________________
134
આગમસાર–પૂર્વાર્ધ પાંચ પ્રકાર :- (૧) કન્યા-વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ-સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (૫) ખોટી સાક્ષી સંબંધી(વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા :- રાજ દંડે, લોક ભંડે(લોકો ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટું– સ્કૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. અતિચાર:- (૧) કોઈને ધ્રાસ્કો પડે તેવી વાત કરવી. (૨) કોઈના રહસ્ય,મર્મ પ્રકાશવા.(૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી, ખોટુ બોલવું. (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટકી ચોરીનો ત્યાગ) :પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ. પૂલ ચોરીના પાંચ પ્રકારઃ- (૧) ભીંત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત (ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી, ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) કોઈની માલિકીની કીંમતી વસ્તુ ધણીયાતી જાણવા છતાં રાખી મુકવી, ચોરીની ભાવનાથી લેવી. અતિચાર :- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નક્કી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે. (૪) ચોથું વ્રતઃ સ્વદાર સંતોષ, પરદાર વર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ):
(૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં ( ) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (ર) પરસ્ત્રી અને વેશ્યાનો ત્યાગ (૩) ૪૮ વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના ન્યાયથી જિંદગી સુધી. પાંચે અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ. અતિચાર :- (૧) નાની ઉમરની પોતાની કે થોડા સમય માટે શુલ્ક આપેલી પોતાની કરેલી સ્ત્રીની સાથે કશીલ (મૈથન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે વિવાહ પહેલાં મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) પોતાના બાળકો કે પોતાને આશ્રીત ભાઈ–બહેન સિવાય બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદિથી વિકાર ભાવને વધારવો. (પ) પાંચમું વ્રત: પરિગ્રહ પરિમાણ:
(૧) ખેતી ઘર વીઘા () વ્યાપાર સંબંધી વીઘા () (૨) મકાન દુકાન કુલ નંગ () (૩) પશુની જાતિ () નંગ (), શેષ કુલ પરિગ્રહ (રૂ.) જેનું સોનું () કિલો પ્રમાણે ચાંદી () કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન () ઉપરાંત બનાવવાનો ત્યાગ. સ્પષ્ટીકરણ :- બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીની સંપતિ મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર. અતિચાર - પરિગ્રહની જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભ સંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવો.
(૬) છઠ્ઠ વ્રત: દિશા પરિમાણ:પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા () ઉપરાંત ત્યાગ. વિદેશ નામ (); ઉપરની દિશામાં કિ.મી. (), નીચેની દિશામાં ફૂટ
મ (0. ઉપરની દિશામાં કિ.મી. (), નીચેની દિશામાં ફૂટ ( ) ઉપરાંત જવાનો ત્યાગ, એક કરણ ને ત્રણ યોગથી જીંદગી પર્યત. તાર, ચિટ્ટી, ફોન આદિ પોતે કરવાની મર્યાદા (), દેશની સંખ્યા () ઉપરાંતનો ત્યાગ. આગાર :- સ્વાભાવિક જમીન ઊંચી નીચી હોય તો તેનો આગાર. જે વાહન ખુલ્લા રાખ્યા છે તે જેટલા ઊંચા નીચા જાય તેનો આગાર. આવેલા તાર, ચિટ્ટી, ફોન, રેડિયો, ટી.વી. આદિનો આગાર. નોકરી અથવા શારીરિક કારણ આદિ વિશેષ પરિસ્થિતિનો આગાર. રાજ્ય સંબંધી, દેવ સંબંધી સ્થિતિનો આગાર. પુત્રાદિ મર્યાદિત ક્ષેત્રથી બહાર ચાલ્યા જાય તો તેના સંબંધે વિશેષ પરિસ્થિતિનો આગાર. બનતી કોશિશ બધી પરિસ્થિતિઓથી બચવાનું ધ્યાન રાખીશ. અતિચારઃ- (૧-૩) ઉર્ધ્વ, અધો અને તિરછી દિશા સંબંધી અજાણપણે અને મર્યાદાને ભૂલી જવાના કારણે ઉલ્લંઘન થયું હોય (૪) એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાનું પરિમાણ વધાર્યું હોય. બંને દિશાઓનો સરવાળો તેટલો જ રહે છે માટે અતિચાર છે (૫) યાદ ન રહે અને અંદાજથી જેટલી મર્યાદા ધ્યાનમાં (સ્મૃતિમાં) આવે, તેનું ઉલ્લંઘન કરે; ત્યારપછી ખબર પડે કે વાસ્તવમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું નથી, તોપણ તે અતિચાર છે. (૭) સાતમું વ્રત : ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત :નોધ: ૨૬ બોલોની મર્યાદાને ૧૫ બોલોમાં સંક્ષિપ્ત કરી છે. ૧. દાતણ - સચિત્ત (), અચિત્ત ( ), પ્રતિદિન (). ૨. સાબુ ન્હાવાનો () જાતિ, ધોવાનો જાતિ (), પોતાની અપેક્ષાએ.