________________
આગમસાર–પૂર્વાર્ધ
શકે તેટલો તેને ત્યાગ કરાવાય છે. સાધુ ક્યારેય પણ ગૃહસ્થની કોઈ પણ છૂટ કે આગારને સમર્થન આપતા નથી, કે તેની અનુમોદના કરતા નથી .
આ રીતે અનેક તર્ક–પ્રતિતર્ક દષ્ટાંત આદિ થી સમાધાન કરવામાં આવેલ છે, અંતમાં ઉદક શ્રમણ પોતાની જાતને સમર્પિત કરી પાંચ મહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરી લે છે.
:
નોંધ : વધુ માહિતી માટે શ્રી ગુરુપ્રાણ આગમ નાં સૂત્રોનું અધ્યયન કરવું જોઇએ. જે રાજકોટથી ગુજરાતીમાં પ્રકાશિત થયેલ છે. અને જ્ઞાની થવા માટે મેળવેલી ધર્મ માહિતીનો ઉપયોગ,આચરણ કરવું જોઇએ.મોક્ષ પ્રાપ્તિ માટે નવ તત્વ,પાંચ સમિતી અને ત્રણગુપ્તિનુજ્ઞાન પણ પર્યાપ્ત છે. આચરણ વગરનું જ્ઞાન સુખડનાં ભારા સમાન છે. તે જ્ઞાન નહિં પણ માહિતીનાં રૂપમાં જાણવું ॥ બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ
॥ સૂત્રકૃતાંગ સારાંશ સંપૂર્ણ
││││││| | |
128
જો આત્મકલ્યાણ કરવું હોય તો...... જોશમાં હોશ અને ક્રાન્તિમાં શાન્તિ જાળવવી.
આત્મ હિત શિક્ષા
પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ-ભંગીથી મુક્તિ પામો. મારા—તારાના ભેદથી બચીને રહો.
સમભાવોથી પોતાના જીવનને સફળ બનાવો.
દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત્ત, ક્ષુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે.
કોઈનું સારૂં ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો.
કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે. (જુઓ—સૂય.અ. ૨, ઉ. ૨, ગા.ર.) કોઈને નીચે પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે.
સમભાવ ધરવાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગાનીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો.
શ્રાવકના બાર વ્રત
આગાર ધર્મ–શ્રાવકવ્રત :—
તીર્થંકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન ક્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઇએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથેસાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ ર્યું છે.
=
શ્રાવકના વ્રતોનો અધિકાર :– મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠ હોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી સ્ત્રી હોય અથવા ૧૩ સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી(શકડાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦–૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરુષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દૃષ્ટિકોણથી થયેલ છે. તેમા કોઈને, કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મુમુક્ષુ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઇએ.
અપ્રતિબંધ :– શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધા અનુસાર હીનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઇચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે તેમાં કોઈ જાતની રોકટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાનું સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે, તેઓમાં ઉત્સાહ, આત્મબલ, પરાક્રમ એક જેવું હોતું નથી, તે વ્યક્તિઓના ક્ષયોપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી અપવાદ સ્વીકાર કરવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર અપવાદ જબરદસ્તીથી આરોપિત કરવામાં આવતા નથી. માટે હીનાધિક બધી પ્રકારની શક્તિવાળી અને સાધનામાં ઉત્સુક વ્યક્તિઓને સાધના કરવાનો સહજ રીતે અવસર મળી શકે છે. પછી ધીરે ધીરે સાધક પોતાની શક્તિને વધારતો આગળ વધી જાય છે તેમજ અપવાદોને ઓછા કરે છે. આમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત પડિમા સુધી પહોંચી શકે છે. આ ગહન મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આગળ વધવું (પ્રગતિ કરવી) તે જેવું અપ્રતિબદ્ધ અને નિર્હન્દુ માનસથી સધે છે, તેવું પ્રતિબદ્ધ અને નિગૃહીત માનસથી સધી શકે નહીં. આ પદ્ધતિ નિઃસંદેહ બેજોડ છે.