થાનકવાસી સંપ્રદાયના આ ૩૨ આગમ ઉપરાંત બીજા ૧૦પ્રકિર્ણક ,૨ નિર્યુકિત અને મહાનીષીથ મળી દેરાવાસી શ્વેતાંબરનાં ૪૫ આગમ થાય છે.
૩૩. પિંડનિર્યુકતિ – ૬૭૧ શ્રલોક પ્રમાણ આ દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયન પિંડેષણાની નિયુકિત છે.
૩૪. મહાનિશીથ, ૩૫. જીતકલ્પ. (કલ્પસૂત્રની ૪૫ આગમમાં ગણના નથી.)
૧૦. પ્રકીર્ણક છે. ચતુરશરણ, આતુર પ્રત્યાખ્યાન, મહા પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, તન્દુલ વૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર,ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, મરણ સમાધિ .
(તત્વાર્થસૂત્ર– આચાર્ય ઉમાસ્વાતિ રચિત્ત એક સંસ્કૃત ગ્રંથ છે અને તેની ગણના જૈનના પ્રમુખ સાહિત્યમાં કરી શકાય.)