________________
આગમસાર–પૂર્વાર્ધ
શિથિલાચારીના વિભાગ :
(૧) પાર્શ્વસ્થ :– જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્શ્વસ્થ(પાસસ્થા) કહેવાય છે.
(૨) અવસન્ન :– જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન્ન (ઓસન્ના) કહેવાય છે. (૩) કુશીલ જે વિદ્યા, મંત્ર,તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે. (૪) સંસક્ત
--
જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે ‘સંસક્ત’(સંસત્તા) કહેવાય છે.
(૫) નિત્યક = ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર ર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે.
=
(૬) યથાચ્છંદ :– જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે ‘યથાચ્છંદ-સ્વચ્છંદાચારી’ કહેવાય છે.
વાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત
(૭) પ્રેક્ષણિક :– જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિ કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે ‘પ્રેક્ષણિક’(પાસણિયા) કહેવાય છે. (૮) કાથિક :– જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર પત્ર વાંચે છે, તે કાથિક(કાહિયા) કહેવાય છે. અથવા જે અમર્યાદિત સમય સુધી ધર્મકથા કરતો જ રહે છે, જેના કારણે પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થા કરે છે. તેમજ પોતાના સ્વાસ્થ્યને પણ અવ્યવસ્થિત કરે છે, તે પણ ‘કાથિક’ કહેવાય છે.
(૯) મામક :– જે ગામ અને નગરને, ગૃહસ્થના ઘરોને, શ્રાવકોને કે અન્ય સચિત્ત- અચિત્ત પદાર્થોને મારા—મારા કહે છે અથવા એમાંથી કોઈમાં પણ મમત્વ કે સ્વામિત્વ ભાવ રાખે છે અથવા અધિકાર જમાવે છે તથા શિષ્ય, શિષ્યાઓ પ્રત્યે અતિલોભ, આસક્તિ ભાવ રાખે છે તથા સ્વાર્થભાવથી ગુરુઆમના આદિ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે, તે 'મામક'(મામગા) કહેવાય છે.
જન સાધારણને જિન માર્ગમા જોડવાને માટે ધર્મકથા કે પ્રેરણા વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવાથી કોઈ સ્વતઃ અનુરાગી બની જાય અને ભિક્ષુ તેમાં મારા– મારાની બુદ્ધિ ન રાખે તો એ પ્રવૃત્તિથી તે ‘મામક’ નથી કહેવાતો.
(૧૦) સંપ્રસારિક :– જે ગૃહસ્થના સાંસારિક કાર્યોમાં, સંસ્થાઓમાં ભાગ લે છે, ગૃહસ્થને કોઈપણ કાર્યના પ્રારંભ માટે શુભ મુહૂર્ત વગેરેનું કથન કરે છે, વ્યાપાર આદિ પ્રવૃત્તિઓમાં તેને પ્રત્યક્ષ પરોક્ષ કોઈપણ પ્રકારે મદદ કરે છે. અન્ય પણ અનેક પુણ્યના મિશ્રપક્ષવાળા અકલ્પનીય કાર્યોમાં ભાગ લે છે, તે સંપ્રસારિક (સંપસારિયા) કહેવાય છે.
મહાદોષી :–
=
152
આ દસ વિભાગોના શ્રમણ સિવાય જે રૌદ્ર ધ્યાનમાં વર્તે છે, ક્રૂર પરિણામી હોય છે, બીજાઓનું અનિષ્ટ કરે છે, ખોટ આરોપ મૂકે છે, અનેક પ્રકારે છળકપટ કરે છે અથવા તો પરસ્ત્રી ગમન કરે છે, અનેક મોટી ચોરીઓ કરે છે, ધન સંગ્રહ કરે છે, છકાયના આરંભજનક મકાનોનું નિર્માણ કાર્ય વગેરે કરાવે છે, પોતાની પ્રતિષ્ઠા માટે સંઘમાં ફાટફૂટ પડાવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે; આવુ કરવા વાળો સાધુ, તે આ શિથિલાચારના દશ વિભાગોથી પણ ચડી જાય છે અને સાધુવેષમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સમાન હોય છે અને આત્મ વંચક પણ હોય છે તથા કોઈ કોઈ પ્રવૃત્તિઓવાળા તો મહાન ધૂર્ત અને મકકાર પણ હોય છે. ઉપસંહાર :– સંયમ સ્વીકાર કર્યા પછી ઉત્થાન–પતનરૂપે આવવાવાળી અનેક અવસ્થાઓની આ બહુમુખી પરિશા કહી છે. પ્રત્યેક સાધક તેને આત્મ–પરીક્ષાનો અરીસો સમજીને ધ્યાન પૂર્વક એમાં પોતાનું મુખ જુએ અર્થાત્ એના પરથી આત્મ નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. (શુભં ભવતુ સર્વ નિગ્રંથાનામ્ ). સર્વ નિગ્રંથોનું શુભ થાઓ.
સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા
(૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વ સંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો. – આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક−૮ | ૬ ૧
(૨) કોઈપણ વ્યક્તિને આ (તે) ‘કુશીલિયો છે’ ‘શિથિલાચારી છે’ ‘આચાર ભ્રષ્ટ છે' ઇત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક –૧૦/૧૮
(૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. –સૂય અ.૨ ઉ.૨ ગા.૨
(૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને— ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત–નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઇએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઇએ.- આચા. ૧/૬/૫ અને પ્રશ્નવ્યાકરણ–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.નિશીથ. ૧૩ ને ૧૫.