________________
130
ઈ લા;
આગમસાર–પૂર્વાર્ધ
કોઈ સમયે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ–દુકાન પણ વેંચાઈ ગયા. મહા મહેનતે એક દિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેમણે જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં.
કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, ક્યાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું પડ્યું. કહ્યું પણ છે કે મુંજાયેલો માણસ શું નથી કરતો !”
ચોરી કરવી, ક્યાં કરવી?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુઃખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજૂસ હોય છે. તેને ચોરીથી બહુ દુઃખ થશે. આપણું દુઃખ મટાડવા માટે કોઈને દુઃખી શા માટે કરવા! વિચાર વધતા–વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય ક્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય.
શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ ર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછયું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. અને રાજ ભંડારમાં પ્રવેશ ક્ય.
ક્રમથી અંદર–અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહમલ્ય કપડા. મેવા મિષ્ટાન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. ક્યાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર ર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં-જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો.
માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછ્યું. શેઠે કહ્યું હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું ચોખાની કણકી ભરીને લાવ્યો છે. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગત રૂપથી આવીને ઘરને ૨
રાજપુરુષો અને ભંડારીઓએ તાળો તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોત પોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજ સભામાં ચર્ચાઓ થઈ રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો.
બધાની સામે પૂછ્યું- તમે કોણ છો? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતાં કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુ દુઃખ થયું કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુ:ખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ બનાવ્યો અને કર્મચારીઓને યોગ્ય દંડ અને શિક્ષા આપી. શિક્ષા – જે રીતે શેઠને લાચારી અને ઉદાસીનતાથી ચોરી કરવાને માટે વિવશ થવું પડ્યું, તે ઉદાસીનતા અને લાચારીના કારણે તેને ચોરીનો દંડ ન મળતા ઈનામ અને આદર મળ્યો. શ્રાવકને પણ ઉદાસીનતા પૂર્વક કરાયેલા સાંસારિક કાર્યોનું પરિણામ નરક તિર્યંચ ગતિના રૂપમાં ન મળતાં દેવભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્ય ભવ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શેઠે ચોરી કરવામાં ખુશી માની ન હતી. તેવી જ રીતે શ્રાવક સંસારમાં રહીને જે કોઈ પણ પાપકાર્ય કરે છે તેમાં તેની ઉદાસીનતા હોવી જોઇએ. માત્ર જીવન નિર્વાહનું જ લક્ષ્ય હોવું જોઇએ. કર્મબંધ અને પરભવનો હંમેશા વિચાર રાખવો જોઇએ. ધન સંગ્રહ પણ જેટલી જરૂર હોય તેટલો જ કરવો વધારે ન કરવો જોઇએ. જો પુત્ર કપૂત છે તો ધન સંચય શા માટે?, અને પુત્ર સપૂત છે તો ધન સંચય શા માટે?
આવશ્યક્તા હોય ત્યાં સુધી ગૃહસ્થ જીવનમાં કાર્ય કરવું પડે છે પરંતુ આવશ્યક્તાઓને ઓછી કરવી એ પણ ધર્મજીવનું મુખ્ય કર્તવ્ય હોય છે. 1 એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે શ્રાવક જીવનમાં કોઈની સાથે વેર વિરોધ કષાય કલુષિતને લાંબા સમય સુધી રાખવા ન જોઇએ. જલ્દીથી સમાધાન કરીને સરલ અને શાંત બની જવું જોઈએ. કષાયની તીવ્રતાથી સમક્તિ ચાલ્યું જાય છે. માયા કપટ, પ્રપંચ, ધૂર્તતા, ઠગાઈ અને બીજાના અવગુણ અપવાદ આ બધા દુર્ગુણો ધર્મી જીવનના તેમજ સમક્તિના મહાન દૂષણ છે. તેને જીવનમાં જરાય સ્થાન ન આપતા હંમેશાં તેનો ત્યાગ કરીને જીવનને સુંદર અને શાંત બનાવવું જોઈએ. વ્રતધારી શા માટે બનવું?:જીવ અનાદિકાળથી ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી જીવ મિથ્યાત્વ, પ્રમાદ, કષાય, અવ્રત,
સ્વરૂપ કમેબધ કરતાં રહેશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં તેમજ દુ:ખોની પરંપરામાં પરિભ્રમણ કરતો રહેશે. આવી અવસ્થા જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુની કૃપા પામીને શુદ્ધ શ્રદ્ધાની સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો એજ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્ર વિકાસને માટે જ વ્રતોનું આયોજન કરાયું છે, ભાગ્યશાળી જીવો જ તેનું પાલન કરે છે. શાસ્ત્રોમાં જીવોને માટે ચાર વાત દુર્લભ કહી છે. (ચત્તારિ પરમંગાણી, દુલહાણીહ જંતુણો.- માણસત્ત, સુઈ, સદ્ધા, સંજમમ્મિ ય વરિયં) ઉત્તરાધ્યયન અ.-૩ ગા.-૧
આ ગાથાનો ભાવાર્થ છે કે આ સંસારમાં પ્રાણીઓને માનવદેહ મળવો દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી વીતરાગ ધર્મ મળવો દુર્લભ છે. કદાચ ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય તો શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તેથી પણ આગળ ધર્મનું આચરણ કરવું અત્યંત કઠિન છે અર્થાત્ શ્રાવક વ્રત અથવા સંયમ ગ્રહણ કરવો તેમજ તેની આરાધના કરવી મહાન દુષ્કર છે.