________________
jainology |
145
આગમસાર
(૯) મોક્ષ :– સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના સમ્યગ્ જ્ઞાન,દર્શન,ચારિત્ર,તપ આ ચાર ઉપાય છે. [વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઇએ.]
શ્રાવકોએ જાણવા યોગ્ય ૨૫ ક્રિયા
કાયિકી આદિ પાંચ ક્રિયા ઃ
૧. કાયિકી શરીરના બાહ્ય સંચારથી.
૩. પ્રાદોષિકી– કષાયોના અસ્તિત્વથી.
૨. અધિકરણિકી-શસ્ત્ર ધારણ કરવાથી.
૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચાડવા પર
૫. પ્રાણાતિપાતિકી— હિંસાની પ્રવૃત્તિ અને હિંસાના સંકલ્પથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર. આરંભિકી આદિ પાંચ ક્રિયા ઃ–
૧. આરંભિકી– જીવ હિંસા થઈ જવા પર. ૨. પરિગ્રહિકી− કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી.
૩. માયાપ્રત્યયા– ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી.
૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ(પચ્ચખાણ) ન કરવાથી.
૫. મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર
દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા ઃ
૧. દષ્ટિજા(દિટ્ટીયા)– કોઈપણ પદાર્થને રાગદ્વેશથી જોવાથી. ૨. સ્પર્શજા(પુટ્ટીયા)– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી. ૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં ખરાબ વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– જીવ અજીવનો સમુદાય મેળવવાથી.
૫. સ્વહસ્તિકી(સાહશ્રિયા)– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬. નેસૃષ્ટિકી– કોઈ પણ જીવ અજીવને ફેંકવાથી. ૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી– કોઈ વસ્તુને ફાડવા–તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા ઃ
=
૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી.
૩. રાગ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી.
૨. અનવકાંક્ષા— ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૪. દ્વેષ પ્રત્યયા—– કોઈપર દ્વેષ ભાવ કરવાથી.
૫. પ્રયોગપ્રત્યયા– મન, વચન, કાયાની માઠી પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી− સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી— વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી ઠાણાંગ સૂત્ર
આ ૫+૫+૮+૭ ઊ પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ તેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ
કરવામાં આવ્યો છે.
વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવોને ઉ૫૨ કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઇએ.
શ્રાવકના ૨૧ ગુણો : ચાર પ્રકારે
પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો ઃ
-
શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઇએ તેમજ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઇએ. (૧) જીવ અજીવનું જાણકાર થવું. (૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું. (૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું. (૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું. (૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી અને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭)જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે,દેવી દેવતાની માનતા ન કરે (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને. (૯) દર મહિને ૬-૬ પૌષધ કરે. (૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિકાશ કરે. (૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. (૧૩) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો.
(૧૪–૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો. (૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે. (૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્ખાણની વૃદ્ધિ કરે.
(૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો સર્વથા ત્યાગ કરે, ૩. સચિત્તનો સર્વથા ત્યાગ કરે, ૪. પંદર કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચક્ખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઇએ.
(૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની યથાશકિત આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે.
(૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે.