________________
આગમસાર-પૂર્વાર્ધ
162 આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યાર પછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા:- સમસ્ત જૈન આગમ યા તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ–અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ–અકાલ હોતો નથી, મતલબ કે ગમે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ કરી શકાય છે. ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાતું નથી. બલ્બ અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધીકાલમાં જ આ સૂત્રથી આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ, ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત્ત કરવામાં આવેલ છે. તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર: આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થંકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સૂત્ર ગણધર રચિત્ત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને છ આવશ્યક કહ્યા છે. છ આવશ્યકોમાં ક્રમશઃ કુલ ૧ + 1 + ૧ +૯+ + ૧૦ ઊ ૨૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ૨૩ + ૨ ઊ ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. ક્યાંક ૧૦૦ કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે.
ઘણાં લોકો પ્રતિક્રમણ સૂત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સૂત્ર માની બેસે છે, પરંતુ આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત્ત મૂળ પાઠ પણ છે, સાથેસાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે.
આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાન્ય પાઠોનું સંકલન નિર્યુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે.
આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે.
પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના અન્યોન્ય અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણ વિધિ કરવામાં આવે છે.
આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ :(૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દૃષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) આ પાંચ પદો સિવાય, અધ્યાત્મ દષ્ટિએ બીજા કોઈ પણ પદો વંદનીય- નમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણ સંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતો નથી, પરંતુ આવા જ્ઞાન અને ગુણ સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે(૧) અરિહંત : તીર્થકર ભગવાન તથા કેવલી ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તીર્થકર ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. તથા જઘન્ય ૨ કરોડ કેવલી અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવલી ભગવાન હોય છે. (૨) સિદ્ધઃ આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જ સિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં મહાન હોય છે.