________________
આગમચાર-પૂર્વાર્ધ
X
X
૫
144 ૧૫ સચિત્ત માટી આદિનો આરંભ ત્યાગ ઉપરથી મીઠું
ત્યાગ ૧૬ પાણીનો ઉપયોગ ૫ બાલટી ઉપરાંત ત્યાગ ૫ પાણીયારા
૧૦ ઉપરાંત ત્યાગ ૧૭ અગ્નિ જલાવવી ૫ ઉપરાંત ત્યાગ
વીજળીના બટન નંગ ૧૦ ઉપરાંત ત્યાગ ચોકા
૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ૧૮ પંખા-પુટ્ટા આદિ ૫ ઉપરાંત ત્યાગ ૧૯ લીલા-શાકભાજી, ફળ ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ બીજાને માટે
૫ ઉપરાંત ત્યાગ ૨૦ રાત્રિ ભોજન
ત્યાગ અથવા (૧) ટાઈમથી ૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે સુધી (૨) સંખ્યાથી
૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૨૧ અસિ: સોય આદિ ૫ ઉપરાંત ત્યાગ તલવાર આદિ
ત્યાગ ૨૨ મસિ–પેન આદિ સાધન ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ૨૩ કૃષિઃ (૧) ખેતર વીઘા ત્યાગ
(૨) વ્યાપાર જાતિ ૨ ઉપરાંત ત્યાગ
(૩) પરિગ્રહ ઘર ઉપયોગ–૫૦ હજાર ઉપરાંત ત્યાગ ૫૦ હજાર ૨૪ ઉપકરણ(ઉપયોગી વસ્તુઓ)-૩૫ઉપરાંતત્યાગ ૩૫ ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ (૫)
પ્રશ્નઃ આ નિયમ તો ૨૫ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે? ઉત્તરઃ શ્રાવકના દશમા વ્રતના પાઠમાં ‘દ્રવ્ય આદિ કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ૨૫ બોલ ર્યા છે. જેના અંતરબોલોના કુલ ૫૦ કોલમ બને છે. નોંધઃ બાર વ્રત અને ચૌદ નિયમની નાની પસ્તિકા પણ ઉપલબ્ધ છે.
નવ તત્ત્વ: પચ્ચીસ ક્રિયા પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઇએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ :- જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવા વાળા જીવ દ્રવ્ય છે. સુખદુઃખનો જાણ, સુખદુઃખનો વેદક, કર્મનો કર્તા, ભોકતા, અજરઅમર અવિનાશી છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશ છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત્ જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે. (૨) અજીવ - જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની. ગતિ હોય છે. સ્કૂલ દષ્ટિથી જીવ અજીવ બે દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય :- નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું; ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન
ખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ – કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ – જે અવ્રત અને અપખાણે કરી, વિષય કષાય સેવ કરી, આત્મામાં આઠ કર્મોની આવક થવાની પ્રવૃત્તિને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર:- આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા - કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧૨ પ્રકાર છે જે ૧૨ પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બાહ્ય તપ છે. (૮) બંધ:- આત્માની સાથે કમનું ચોટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ,સ્થિતિબંધ,અનુભાગબંધ અને પ્રદેશબંધ આ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે.