________________
jainology
153
આગમસાર (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ-કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે. –ઉત્તરા.અ. ૩ ગા.૧૨ (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં જે લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશર્વ. ૮ ગા. ૪૨ (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે. – સૂય. ૧ અ. ૨, ઉ.-૧, ગા. ૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો, ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં આનાથ જ છે.ઉત્તર, અ.-૨૦, ગા.-૩૯/૪૧ (૯) ગળું કાપી નાખવા વાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શકતી, જેટલું ખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલા પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે. – ઉત્તરા-૨૦, ગા.-૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાનાં અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વિણી–વણીને, તેને કાઢતા રહેવું જોઇએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઇએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબુદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી. – દશવૈ. સૂર ગા. ૧૨ થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.-ઉત્તરા. આ.-૧૫, ગા.–૫. પાર્થસ્થાદિ વિષે તુલનાત્મક વિચારણા
પાર્શ્વસ્થાદિ એ કુલ દશ દૂષિત આચારવાળા કહ્યા છે. આગમના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – “યથા છંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. (૨) બીજી શ્રેણીમાં – “પાર્શ્વસ્થ', “અવસર્ન' કુશીલ', “સંસક્ત' અને “નિત્યક' એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', પ્રેક્ષણિક', “મામક અને સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ–દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા–આપવાનું પણ પ્રાયશ્ચિત નથી.
પ્રથમ શ્રેણીવાળાની પ્રરુપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરુપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે.
બીજી શ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડે છે, અનેક આચાર સંબંધી સૂકમ-ધૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે.
ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર–વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મુહૂર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે.
મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર કે પગમાં માત્ર ખીલી ખેંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે.
આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉધતવિહારી–ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે.
પાસત્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ છે:
પાસત્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસેવી નિગ્રંથ કહેવાય છે.
શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છંદ મનોવૃત્તિથી, આગમોક્ત આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવા વાળા પાસસ્થા' વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે.
૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. ક્યાંક તે એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોઈ શકે છે. તથા ૪. પાસત્થા આદિના ગચ્છમાં પણ કોઈ