________________
jainology |
પ્રેરણાની અપેક્ષા ક્યારેક કોઈ ત્યાગ નિયમનું શ્રાવકને માટે આવશ્યક પણ કહેવામાં આવે છે તો પણ એકાંતિક ન સમજવું. જેમ ભગવતીસૂત્રમાં પ્રેરણા પ્રસંગથી શ્રમણોપાસકને માટે કર્માદાનના ત્યાગી થવાનું આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે તો પણ આ ઉપાસક દશાંગ સૂત્રમાં ઈંગાલકર્મ રૂપ કુંભકાર કર્મ આદિનો ત્યાગ ન કરવાવાળા સકડાલ શ્રમણોપાસકનું પણ શ્રાવકરૂપમાં વર્ણન છે. આનંદ શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદામાંથી ૨૨ બોલોને ધારણ કરવા વાળાનું જ વર્ણન છે ચાર(પત્રી–પગરખા, સયણ, સચિત્ત, દ્રવ્ય) ની મર્યાદા બતાવેલ નથી.
129
આગમસાર
અલ્પાધિક વ્રત ધારણ :- કહેવાય છે કે એક વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે અને બાર વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે. તેથી કોઈપણ ધર્મપ્રેમી શુદ્ધ જાણકારી પ્રાપ્ત કરીને શ્રાવકના બાર વ્રતને પોતાની ઇચ્છા અનુસાર ધારણ કરી શકે છે તેમાં જરામાત્ર પણ શંકા કરવી ન જોઇએ. ગૃહસ્થ જીવનમાં ધર્મ સાધના સુલભ બને તેને માટે ગૃહસ્થ જીવનની પરિસ્થિતિઓને જાણીને જ પ્રભુએ આવો સરલ માર્ગ બતાવ્યો છે. છતાં પણ કોઈની નબળાઈ હોય તો બાર વ્રતમાંથી ઓછા વ્રતોને પણ ધારણ કરી શકે છે, હીનાધિક છૂટ પણ રાખી શકે છે.
આટલો સરળ અને સ્પષ્ટ માર્ગ હોવા છતાં પણ સેંકડો હજારો શ્રદ્ધાળુજન ‘પછી કરશું–પછી કરશું’ એમ કરતાં, વર્ષો વીતી જાય છે, પણ શ્રાવકના બારવ્રત ધારણ કરતા નથી. આ એક પ્રકારની ઉપેક્ષાવૃતિ અથવા આળસવૃતિ છે અથવા તો શ્રમણવર્ગ દ્વારા સાચું જ્ઞાન અને સાચી પ્રેરણા ન મળવાનું પરિણામ પણ માનવામાં આવી શકે છે.
શ્રાવકના વ્રતમાં જરા પણ ભય રાખવો યોગ્ય નથી. તેમાં પોતાની શક્તિ સુવિધા અનુસાર અને સ્વભાવને અનુકૂળ વ્રત ધારણ કરવામાં આવે છે.
શ્રાવક જે છૂટ રાખે છે તેનો પણ તેના મનમાં ખેદ રહે છે. તેમજ ક્રમિક વિકાસ કરીને તે છૂટોને જીવનમાંથી હટાવવાનું લક્ષ્ય પણ શ્રાવકને હંમેશાં રહે છે.
અનૈતિક વૃત્તિઓનો ત્યાગ :– કોઈનું જીવન નૈતિકતાથી રહિત છે અથવા કોઈ દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાય તો ધર્મી તેમજ વ્રતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે, વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈંડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર ૨મે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દર્જામાં પણ છોડવા યોગ્ય છે.
શ્રાવકની સમજ તથા શ્રદ્ધા :– શ્રાવક જીવન સ્વીકાર કરવાવાળા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરવાવાળાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત-પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી(લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસક્તિભાવ હોતો નથી. તેને પહેલો અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે આરંભ પરિગ્રહ છોડીને નિવૃત્ત થાઉં (૨) ક્યારે હું મમત્વ છોડી સંયમ ધારણ કરું. તે દિવસ મારો ધન્ય થશે.
શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે—સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે.
દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન :
વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરવાવાળા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ-સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયા પ્રધાન, અહિંસા પ્રધાન અથવા પાપ ત્યાગ રૂપ સંવર, નિર્જરામય કેવલી પ્રરુપયો ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં ક્યારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યજ્ઞાન કરીને સમ્યગ્ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા . સમ્યગ્દર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે.
શ્રાવકની ઉદાસીનતા :–શ્રાવક જીવનમાં ઉદાસીન રહવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે– અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલ – અંતર્ગત ન્યારો ૨હે, જ્યોં ધાય ખિલાવે બાલ . શબ્દાર્થ : વૃતિ—વર્તન . પ્રવૃતિ–વિશેષ કાર્ય કે ધંધો . નિવૃતિ–પ્રવૃતિનું સંક્ષિપ્તીકરણ કે અવરોધન .
=
અશુભ જોગથી નિવૃતિ–નિવરતન . શુભજોગમાં પ્રવૃતિ,પ્રવર્તવું– સમયક પુરુષાર્થ . વ્યવહારમાં નિવૃતિ જેવી(જીવન આવશ્યક)વૃતિ– નિસંગતા, અનાસકતિ .
જતના વૃતિ એટલે વર્તનમાં ભાવ સહિત, ભાવ પ્રધાન, ઉપયોગ સહિત, આત્મભાવથી જીવદયા પાળવી .
આ વિષયમાં એક પ્રેરણાત્મક દષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઇએ.
ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દૃષ્ટાંત :–
કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું.