________________
jainology
135
આગમસાર ૩. વિલેપન - તેલ, ચંદન, પીઠી, પાવડર, ક્રિીમ આદિની જાતિ (). ૪. સ્નાન – રોજ નંગ () માસમાં નંગ 7 દિવસ () વરસમાં નંગ / દિવસ () એક વખતના જ્ઞાનમાં પાણી () લીટર, વગર માપના પાણીથી સ્નાન કરવાનો ત્યાગ અથવા મર્યાદા ( ). લોકાચારનો આગાર. મહિનામાં () દિવસ સ્નાન કરવાનો ત્યાગ. ૫. વસ્ત્ર – ૧ સૂતર, ઊન આદિ જાતિ () જાવજીવ સુધી (૨) વસ્ત્ર જોડ અથવા નંગ () ઉપરાંત એક સાથે રાખવાનો ત્યાગ. રેશમી વસ્ત્રનો સંપૂર્ણ ત્યાગ. (રેશમના કીડાઓને જીવતા ગરમ પાણીમાં નાખી તાતણાં ભેગા કરાય છે.) ૬. શયન – સુવા બેસવાના નંગ રોજ (). ૭. કુસુમ (ફૂલ) – સુંઘવાના ફૂલોની જાતિ (), અત્તરાદિ જાતિ (), માળા જાતિ (), ભૂલનો, દવાનો અને પરીક્ષાનો આગાર. ૮. આભૂષણ – ઘડિયાળ આદિ એક સાથે શરીર પર પહેરવાની જાતિ () નંગ () સંભાળીને રાખવા માટે અથવા પરીક્ષણને માટે પહેરવાનો આગાર. ૯. ધૂપ કરવો – જાતિ (), અગરબત્તી, લોબાન, કપૂર, ઘી, તેલ આદિ. અગરબત્તીની જાતિ (). ૧૦. લીલા શાકભાજી ફળ આદિ () કંદમૂળ () જાતિ ઉપરાંત ત્યાગ.(કંદમૂળ નો આજીવન ત્યાગ કરવાનો લક્ષ્ય રાખવો.) ૧૧. સૂકોમેવો – જાતિ () ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ. ૧૨. સવારી – હવાઈ જહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં () વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા (). પશુની. સવારી–તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા, જાતિ (), સ્થલ ક્ષેત્રની સવારી ( ) કી.મી.જમીન માર્ગે (સડક કે રેલથી)ઉપરાંત નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિ જાતિ (), બૂટ સેંડલ આદિ જાતિ () જાવજીવ. એક સાથે રાખવા ની કુલ જોડી () ઉપરાંત ત્યાગ. (ચામડાનાં જૂતા કે અન્ય પટા, પાકીટ વગેરેનો આજીવન ત્યાગનો લક્ષ્ય રાખવો કે જેથી અશાતા વેદનીયનો બંધ ન થાય.) ૧૪. સચિત્ત – ખાવાની જાતિ (), જાવજીવ, રોજ જાતિ () ઉપરાંત ત્યાગ. ૧૫. દ્રવ્ય - રોજ જાતિ (), જાવજીવ પર્વતની જાતિ () ઉપરાંત ત્યાગ. દ્રવ્યઃ- (૧) લીલા શાક (૨) સૂકા સાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિનય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ.
વ્યાપાર જાતિ () ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા () નો ત્યાગ. આગાર – ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લે તો સ્વભાવ અનુસાર તેમાં સલાહ-સૂચન–ભાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ.
વિવેક રાખવો. ફક્ત ખાવા પરતો નહિં પણ દરેક વખતે, સ્પર્શ માત્રથી પણ સ્થાવર જીવોની વિરાધના થાય છે તે તથ્ય હરહંમેશ અને સદાકાળ સ્મરણમાં રાખવું.) અતિચાર પાંચ – (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત્ત ને અચિત્ત સમજીને અથવા ભૂલથી ખાવું તથા કોઈપણ સચિત્ત વસ્તુ સ્વાદ લઈને આસકતીથી,(પાપને પાપ સમજયા વગર) ઉપયોગ રહિત થઈને ખાવી, તે પણ અતિચાર છે. આમતો સચિત્ત ખાવું જ અતિચાર છે પણ એ કારણે સચિત્તને અચિત્ત કરવામાં હિંસાનો વધારો કરવાને બદલે વિવેકથી નિર્ણય કરવો. ઉપદેશ આત્માના વિવેકને જાગૃત કરાવવા માટે હોય છે, પરંતુ કાર્યના સાર–અસારનો અંતિમ નિર્ણય આત્માએ સ્વયં વિવેક બુદ્ધિથી લેવાનો હોય છે. (૨) સચિત્ત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ઘૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત્ત ખાવું (૪) અચિત્ત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં જાઝું સચિત્ત ખાવાનું હોય અને થોડોક જ અચિત્ત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું થુંકવાનું અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને ખાવાનું ઓછું હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે– કંદમૂળ, બીડી, સિગારેટ, તંબાકુ, ભાંગ, સીતાફળ, શેરડી બોરલીઆર,અજાણ્યા જંગલી ફળ આદિ.
પંદર કર્માદાનનું સ્વરૂપ ૧. ઈગાલ કમૅ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ,રંગાટકામ,ગાળવાનું કામ,સુખડ્યિા,ભાંડમુંજા,સોની,લુહાર આદિના ધંધા ૨. વણ કમૅ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અને એવા કામ. ૩. સાડી કમે- વાહન બનાવીને વેચવા. ૪. ભાડી કમે- વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે. ૫. ફોડી કમે– ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો. ૬. દંત વાણિજજે- ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર હાથીદાંત,ઉપલણથી રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો. ૭. લખ વાણિજ્જ– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસ જીવોની હિંસા થાય અથવા સાડવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર. ૮. રસ વાણિજે – દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા. ૯. કેશ વાણિજે- વાળવાળા જાનવર વેચવા–ખરીદવાનો વેપાર. ઘેટા કે ઉનનો વેપાર. ૧૦. વિષ વાણિજે – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે – બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર, લક્ષમણરેખા(સાઇનાઇડ ચોક), ઓલઆઉટ(મચ્છર મારનાર), ટીકર (કોક્રોચ મારનાર), બેગોન સ્પે આદિ.