________________
jainology
131
આગમસાર ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જેમાં જીવ ફક્ત ધર્મનું આચરણ જ નહિ પરંતુ કર્મોના બંધનને તોડીને મુક્ત પણ થઈ શકે છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી શક્તિ બીજા કોઈ ભવમાં સુલભ નથી. તેથી મનુષ્યભવ પામીને તેને સફળ કરવાનો હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ.
વ્રત ધારણ કરવાથી ચારિત્રનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે નિરર્થક આશ્રવથી-કર્મબંધથી બચી જવાય છે. ફળસ્વરૂપે કર્મબંધ ઘણો ઓછો થઈ જાય છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરવાનું બંધ થાય છે. તેમનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસની તરફ આગળ વધે છે ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે તે શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. તેથી દરેક સગૃહસ્થ પોતાના જીવનને વ્રતમય બનાવવું અત્યંત આવશ્યક છે, સાથે સાથે તે સાધનાને ઉત્તરોત્તર વધારતા રહે, તો જ માનવભવ સાર્થક બને છે.
બાર વ્રતોનું પ્રયોજન સમ્યક્ત્વ પ્રયોજન - સાધના જીવનમાં ધર્મના સાચા માર્ગનું તેમજ તે માર્ગના ઉપદેષ્ટાનું જ્ઞાન હોવું અને તેના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ થવી, તે આત્મ કલ્યાણનું મુખ્ય અંગ છે. મોક્ષાર્થી સાધક જ્યાં સુધી જીવ અજીવને, હેય–ઉપાદેયને, પુણ્ય-પાપને, ધર્મ–અધર્મને સારી રીતે સમજે નહિ, સમ્યફ રૂપથી શ્રદ્ધા કરી શકે નહિ, ત્યાં સુધી તેનું આચરણ ફળ આપનાર બનતું નથી. કહ્યું છે કે
એક સમકિત પાયે બિના, જપ તપ કિરિયા ફોક.જૈસે મુરદો શિણગારવો, સમજ કહે ત્રિલોક. તેથી વ્રત ધારણ કરતાં પહેલાં તત્વોનું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા કરવાના તત્ત્વ બે પ્રકારના કહેલ છે– (૧) જીવાદિ નવતત્ત્વ (૨) દેવ, ગુરુ, ધર્મ ત્રણ તત્ત્વ. આ બંને પ્રકારના તત્ત્વોનું સાચું જ્ઞાન તથા સાચી શ્રદ્ધા થવી તે જ સમ્યકત્વ છે. તેના વગર સાધુપણું અથવા શ્રાવકપણું એકડા વિનાના મીંડા સમાન છે. તેથી સર્વ પ્રથમ સમ્યત્વની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન :- દેવઃ- સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ:– મહાવ્રત સમિતિ ગુપ્તિ યુક્ત તેમજ ભગવ આજ્ઞાઓનું પાલન કરવાવાળા આરાધ્ય-ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકશ (૨) પ્રતિસેવના (૩) કષાય કશીલ આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ-પાપ ત્યાગ રૂ૫ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુષ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્વોનું જ્ઞાન કરીને, સમ્યફ શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહે છે. સમીકીત વગરનું એકલું ચારિત્ર હોઇ ન શકે. બેઉ સાથે જ હોય છે. એકલ સમકીત પણ ચારિત્ર વગર એક બે ભવ સધી જ રહી શકે. તેથી વધારે ભવ ચારિત્ર વગરના પસાર થાય. તો આત્માને મિથ્યાત્વની પરિણતી થઈ જાય છે. તેથી સમકિતની પ્રાપ્તી પછી વ્રત ધારણ કરવા, એ પણ આત્મવિકાસને માટે અત્યંત અગત્યનું પગથીયું છે. પહેલા વ્રતનું પ્રયોજન -(સવૅ જીવા વિ ઇચ્છતિ, જીવિયન મરિસ્જિઉ. તમ્મા પારંવાં ઘોર, સિગૂંથા વયંતિ )
1 દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડ્યુિં, જબ લગ ઘટ મેં પ્રાણ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વૈરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે.
તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂક્ષ્મ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. બીજા વ્રતનું પ્રયોજન -(મુસાવાઓ ય લોગમિ, સવ્વસાહહિં ગરહિઓ.અવિસ્સાસો ભૂયાણ, તન્હા મોસંવિવએ)
સાંચ બરાબર તપ નહીં, નહીં જૂઠ બરાબર પાપ.જોકે હૃદય સાંચ હૈ, તાઁકે હૃદય આપ. જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાઈ જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્થૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂમ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કર્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજનઃ ચોરી કર જોલી ભરી, ભઈ છિનકમેં છાર એસે માલ હરામ કા, જાતા લગે ન વાર.
ચોરી કરવાવાળાનું જીવન અનૈતિક હોય છે. કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. ક્યારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટ ને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને ક્યારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે
રહેન કોડી પાપ કી, જિમ આવે તિમ જાય-લાખો કા ધન પાય કે મરે ન કફન પાય. તેથી શ્રાવક આવા ધૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે.
ચોથા વ્રતનું પ્રયોજન - અખંભચરિયું ઘોરં, પમાયંદુરતિક્રિય. - દશવૈ. અધ્ય.-૬
મૂલમેય મહમ્મસ્ય, મહાદોષસમસ્સય.–દશવૈ. અધ્ય.-૬ કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાન દોષોને ઉત્પન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોને તેનો સર્વથા ત્યાગ હોય છે.