________________
jainology
133
આગમસાર દશમા વ્રતનું પ્રયોજન -
પૂર્વ વ્રતોમાં જે જે મર્યાદાઓ જીવનભરને માટે કરાયેલી છે તેને દૈનિક મર્યાદામાં સીમિત કરવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. જીવનભરના લક્ષ્યથી સીમાઓ વધારે વધારે રાખવામાં આવે છે પરંતુ દરરોજ એટલી જરૂર હોતી નથી. તેથી વિશાલ ક્રિયાને સીમિત કરવાને માટે શ્રાવકે દૈનિક નિયમ પણ ધારણ કરવા અત્યંત જરૂરી હોય છે ત્યારે જ તેના પાપ કર્મનો આશ્રવ રોકવાનો ઉદ્દેશ પૂર્ણ રીતે સફળ થઈ શકે છે. તેથી ૩૪ નિયમ ધારણ કરવા રૂપ આ દેશાવગાસિક વ્રત છે. તેમાં ૨૪ કલાકને માટે અનેક નિયમ ધારણ કરી શકાય છે. આ વ્રતને ધારણ કરવું અત્યંત સરળ અને લાભકારક છે તેથી બધા શ્રાવકોએ આ વ્રત ધારણ કરવું જોઇએ. અગિયારમા વ્રતનું પ્રયોજન -
દિવસભર મહેનત કરવાવાળાને જેમ રાત્રે વિશ્રામની જરૂર હોય છે તેજ રીતે શ્રાવક ગૃહસ્થ જીવનમાં હંમેશાં આત્માના કર્મબંધરૂપ ભાર વહન કરવાનો જે ક્રમ ચાલુ છે, આશ્રવોની જે પ્રવૃત્તિઓ ચાલુ છે તેમાંથી મહિનામાં ઓછામાં ઓછા છ દિવસ વિશ્રાન્તિ મળવી જરૂરી છે. તેથી આગમોમાં વર્ણિત કેટલાય શ્રાવક મહિનામાં છ છ પૌષધ કરતા હતા. સરકાર પણ શ્રમિકોને માટે રવિવાર આદિની રજા આ વિશ્રાંતિના ઉદ્દેશથી રાખે છે. તેથી શ્રાવકોએ મહિનામાં તેમજ વર્ષમાં કોઈ દિવસ એવા કાઢવા જોઇએ કે જેમાં તે આખો દિવસ ધર્મ આરાધના કરી શકે. તેને માટે આ શ્રાવકનું અગિયારમું વ્રત છે– તેને ધારણ કરવાથી જ પૂર્ણ આત્મસાધના થઈ શકે છે. અલ્પ શક્તિવાળા સાધક આ વ્રતમાં આહાર કરીને પણ પાપત્યાગરૂપ (દેશાવગાસીક)પૌષધ સ્વીકારી આત્મસાધના કરી શકે છે. બારમા વ્રતનું પ્રયોજન:ગૃહસ્થ જીવનની સાધના, એ અધૂરી સાધના છે; પરિસ્થિતિ તેમજ લાચારીની સાધના છે. વાસ્તવમાં પૂર્ણરૂપે સાધના તો સંયમ જીવનથી જ સંભવિત છે. શ્રાવકની હંમેશાં મનોકામના–મનોરથ હોય છે કે હું ક્યારે સાધુ બનું અને સંયમજીવનનો સ્વીકાર કરું.
જ્યાં સુધી તે પોતાના મનોરથને પૂર્ણ કરી શકતો નથી ત્યાં સુધી શ્રમણ ધર્મની અનુમોદનારૂપે શ્રમણ નિગ્રંથોની સેવા ભક્તિ કરે. તેમાં પોતાની ભોજન સામગ્રી તેમજ અન્ય સામગ્રીથી તેઓનો સત્કાર, સન્માન કરીને તેમના સંયમમાં સહયોગી બનીને, તેમની સાધનાને શ્રેષ્ઠ માનતો થકો અનુમોદન કરે છે તેનાથી તે મહાન કર્મોની નિર્જરા કરે છે.
તેથી ગૃહસ્થ જીવનમાં રહેવાવાળાઓને માટે સહજ લાભના અવસર રૂપ આ બારમું વ્રત કહ્યું છે. તેના પાલનથી. જિનશાસનની ભક્તિ થાય તેમજ ગુરુ સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભિક્ષાના દોષો ન લગાડતાં શુદ્ધ ભાવોથી દાન દેવામાં આવે છે. તે દાનને સુપાત્રદાન કહે છે. તેમાં કોઈપણ પ્રકારની લોકેષણા કરવામાં આવતી નથી. ફક્ત ગુરુ ભક્તિ, સંયમચર્યાનું અનુમોદન અને કર્મોની નિર્જરાનો હેતુ હોય છે. નિયમોથી યુક્ત તેમજ દોષ રહિત દાનનો અને ભાવોની પવિત્રતાનો તથા લેવાવાળા પાત્ર નિર્મળ આત્માનો સંયોગ મળી જવા પર આ વ્રત પ્રક્રિયાનું મહત્વ ઘણુંજ વધી જાય છે.
ગાયને ઘાસના ન્યાયથી ધોવણ પાણીની સમજણ એક હિંદુ માન્યતા વાળા ઘરમાં સાધુએ પાણીની પૃચ્છા કરી, ધોવણ પાણીની પૃચ્છા કરતાં સુજતું કલ્પનીય ધોવણ પાણી તે ઘરમાં હતું. પણ ગૃહિણીની માન્યતા હતી કે જેવું દાન આપીએ તેવું જ પામીએ. તેથી તેણીએ પાણી સિવાય કાંઇ બીજું દાન વહોરાવવા જણાવ્યું. તેણીનું કહેવું હતું કે “જે પાણી હું નથી પી શકતી તે બીજાને પણ પીવા ન આપી શકું'. સાધુએ તેની દાનની ભાવના જાણી સમજણ આપતા કહ્યું કે “તમારી ગાયને તમે ઘાસ આપો છો તો શું તે ઘાસ તમને ખાવા યોગ્ય છે? નથી જ ને. તો પણ તે ઘાસની બદલીમાં તમને ગાય દૂધ આપે છે. તો શું તમારી માન્યતા પ્રમાણે તમને ઘાસનાં બદલામાં ઘાસનો જ લાભ મળશે? નહિંજ ને. તેવીજ રીતે આ ધોવણ પાણી એજ અમારી જરૂરીયાત છે. તેથી દાનનો લાભ તમને તેવાજ પાણીથી નહિં પણ તમારી દાન દેવાની ભાવના અનુસાર સારા પરિણામોથી જ મળશે. દાનનો લાભ વસ્તુની કિંમત પર આધારીત નથી હોતો પણ દાન દેવાની પધારીત હોય છે. ગૃહિણીની શંકાનું સમાધાન થઇ જતાં તેણીએ પછી તે ધોવણ પાણી સાધને વહોરાવ્યું.
શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવાની સ્પષ્ટ તેમજ સરળ વિધિ સમ્યક્ત્વ – દેવ ગુરુ ધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય અને વંદન કરીશ. કુદેવ, કુગુરુનો વિનય અથવા વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહારથી તથા આવશ્યક પરિસ્થિતિથીમાં કરવી પડે તો તેનો આગાર.
પ્રતિક્રમણમાં ઉપલબ્ધ અણુવ્રતોના પાઠોના આધારથી વ્રત ધારણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) પહેલું વ્રતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ (સ્થૂલ હિંસાનો ત્યાગ):
નિરપરાધી ત્રસ જીવને મારવાની ભાવનાથી મારવાના પચ્ચખાણ, જીવન પર્યંત, બે કરણ ત્રણ યોગથી. અતિચારોને બનતી કોશિશ ટાળવાનું ધ્યાન રાખીશ. અતિચાર:- (૧) નિર્દયતા પૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવુ (૨) નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. (૨) બીજું વ્રત : સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ) :
પાંચ પ્રકારના મોટકા જૂઠ બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યતા ત્યાગ. અતિચારોને બનતી કોશીશ ટાળવાનો પ્રયત્ન કરીશ.