________________
આગમસાર–પૂર્વાર્ધ
132
શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઇએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો . તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાસ્થ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે.
બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્ય ઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે.( તવેસુ વા ઉત્તમ બંભચેર)-સૂત્રકૃતાંગ, અધ્ય.-૬. પાંચમા વ્રતનું પ્રયોજન – ઇચ્છા હું આગાસ સમા અર્ણતયા . –ઉત્ત–૯ ઇચ્છાઓ આકાશ જેવી અસીમ અનંત છે.
જહા લાહો તહા લોહો, લાહા લોહો પવદ્ગઇ . —ઉત્ત−૮ જયાં લાભ ત્યાં લોભ છે.લાભથી લોભ વધે છે.
‘મહારંભી મહાપરિગ્રહી ’ નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪ વિયાણિયા દુક્ખ વિવન્દ્વા ધણું, મમત્ત બંધં ચ મહા ભયાવહૈ . —ઉત્ત. ૧૯
ધન અને તેનું મમત્વ દુ:ખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહા ભયવાળું છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને મર્યાદિત કરવું આવશ્યક સમજવું જોઇએ. આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન :
=
આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઇએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય. ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવકને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે.
ન
સાતમા વ્રતનું પ્રયોજન :
=
લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઇએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઇએ.
આઠમાં વ્રતનું પ્રયોજન ઃ યોગ્ય ખર્ચ કરવો ભલો, ભલો નહીં અતિ ભાય .લેખન ભર લિખવો ભલો, નહીં રેડે લખાય. શેઠે ઉપાલંભ આપિયો, નિરર્થક ઢોળયો નીર .રોગ હરણ મોતી દિયો, ગઇ બહૂકી પીર
શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત્ત હોય છે. આત્માને માટે પણ આમ સમજવું જોઇએ કે શ્રાવક ને અત્યંત આવશ્યક સાંસારિક કાર્ય સિવાય નિરર્થક પાપ ન કરવું, તેનાથી અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે.
નિરર્થક એક લોટો પાણી પણ વાપરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે.
ગૃહસ્થમાં રહેવાવાળાને કેટલાક કાર્ય આવશ્યકતા અનુસાર કરવા પડે છે તે સંબંધી આશ્રવ અને બંધ પણ તેને થઈ જાય છે પરંતુ જે કર્માશ્રવ અને બંધ નિરર્થક અવિવેક, આળસ અને અજ્ઞાનતાથી થાય છે તેને રોકવાને માટે શ્રાવકે જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ કરવી જોઇએ તથા આળસ, લાપરવાહીને દૂર કરીને સાવધાની સજાગતા જાગરૂકતા રાખવી જોઇએ.
અજ્ઞાનદશાથી કરવામાં આવતી અથવા વિકૃત પરંપરાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ્ઞાન અને વિવેકના સામંજસ્યથી છોડી દેવી જોઇએ. તે પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવામાં આવે છે.
અનર્થદંડના ચાર ભેદોમાં આ ત્રણનો સમાવેશ થઈ જાય છે. તેથી શ્રાવકે અનેક મર્યાદાઓ કરવાની સાથે ચાર પ્રકારના અનર્થ દંડના સ્વરૂપને સમજીને તેનો પણ ત્યાગ કરવો જોઇએ. તેમ કરતાં અનેક વ્યર્થના કર્મબંધથી આત્માની સુરક્ષા કરી શકાય છે. સમગ્ઝ શંકે પાપ સે, અણસમઝૂ હરખંત .વે લૂખ્ખા વે ચીકણા, ઇણ વિધ કર્મ બંધંત . સમઝ સાર સંસાર મેં, સમઝૂ ટાલે દોષ .સમઝ સમઝ કર જીવડા, ગયા અનંતા મોક્ષ .
નવમા વ્રતનું પ્રયોજનઃ– લાખખાંડી સોના તણુ લાખ વર્ષ દે દાન .સામાયિક તુલ્ય આવે નહીં, ઇમ નિશ્ચય કર જાણ .
પહેલા આઠ વ્રતોમાં મર્યાદાઓ કરવામાં આવી છે આ વ્રતમાં મર્યાદા અથવા પાપનો આગાર ન રાખતા થોડા સમયને માટે પાપોની સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાય છે. પૂર્વાચાર્યોએ તેનો સમય ૪૮ મિનિટનો નક્કી ર્યો છે. તેથી ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી રોજ શ્રાવકે બધી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને તે સમયમાં ધર્મ જાગરણ કરીને આત્માની ઉન્નતિ કરવાને માટે તેમજ આત્માને શિક્ષિત કરવાને માટે સામાયિક વ્રત અવશ્ય ધારણ કરવું જોઇએ. આ વ્રતને ધારણ કરવામાં પોતાની ઇચ્છાનુસાર સામાયિક કરવાની સંખ્યાને નક્કી કરી લેવી જોઇએ.