________________
આગમચાર-પૂર્વાર્ધ
174 અસન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારના આહારોનો(અથવા ત્રણ આહારોનો) પણ જીવન પર્યંતને માટે ત્યાગ કરું છું.
ધન, કુટુંબ, પરિવાર, સગા, સંબંધી, મિત્ર, સાથી જેને માટે “આ મારા છે “આ મારા છે,' એવું માન્યું છે, તેનો પણ હું ત્યાગ કરું છું. કારણ કે હું તો એકલો છું અને એકલો જ પરભવ ને પ્રાપ્ત કરનારો છું.
જે આ મારું શરીર છે તેના પ્રતિ મેં જીવનભર બહુ જ મોહ રાખ્યો છે. એની ઘણી જ સાર સંભાળ કરી છે. આ શરીરની સુખ સુવિધાને માટે જ રાતદિવસ પ્રયત્નશીલ રહ્યો છું. આ શરીરનો પણ હવે હું ત્યાગ કરું છું. એને વોસિરાવું છું. કારણ કે આ ઔદારિક શરીર પણ અહીં રહીને બળીને ભસ્મ થવાવાળું છે. આ પ્રકારે હું પૂર્ણ રૂપથી આજીવન અનશન–ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરું છું અને પંચ પરમેષ્ટી મહામંત્રને જ શરણભૂત માની, તેનું જ સ્મરણ કરું છું અને તેનું જ ચિંતન, મનન, અર્થ, પરમાર્થ અવગાહનામાં હું મારા આત્માને લીન બનાવું છું. ૧૪ સંમૂર્છાિમનો પાઠઃ
મનુષ્ય સંબંધી આ ચૌદ અશુચિ સ્થાન છે, જેમાં બે ઘડી પછી અતિ અલ્પ આયુષ્ય વાળા(અંદાજે બે મિનિટની ઉંમરવાળા) અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્ય જન્મતા મરતાં રહે છે. જેમ કે ૧. મળમાં ૨. મૂત્રમાં ૩. કફમાં ૪. શ્લેષ્મમાં ૫. વમનમાં ૬. પિત્તમાં ૭. લોહીમાં ૮. રસીમાં ૯. શુક્ર(વીર્ય)માં ૧૦. ફરી ભીના થયેલા વિર્યમાં ૧૧. મૃત શરીરમાં ૧૨. સ્ત્રી પુરુષના સંયોગમાં અર્થાત કુશીલ સેવનમાં ૧૩. ગટરોમાં ૧૪. બીજા પણ મનુષ્ય સંબંધિ અશુચિ સંકલનના સ્થાનોમાં.
આ જીવોની જાયે અજાણ્યે આદત કે પ્રમાદવશ વિરાધના થઈ હોય તો તેનો હું પશ્ચાત્તાપ કરું છું અને એવી પ્રમાદ પ્રવૃત્તિથી એક દિવસ નિવૃત્ત થાઉ એવી મનોકામના કરું છું. (નોંધઃ જે જીવો અલ્પ આયુષ્ય વાળા છે, અલ્પ સમયમાં સ્વયં મરી જવાના છે તેમની પણ વિરાધના કરતાં કર્મબંધ થાય છે. કારણ કે તેવા જીવો પ્રત્યે પણ દુર્લક્ષ્ય સેવનાર આત્માના અનુકંપાના ગુણધર્મની ઘાત કરે છે.) ૨૫ મિથ્યાત્વનો પાઠ:
ખોટી માન્યતા, અશુદ્ધ સમજ, અશુદ્ધ શ્રદ્ધાના આ ર૫ પ્રકાર જાણવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. જેમ કે ૧. જિનેશ્વર કથિત જીવને અજીવ માનવા ૨. અજીવને જીવ માનવા ૩. ધર્મ કૃત્યને અધર્મ માનવો ૪. અધર્મને ધર્મ માનવો ૫. પાંચ મહાવ્રત પાલન કરનાર સાધુને સાધુ ન માનવા ૬. પાંચ મહાવ્રત પાલન ન કરનારા અસાધુને સાધુ માનવા ૭. મોક્ષ માર્ગને સંસાર માર્ગ માનવો ૮. સંસાર માર્ગને મોક્ષ માર્ગ માનવો ૯. મુક્ત થયેલા જીવોને અમુક્ત માનવા ૧૦. મોક્ષ ન ગયેલા જીવોને મુક્ત માનવા ૧૧. આગ્રહ યુક્ત ખોટી સમજ ૧૨. સામાન્ય રૂપ ખોટી સમજ ૧૩. સંશય યુક્ત સમજ ૧૪. જાણી સમજીને ખોટાને સાચું માનવા મનાવવાનો આગ્રહ ૧૫. અનાભોગ, ભોળપણું, અજ્ઞાનદશા, વિકાસહિત અવસ્થા ૧૬. લોકપ્રચારની ખોટી સમજ પ્રવૃતિ ૧૭. પરલોક સંબંધી ખોટી સમજ પ્રવૃતિ ૧૮. અન્ય મત સંબંધી માન્યતા ૧૯-૨૧. જિન પ્રવચન સિદ્ધાંતથી ઓછું, અધિક અથવા વિપરીત માનવું ૨૨. ક્રિયા- આચારની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૭. જ્ઞાન અધ્યયનના પ્રતિ ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૪. વિનય ભાવની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર અથવા શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના પ્રત્યે અવિનયભાવ અને અવિનય વૃતિ ૨૫. શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના અનાદર, અવહેલના આશાતના ભાવ એવં વૃત્તિ.
આ ૨૫ મિથ્યાત્વનો હું ત્યાગ કરું છું. અજ્ઞાનતા એવં અવિવેકથી અથવા દુરસંગતથી, આ ૨૫ મિથ્યાત્વમાંથી કોઈ મિથ્યાત્વ ભાવો અથવા મિથ્યાત્વ પ્રવૃત્તિઓનું સેવન થયું હોય તો હું તેનો પશ્ચાત્તાપ કરું છું, ત્યાગ કરું છું, તેનાથી લાગેલું મારું તે પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ક્ષમાપના પાઠ(સમભાવ ચિંતન: કાયોત્સર્ગમાં) :
(ખામેમિ સવ્વ જીવા, સવે જીવાવી, ખમંતુ મે.– મિત્તી એ સવ્વ ભૂએસુ, વેરં મજઝ ન કેણઈ.). જે જીવોએ મારી સાથે ખોટો વ્યવહાર ક્યો હોય અને તેનાથી મને નારાજી થઈ હોય તો હવે હું તેને ક્ષમા કરી, તેના પ્રત્યેની નારાજી દૂર કરી મૈત્રી ભાવ સ્થાપિત કરું છું. જગતમાં કોઈ જીવ મારો શત્રુ નથી, પોતાના કરેલા કર્મથી જ સુખ દુઃખ થાય છે. એટલે મારે કોઈની પ્રત્યે વૈરભાવ નથી, બધા જીવો સાથે મૈત્રી ભાવ છે.
મેં જાણતાં અજાણતાં કોઈ જીવની સાથે ખોટો વ્યવહાર ર્યો હોય, કોઈને કષ્ટ પહોંચાડ્યું હોય તો હું મારા અપરાધની, તેમની પાસે ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. તે જીવો મને ક્ષમા પ્રદાન કરે. ત્યારપછી જે જે વ્યક્તિ, જીવ, શ્રાવક, શ્રાવિકા, શિથિલાચારી, સહચારી, સાધુ સાધ્વીની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં વિષમ ભાવ ચિંતનમાં ચાલતું હોય તે સ્મૃતિમાં લઈને તેમના પ્રત્યે સમભાવ જાગૃત કરવો જોઇએ.
(એવમાં આલોઈયં નિદિયું ગરિહિયં દુગંછિયે.- સમ્મ તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણ ચઉવસં.) અર્થ:- આ પ્રકારે હું મારા વ્રતોના અતિચાર દોષોની અને કષાય ભાવોની આલોચના, નિંદા, ગહ કરીને તેનાથી જુદો થાઉ છું. એવું તે દોષોને પૂર્ણ રૂપથી ત્યાગ કરીને ૨૪ જિનેશ્વર પ્રભુને વંદન કરું છું. કાઉસગ્ગ આજ્ઞા પાઠઃ
હે ભગવાન આપની આજ્ઞા લઈને દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિના માટે કાઉસગ્ન કરું છું. તપ ચિંતન વિધિઃ- (પાંચમા આવશ્યકમાં–રાત્રિ પ્રતિક્રમણમાં) (કિં તવ પડિવનજામિ, એવં તત્વ વિચિંતએ.)- ઉતરા. સૂત્ર અ. ૨૬ છ માસી તપ કરવું?
શક્તિ નથી, અભ્યાસ નથી.