________________
jainology
127
આગમસાર
વર્તમાનમાં પણ તેઓ રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી એકલા જ છે, એકત્વમાં જ રમણ કરે છે. તેઓ જ્યારે જે લાભનું કારણ સમજે ત્યારે તે અનુસાર વર્તન-વ્યવહાર કરે છે, પરંતુ કોઈમાં પણ મુચ્છ-મમતા, આસક્તિના ભાવો તેમને હોતા નથી. તેથી તેના ઉપર દોષારોપણ કરવું મિથ્યા છે, કારણ કે તેઓ યશકીર્તિ કે આજીવિકા માટે ધર્મોપદેશ આપતા નથી પરંતુ માત્ર જીવોના કલ્યાણ માટે જ પ્રવચન આપે છે. કૃતકૃત્ય થયેલા તે પ્રભુને સ્વાર્થ સાધનરૂપ કોઈ પ્રયોજન હોતું નથી. (૨) શંકા - સચેત જળ, બીજ, આધાકર્મી(સચેત-અચેત) આહાર અને સ્ત્રીઓનું સેવન કરતાં-કરતાં પણ જે વ્યક્તિ એકાંત માં રહેતો હોય કે વિચરતો હોય તો શું તેને પાપ લાગે છે? જવાબ:- ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરનારને ગૃહસ્થ જ કહી શકાય, સાધુ ન કહી શકાય. ધન કમાવાના પ્રયોજનથી ગૃહસ્થ ઘણીવાર પરદેશમાં એકલો ઘૂમે છે, તેથી આ આચરણ કરનાર આત્મ સાધક નહિ પરંતુ જીવ હિંસા તેમજ કામભોગોમાં આસક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. (૩) શંકા – આવું કથન કરવાથી શું બીજાની નિંદા કર્યાનું પાપ નથી લાગતું? જવાબ:- કોઈ ચોક્કસ વ્યક્તિની નિંદા ન કરતાં તે વ્યક્તિનો ખોટો દ્રષ્ટિકોણ જાણી, સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવું, તે નિંદા કે પાપ કહેવાતો નથી. ખાડો, કાંટા, કીડા, સર્પ આદિ ને જોઈને આપણે આપણી જાતને બચાવી અને બીજાને બતાવી, તેમનું હિત કરીએ તો અમાં નિદા શી થઈ ? આ જ પ્રમાણે હિંસા તેમજ કુશીલને સમર્થન આપે તેવો માર્ગ કે તેવા સિદ્ધાંત કલ્યાણકારક નથી તેમ સમજાવવું, બતાવવું તે પણ નિદાકારક નથી જ. (૪) શંકા - ઘણા બધા લોકો જે સ્થળે આવતા-જતા હોય અને જ્યાં અનેક વિદ્વાન લોકો પણ આવતા હોય તેવી જગ્યાએ ભગવાન મહાવીર શું નિરુત્તર થવાના ભયથી રોકાણ કરતા નથી? સમાધાન - ભગવાન મહાવીર વિના કારણ કે વિના વિચાર્યું કોઈ કાર્ય નથી કરતા. તેઓ રાજાના ભયથી કે દેવ-દાનવના ભયથી પણ કાંઈ નથી કરતા પરંતુ જ્યાં જેવો લાભ જુએ(ધર્મ બાબત) ત્યાં તેવું આચરણ કરે છે. (૫) શંકા:- ત્યારે શું ભગવાન એક વણિક જેવા છે જે પોતાના લાભ માટે જ જન–સંપર્ક કરે? સમાધાન :- વણિક તો આરંભ-સમારંભ અને ધન તેમજ કુટુંબ પરિવારમાં મમત્વ રાખે છે તથા મૈથુન સંબંધી કર્મબંધનના કાર્યો કરે છે, અને તેનાથી આત્માની અવનતિ કરે છે, પરંતુ ભગવાન એવા નથી. હા, ભગવાન મોક્ષની સાધનાની અપેક્ષાએ લાભાર્થી-વણિક છે. ભગવાનનો લાભ તો નિર્જરા એટલે કે મોક્ષરૂપ જ છે. સર્વથા હિંસાથી રહિત અને આત્મધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને વણિક (વેપારી) તો આપ જ કહી શકો! (૬) શંકા – ખલ–પિંડ ને મનુષ્ય અને તુંબડાને બાળક સમજી કોઈ પકાવીને ખાય તો તે પાપ થી લિપ્ત બને છે, અને કોઈ મનુષ્ય ને ખલ–પિંડ અને બાળકને તુંબડું માની પકાવી ખાયતો પાપથી લિપ્ત નથી બનતો; તેવું અમારૂ મંતવ્ય છે. સમાધાન :- આ પ્રકારનું સાંભળવું કે તેનો પ્રયોગ કરવો બંને સાધુજીવન માટે અયોગ્ય છે. સાધુ તો સૂક્ષ્મ ત્ર-સ્થાવર જીવની આશંકા–અસ્તિત્વથી હંમેશા વિવેકપૂર્વક અને જાગૃતિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. આવી ખલ બુદ્ધિ અને તુંબડાની બુદ્ધિ તો કોઈ મૂર્ખ પણ નથી કરી શકતો. આવી ઉલટી બુદ્ધિવાળો તો અનાર્ય કહેવાય છે. જે વચન પ્રયોગથી પાપના ઉપાર્જનને પ્રેરણા મળે તેવું વચન બોલવું પણ યોગ્ય નથી. સાચો સાધુ સમ્યક ચિંતન પૂર્વક, દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, તે આવા માયામય વચન પ્રયોગ ન કરી શકે. આ રીતે અન્ય તત્વ ચર્ચા પણ છે. જેનો સાર આ પ્રમાણે છે(૧) માંસ ભક્ષણમાં દોષ ન હોવાનું કથન પણ મિથ્યા છે. (૨) પાપ પ્રવૃત્તિથી આજીવિકા કરનારને ભોજન કરાવવાથી પુણ્ય બંધાય છે અને દેવલોક મળે છે, તે કલ્પના માત્ર છે. (૩) હલકા પ્રકારનું આચરણ કરનાર અને ઉત્તમ આચરણ કરનાર બંને ક્યારેય સમાન થઈ શકતા નથી. (૪) હિંસા-અહિંસા નું પ્રમાણ જીવોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તેનો આધાર તે જીવની ચેતના, ઈદ્રિયો, મન, શરીર વગેરેના વિકાસ તેમજ મારનારના તીવ્ર–મંદ ભાવ પર આધારિત છે.(આ એક હાથીને મારી જીવનભર તેનું માંસ ખાનાર હસ્તીતાપસ ને માટે કહેવાયું છે.) સાધુઓએ અનેક પાખંડીઓના કુતર્કથી દૂર રહી સમ્યક–શ્રદ્ધા યુક્ત આચરણ કરવામાં સાવધાન રહેવું જોઇએ.
સાતમો અધ્યયન- ઉદકપેઢાલ પુત્ર આ અધ્યયનમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ ઉદકપેઢાલ પુત્ર અને ગૌતમસ્વામીની ચર્ચા છે. ૧. ઉદક સાધુ નો તર્ક છે કે:- શ્રાવક દ્વારા ત્રસ જીવની હિંસાના પચ્ચકખાણ કરવા એ ખોટા પચ્ચખાણ છે, કારણ કે પ્રત્યાખ્યાન સમયે જે જીવ ત્રસ છે, તે ક્યારેક સ્થાવર થઈ જાય છે, અને સ્થાવર જીવ ક્યારેક ત્રસ થઈ જા
ગૌતમ સ્વામીએ સમાધાન આપતા કહ્યું છે કે– પ્રત્યાખ્યાનનો આશય ત્રસ નામકર્મના ઉદયવાળા જીવોની અપેક્ષા છે, તેથી તેના સાચા પચ્ચકખાણ છે. “કોઈએ ત્રસ જીવ ની હિંસા ન કરવી” તેમ પચ્ચખાણ લીધેલ હોય અને ત્યાર બાદ કોઈ ઉદયકર્મના કારણે સ્થાવર જીવ બની જાય તો તે સ્થાવરની હિંસા કરવાથી તે પ્રત્યાખ્યાન લેનારની પ્રતિજ્ઞા ભંગ નથી થતી, દૂધ,દહિં ન ખાવાની પ્રતિજ્ઞા લેનાર જ્યારે તે દૂધ-દહિં છાશ બની જાય તો તેને વાપરવાથી પ્રતિજ્ઞા ભંગ નથી થતી. તે રીતે જ શ્રાવકના ત્રસ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ભંગ નથી થતા.
બીજો તર્ક છે કે–ત્રસના પચ્ચકખાણ કરાવવાથી સ્થાવરની હિંસાને સમર્થન અપાય છે.
સમાધાન- છ પુત્રોને ફાંસીની સજા મળેલ હોય અને તેમાંથી એકને જ છોડાવી શકાય તેમ રાજાનો આદેશ હોય, ત્યારે એક ને છોડાવનાર બાકીના પાંચ પુત્રોની ફાંસી માન્ય રાખે છે તેમ ન કહી શકાય! આ જ રીતે અસમર્થતાના કારણે શ્રાવકથી જેટલો બની