________________
jainology
161
આગમસાર દસ શ્રમણ ધર્મ:૧. ક્ષમા કરવી.
૭. મન, વચન, કાયાનો અને ઈદ્રિયોનો પૂર્ણ સંયમ હોવો. ૨. ઘમંડ રહિત હોવું.
૮. તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેવું. ૩. કપટવૃત્તિ છોડીને સરલ થવું.
૯. ત્યાગ પચ્ચખાણ કરવા, શ્રમણોને પોતાના ૪. લોભ લાલસાનો ત્યાગ.
આહારાદિ દેવા. ૫. મમત્વ પરિગ્રહથી મુક્ત થવું.
૧૦. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન (મન, વચન અને કાયાથી). ૬. સત્યવાન હોવું, ઇમાનદારીથી ભગવદાશા પાલન. ક્રોધીના અવગુણ :
ક્રોધી મહા ચંડાલ આંખ્યા કરદે રાતી,ક્રોધી મહા ચંડાલ ઘડ–ઘડ ધ્રુજે છાતી, ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં માતા ભાઈ,ક્રોધી મહા ચંડાલ દોનો ગતિ દેવ ડુબાઈ,
ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં થાલી કુંડો,ક્રોધી મહા ચંડાલ જાય નરકમાં ઊંડો. દસ મુંડન :
૧.શ્રોતેન્દ્રિય મુંડન ૬. ક્રોધ મુંડન–ગુસ્સો નહીં કરવો. ૨. ચક્ષુઈન્દ્રિય મુંડન ૭. માન મુંડન–ઘમંડ નહીં કરવો. ૩. ધ્રાણેન્દ્રિય મુંડન ૮. માયા મુંડન-કપટ નહીં કરવું. ૪. રસનેન્દ્રિય મુંડન ૯. લોભ મુંડન-લાલસાઓ છોડવી. ૫. સ્પર્શેન્દ્રિય મુંડન ૧૦. શિરમુંડન-લોચ કરવો.
પાંચે ય ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયોની લાલસા ન રાખવી અને શુભ અશુભ સંયોગોમાં રાગદ્વેષ નહીં કરતાં તટસ્થ ભાવમાં રહેવું, તે ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે.
મુનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ (૧) સચેતનો ત્યાગ- સચિત્ત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક– અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ– મુનિના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ મુખવસ્ત્રિકા રાખવી અર્થાત ઉત્તરાસંગ કરવું. (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઇએ.
અણમોલ ચિંતન
બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું એ સંકુચિત્ત તેમજ હીન મનોદશા છે. ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોત પોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે. સાધક ભલે સામાન્ય હોય કે વિશેષ, પણ મનોદશા તો ઊંચી જ રાખવી જોઇએ. કોઈને માર્ગદર્શન આપવું, સાવધાન કરવા એ ગુણ છે. પરંતુ તેની અવગણના, તિરસ્કાર યા હાંસી કરવી અવગુણ છે.
આવશ્યક સૂત્ર
પ્રાકથન –સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે– વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે-(દેહસ્ય સારું વ્રત ધારણં ચ). દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે.
વ્રત ધારણ ક્ય પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂક્ષ્મ કે સ્થળ અતિચાર પણ જાણતાં-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ :– અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન – પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં અંગશાસ્ત્રોથી પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનનો નિર્દેશ પહેલાં અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય