________________
આગમચાર-પૂર્વાર્ધ
154 શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા, વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્તે પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે.
પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ- ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિનશાસન પ્રભાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાનઃ
જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે, તેમજ તેનું યથા સમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સંજ્ઞામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માથી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિગ્રંથને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે.
જો એ દૂષિત આચારવાળા ક્યારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથવા આવશ્યક સંયમ પજ્જવા(પર્યાયો)ની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે.
આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હૃદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બને બગાડીને દુર્ગતિના ભાગી બને છે.
હિત શિક્ષાઓ સ્વહિતમાં –
બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું એ મહામૂર્ખાઈ છે. કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો. કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ. ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો. - હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે.
શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ શિથિલાચાર માટે હંમેશા સાધુ સાધ્વીઓ ને લક્ષ્યમાં કરીને જ વાત કરાય છે, પણ હકીકતે તો તે બધાજ સાધકોને માટે છે. નિયમો ભલે તેમને લક્ષ્યમાં રાખીને કહેવાયા હોય, પણ અનુસંધાનમાં શ્રાવક શ્રાવિકાઓ પણ આવી જાય છે. શ્રાવક તરીકેનો પોતાનો આચાર પણ ભગવદ કથીત શ્રાવકોના જેવો નથી તો તેને પણ શ્રાવક શિથિલાચાર કહેવાય. શાબ્દિક સ્વરૂપ:
સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્ધાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે.
પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે “શીતલ વિહારી’ અને ‘ઉદ્યત વિહારી' શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્ણવાચી થાય છે.
જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ઉગ્યા, ઉગ્નવિહારી તેમજ પાસસ્થા, પાસસ્થવિહારી, ઓસણા, ઓસણવિહારી, કુશીલા, કુશલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયો છે. -જ્ઞાતા. અ. ૫ | ઉગ્રવિહારી, ઉધત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસસ્થવિહારી વગેરે શબ્દો સ્વરૂપને એક શબ્દમાં કહેવા શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે, તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે.
પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી. કોઈને શિથિલાચારી ન સમજાય તથા આગમ સિદ્ધ સ્પષ્ટ નિર્દેશોનો વ્યક્તિગત લાચારીથી, અપવાદરૂપ સ્થિતિમાં તેમજ યથાસંભવ શીઘ્ર શદ્ધિકરણની ભાવના સાથે ભંગ થાય તો તેને પણ શિથિલાચાર ન સમજાય.