________________
આગમસાર–પૂર્વાર્ધ
178
જવાબ :– પ્રતિક્રમણમાં પ્રયુક્ત ઉપરોક્ત શબ્દ આદર્શ શિક્ષા રૂપ છે. તેને એકાંતિક આગ્રહમાં ન લેવા જોઇએ. અર્થાત્ વ્રતધારીઓના વ્રતોની શોભા અથવા પરિપુષ્ટિ માટે તે સાવધાની, શિક્ષા, પ્રેરણા છે. તેનું યથાવત્ ધ્યાન રાખવાથી વ્રત પુષ્ટ થાય છે અને વ્રતધારી આદર્શ સ્થાનને પ્રાપ્ત કરે છે.
આ શિક્ષાનું પાલન ન થવાથી વ્રતોની પરિપુષ્ટિમાં ઉણપ આવે છે; સાધક આદર્શ કક્ષાથી સામાન્ય કક્ષામાં પહોંચે છે. એટલે કે તેના વ્રતોમાં કિંચિત્ અતિચરણ પણ થાય છે. આ પ્રકારે આ વાક્યોનો આશય સમજવો જોઇએ. પરંતુ તેને સાધનાથી અર્થાત્ શ્રાવકપણાથી રહિત કહી શકાતા નથી.
જેમ કે ૧૫ કર્માદાન વ્યાપાર ધંધા છોડવા યોગ્ય છે, છતાં પણ આગમોક્ત કેટલાક શ્રમણોપાસકો તે વેપાર ધંધા છોડી શક્યા નહોતા. બંધ અને વધ પ્રથમ વ્રતમાં આચરણ કરવા યોગ્ય નથી તોપણ કેટલાક શ્રમણોપાસક રાજા આદિ યુદ્ધમાં શસ્ત્ર પ્રયોગ કરતા
હતા.
આવી રીતે સંયમ સાધકના વિષયમાં પણ આદર્શ ગુણો માટે સમજી લેવું જોઇએ. સાધુને ૨૨ પરીષહ જીતવાની ધ્રુવ આજ્ઞા, આદર્શ પ્રેરણા છે. છતાં પણ રોગ પરિષહ સહન ન થવાથી, ઔષધ ઉપચાર કરવા અને કરાવનારાને શાસ્ત્રમાં અસાધુ મનાયા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨ માં ઔષધ ઉપચાર ન લેવામાં જ સાચું સાધુપણું કહ્યું છે, તો પણ આ આદર્શ શિક્ષા વાક્ય છે. તેને એકાંતમાં લેવાતું નથી. જે ઔષધ ઉપચારનું સેવન કરે તેનું સાધુપણું સાચું નથી, એમ પણ કહી શકાતું નથી. પ્રશ્ન :– પૌષધમાં સામાયિક પણ લઈ શકાય છે ?
જવાબ :- · પૌષધનું જ સ્વતઃ અપ્રમત્ત ભાવથી આચરણ થાય છે. તેમાં રાત દિવસ આત્માને ધર્મ જાગરણમાં જોડી શકાય છે. પરંતુ પ્રવાહરૂપમાં સામાન્ય સાધકોને વ્યર્થ પ્રમાદ પ્રવૃત્તિથી બચાવવા માટે સામાયિકની પ્રેરણાની પ્રવૃતિ છે. આ નિમિત્તથી સાધક આળસ કે પ્રમાદ ક૨શે નહીં.
આ પૌષધના સ્વરૂપને ન સમજનાર અથવા ભૂલનાર સામાન્ય સાધકોને સામાયિકના મહત્ત્વ વડે પ્રમાદથી અટકાવવાનો એક ઉપાય છે. વાસ્તવમાં તો પૌષધનું મહત્ત્વ સામાયિકથી પણ અધિક અપ્રમત્તતાનું છે. પ્રશ્ન :– પ્રતિક્રમણમાં સામાયિક કરવી આવશ્યક છે?
જવાબ :– સામાન્યતયા સામાયિક યુક્ત જ પ્રતિક્રમણ કરવું આગમ આશયયુક્ત છે. વિશેષ પરિસ્થિતિમાં સામાયિક વિના પણ પ્રતિક્રમણ કરી લેવું જોઇએ. અર્થાત્ સામાયિક કરવા જેટલો સમય અથવા પ્રસંગ ન હોય તો.
પ્રશ્ન :– ૧૨ વ્રતધારી શ્રાવકોએ જ પ્રતિક્રમણ કરવું જોઇએ ?
જવાબ :– એક વ્રતધારી અથવા ૧૨ વ્રતધારી કોઈપણ શ્રાવકને પ્રતિક્રમણ કરવામાં કોઈ વાંધો નથી. હા ! ૧૨ વ્રતધારીને યથા સમય પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. પ્રતિક્રમણના સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કરાવતાં તેની વ્યાખ્યામાં ત્રણ વૈદ્યોનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે— ૧. પ્રથમ વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર નવો રોગ ઉભો કરે. ૨. બીજા વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર કંઈ ન કરે. ૩. ત્રીજા વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર શરીરને પુષ્ટ કરે.
પ્રતિક્રમણને ત્રીજા વૈધની દવાની સમાન બતાવ્યું છે. એટલે વ્રત હોય અથવા વ્રત ન હોય, અતિચાર લાગ્યા હોય અથવા ન લાગ્યા હોય પ્રતિક્રમણ કરવામાં સાંભળવામાં લાભ જ છે, હાનિ નથી.
એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે. જે શ્રાવકે જે હોંશથી ત્યાગ પ્રત્યાખ્યાન લીધા છે તેણે નાના મોટા બધા નિયમોની એક યાદી બનાવીને રાખવી જોઇએ અને તેને યોગ્ય સમય પર્વ દિવસોમાં ચિંતનપૂર્વક અવલોકન કરવું જોઇએ કે મારા આ બધા વ્રત પચ્ચક્ખાણનું શુદ્ધ પાલન થઈ રહ્યું છે ? જો સંભવ હોય તો પ્રતિક્રમણના સમયે કાઉસ્સગ્ગમાં પણ તેનું સ્મરણ અવલોકન કરી શકાય છે. બૃહદ્ આલોયણાની સાથે તેનું પણ વાંચન પર્વ દિવસોમાં અવશ્ય કરવું જોઇએ.
પ્રશ્ન :– પ્રતિક્રમણ શું છે ?
જવાબ :– પ્રતિક્રમણ, એ વ્રત શુદ્ધિની, સ્વદોષ દર્શનની, દોષાવલોકનથી ભાવ વિશુદ્ધિની અને સમભાવ વૃદ્ધિકરણની પ્રક્રિયા છે; આત્માને વ્રતોના સંસ્કારથી ભાવિત કરવાની પ્રક્રિયા છે. છદ્મસ્થ અવસ્થામાં સૂક્ષ્મ, સ્થૂલ ભૂલ થવી શક્ય છે. તેના પરિમાર્જન અવલોકનની આ પ્રશસ્ત પ્રક્રિયા છે. એવા પ્રતિક્રમણ કરનારાની સાથે બેસીને ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાને અને વ્રતરુચિને વધારનારુ થાય છે. આ શ્રવણ, આત્માને સંસ્કારિત કરવાનું માધ્યમ પણ થઈ છે. આનાથી વ્રત ધારણની પ્રેરણા પણ મળે છે. ક્યારેક કેટલાયનું સંક્ષિપ્ત રુચિથી કલ્યાણ થઈ જાય છે.
જેમ કે– ભગવતી સૂત્રમાં ‘વરુણ નાગ નટુઆ’ ના મિત્રનું દૃષ્ટાંત છે. તેણે મૃત્યુ સમયમાં એટલું જ કહ્યું કે મારા ધર્મી મિત્રે જે ધર્મ સ્વીકાર ર્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. એટલા માત્રથી તે અનંતર ભવથી (પછીના ભવથી) મુક્ત થવા યોગ્ય બની ગયો. એટલે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને બેકાર અથવા વ્યર્થ છે; એમ કહેવું ન જોઇએ. કારણ કે ગમે તેવી નાની ધર્મ ક્રિયા પણ કોઈના જીવનમાં મહત્ત્વશીલ વળાંક દેનારી થઈ શકે છે. એટલે પ્રતિક્રમણ કરવું અથવા સાંભળવું લાભકારી જ સમજવું જોઇએ, વ્રતધારણ ર્ષ્યા હોય કે ન ાં હોય. ધ્યાન એ રાખવું કે એકાગ્ર ચિત્તથી ભાવપૂર્વક પ્રતિક્રમણ સાંભળવું અને કરવું જોઇએ અને વ્રત ન લીધા હોય તેને લેવા માટે આત્મામાં પ્રેરણા પ્રાપ્ત કરવી જોઇએ.તથા જેમણે લીધા હોય તેમણે તેમાં ઉતરોતર પ્રગતિ કરવી જોઇએ.
ભાવ આવશ્યક–પ્રતિક્રમણ .
જે પાપથી પાછા વળવા માટે પ્રયત્ન કરે છે, કર્મ સંજોગે અને પરિસ્થિતિ વશ,થઈ રહેલી એકેન્દ્રિય–છકાય જીવોની વિરાધનાનો પશ્ચાતાપ કરે છે અને અનુકંપા ભાવ રાખે છે. તેનું પ્રતિક્રમણ છે.
શુધ્ધ ઉચ્ચારણ અને વિધી સાથેનું આવશ્યક કરવાથી આત્મામાં એ ભાવો અવશ્ય આવે છે.અને સાંભડનારાઓ ને પણ તેનો
લાભ થાય છે.