________________
146
આગમચાર-પૂર્વાર્ધ
દ્વિતીય પ્રકારે ૨૧ ગુણોઃ૧. શ્રાવક નવ તત્ત્વ, ૨૫ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી. ૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં. ૫. લદ્ધિયટ્ટા, ગહિયટ્ટા, પુચ્છિયા, વિણિચ્છિયટ્ટા હોય, જે સૂત્ર–અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં. ૬. હાડ-હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારું આયુષ્ય અસ્થિર છે જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે. ૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, ફૂડ-કપટ રાખે નહિ. ૯. સુપાત્ર દાન દેવામાં ઉત્સાહીત ચિતવાળા છે. ૧૦. મહિનામાં છ-છ પૌષધ કરે બે આઠમ, બે પંચમી, બે પાખી. ૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય. ૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં.
તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થીના ગુણગ્રામ કરે નહીં. ૧૭. સૂત્ર-સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં. ૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા(કાલ) પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં. ૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર-વિરોધ કોઈથી રાખે નહીં. ૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે.
તૃતીય પ્રકારે : ૨૧ લક્ષણ : ૧. અલ્પ ઇચ્છા-ઇચ્છા તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય.૨. અલ્પ આરંભી– હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય.૪. સશીલ– આચાર વિચારની શદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવતી– ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય.. ધર્મનિષ્ઠ– ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય. ૭. ધર્મપ્રવૃત્તિ- મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય. ૮. કલ્પ ઉગ્રવિહારી- ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્યન કરવાવાળો હોય. ૯. મહાસંવેગી-નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય.૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન- આરંભ પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય.૧૨. એકાંતઆર્ય-નિષ્કપટી, સરળ સ્વભાવી હોય. ૧૩. સમ્યગમાર્ગી– સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગ પર ચાલવાવાળો હોય.૧૪. સુસાધુ– આત્મસાધના કરવાવાળો હોય. ૧૫. સુપાત્ર- સદણ તેમજ સભ્ય જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય. ૧૬. ઉત્તમ- સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય. ૧૭. ક્રિયાવાદી- શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય.૧૮. આસ્તિક–દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન આસ્થાવાન હોય. ૧૯. આરાધક– જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય.૨૦. પ્રભાવક- જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય. ૨૧. અરિહંત શિષ્ય- અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય.
ચતુર્થ પ્રકારે ૨૧ ગુણોઃ ૧. અશુદ્ર-ગંભીર સ્વભાવી હોય. ૨. રૂપવાન- સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય.(પુણ્યના ઉદયને કારણે) ૩. પ્રકૃતિ સૌમ્ય- શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય. ૪. લોકપ્રિય– ઈહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય.૫. અકૂર– કૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. ૬. ભીરુ– લોક અપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય.૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ- વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય.૯. લજ્જાળુ- કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ- પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય. ૧૧. મધ્યસ્થ– અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય.૧૨. સુદષ્ટિ-પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી- ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય.૧૪. સુપક્ષયુક્ત- ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ધદષ્ટિ– દૂરગામી દષ્ટિવાળો હોય.૧૬. વિશેષજ્ઞ-જીવાદિ તત્ત્વોનો તેમજ હિત અહિતનો જ્ઞાતા હોય. ૧૭. વૃદ્ધઅનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આજ્ઞાપાલક હોય.૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા- મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ્ય- લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય. નોટ:(નોંધઃ) અલગ-અલગ અપેક્ષાથી ભિન્ન-ભિન્ન પ્રકારે ૨૧ ગુણોનું સંકલન ક્યું છે.
ઔષધ ઉપચારમાં વિવેક રોગનાં ઉદયમાં,અશાતામાં શ્રાવકોએ ભયભીત અને આક્રત ન થતાં, પૂર્વ કર્મનો ઉદય જાણી ઉપચારમાં પણ અહિંસક રહેવું જોઈએ. કોડ લીવર ઓઈલ(માછલીનું તેલ), લસણ, ઘઉનાં જવારાનો રસ બીટ,ગાજર.જેવા અતિ પાપમય ઉપચારો ન કરવા જોઈએ. અને પોતાનો અનુકંપાનો ભાવ કાયમ રાખવો જોઇએ. અસાધ્ય રોગોમાં અથવા મોટી ઉમરે તો પોતાના ત્રીજા મનોરથનો અવસર જાણી એ દિશામાં આગળ વધવુ જોઇએ.
છે શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ