________________
jainology
121
આગમસાર
(૬) મુમુક્ષુ સંયમી સાધકોએ બીજ, લીલોતરી, જળ, અગ્નિ, કંદ મૂળ આદિના નાશને કર્મબંધ કરાવનાર જાણી તેનું સેવન ન કરતાં; સ્નાનાદિ વિભૂષા કર્મ અને સ્ત્રી આદિ થી દૂર જ રહેવું જોઈએ. (૭) સંયમ ધારણ કરીને પણ જે સ્નાન, વિભૂષા, સ્વાદિષ્ટ આહારમાં આસક્તિ રાખે છે, આહાર આદિ માટે દીનતા ધારણ કરે છે, તે કુશીલ પાર્વસ્થ થઈને સંયમને નિસ્સાર કરી દે છે. (૮) તેથી સાધકોએ સંયમ યાત્રાના નિર્વાહ હેતુ અજ્ઞાત ભિક્ષા દ્વારા દોષ રહિત આહાર પ્રાપ્ત કરી, ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન
- સત્કારની ચાહનાં ન કરતાં સંપૂર્ણપણે કર્મબંધના કારણોથી અલગ થઈ, કાષ્ઠ- ફલક સમાન બની કષ્ટો ને સહન કરવા જોઈએ. આ પ્રકારે આરાધના કરનાર શ્રમણ કર્મક્ષય કરી સંસાર ભ્રમણથી મુક્ત બની જાય છે.
આઠમો અધ્યયન- વીર્ય. (૧) વીર્ય બે પ્રકારના હોય છે- ૧. કર્મ વિર્ય ૨. અકર્મ વીર્ય. તેને જ ક્રમશઃ બાલ વીર્ય અને પંડિતવીર્ય કહેવામાં આવે છે. પ્રમાદની પ્રવૃત્તિ કર્મવીર્ય(બાલવીય) છે અને અપ્રમાદ ની પ્રવૃત્તિ અકર્મ વીર્ય(પંડિતવીય) છે. (૨) કર્મ વીર્ય – પ્રાણ વધ કરનારી શસ્ત્રોની શિક્ષા, હિંસક મંત્રોનું અધ્યયન, કામ-ભોગ, છેદન-ભેદન કે આરંભ-સમારંભ; આ સમસ્ત પ્રવૃત્તિઓ દ્વારા રાગ-દ્વેષ માં લીન પ્રાણી પાપ કર્મોનો બંધ કરે છે. માટે આ પ્રવૃત્તિઓ સકર્મ વીર્ય છે. (૩) અકર્મ વીર્ય – સ્વયં બોધ પામી અથવા અન્યથી પ્રબુદ્ધ બની, સંપૂર્ણ સ્નેહ બંધનોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, પાપોનો. નિરોધ કરવો, સંસારના સમસ્ત શુભ-અશુભ સંયોગોને અસ્થિર સમજી, આસક્તિ અને રાગ દ્વેષ થી મુક્ત થવું. (૪) આયુષ્ય નો અંત જાણી, આત્મા ને શિક્ષિત કરી સંલેખના કરવી. (૫) સાધકોએ કાચબા ની જેમ ઇન્દ્રિયોને ગોપવવી અને હિંસા, અસત્ય, અદત્તનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરી આત્મ ગુપ્ત, જિતેન્દ્રિય બનવું. (૬) સમત્વદર્શી થવું, તપથી યશની આકાંક્ષા ન કરતાં ગુપ્ત તપસ્યા કરવી. ખાવા, પીવા, બોલવા વગેરેનું મર્યાદિત કરવું.
આ પ્રકારે ક્ષાંત, દાંત, ઉપશાંત, નિસ્પૃહ સાધના તથા ધ્યાન તેમજ યોગનું સમાચરણ કરી, કાયાના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી, કષ્ટ સહિષ્ણુતા ધારણ કરી, કર્મોથી મુક્ત થવું; એ અકર્મવીર્ય છે.
નવમો અધ્યયન- ધર્મ. (૧) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, ખેડૂત, વણિક, ભિક્ષાચર વિગેરે જે કોઈપણ આરંભ, સમારંભમાં તેમજ કામભોગમાં અને પરિગ્રહમાં સંલગ્ન છે, તેઓ દુઃખથી છુટી શકતા નથી. (૨) પારિવારિક લોકો પણ કર્મોથી ઉત્પન્ન દુ:ખમાં ત્રાણ શરણભૂત થતાં નથી, પરંતુ મરણ પછી તે લોકો જ શરીરને બાળી, (એક કરેલ)ધનના સ્વામી બને છે. (૩) આ જાણી ભિક્ષુ, ધન, પુત્ર, પરિવારનો ત્યાગ કરી, મમત્વ તેમજ અહંકાર રહિત બની, જિન આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરે (૪) હિંસા તથા ક્રોધનો સર્વથા ત્યાગ કરે. (૫) ધોવું, રંગવું, બસ્તીકર્મ(એનિમા), વિરેચન, ઉલટી, અંજન, સુગંધી પદાર્થ, માળા, સ્નાન, દંતધાવન, તેલ આદિ સંયમ નાશક કાર્ય છે, તેનો ત્યાગ કરે. (૬) પરિગ્રહ સંગ્રહ વૃત્તિ) તેમજ સ્ત્રી કર્મ(સ્ત્રી સહવાસ)નો ત્યાગ કરે.(૭) દેશિક વગેરે એષણા દોષોનો ત્યાગ કરે. (૮) રસાયણ–ભસ્મોનું સેવન, શબ્દાદિમાં આસક્તિ, અંગ-ઉપાંગોનું ધોવું, માલિશ, શય્યાતર પિંડ, અષ્ટાપદ, શતરંજ આદિ ખેલ, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કરે. (૯) મુનિ ગૃહસ્થના કાર્યો, અને તેનો પ્રત્યુપકાર તથા જ્યોતિષ પ્રશ્નોત્તર ન કરે તેમજ અન્ય પરસ્પરની ક્રિયાનો પણ ત્યાગ કરે. (૧૦) લીલી વનસ્પતિ તેમજ અન્ય ત્રસ જીવ યુક્ત કે સચેત પૃથ્વી પર મળ-મૂત્ર ન કરે તેમજ ત્યાં પાણી આદિથી શરીરની શુદ્ધિ પણ ન કરે. (૧૧) મુનિ ગૃહસ્થના વસ્ત્ર, પાત્ર, પલંગ વગેરેનો ઉપયોગ ન કરે, તેમજ યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન વગેરે ઈચ્છાઓનો ત્યાગ કરે.(૧૨) અસત્ય તેમજ મિશ્રભાષા તથા મર્મકારી, કર્કશ વગેરે અમનોજ્ઞ ભાષાનો સર્વથા ત્યાગ કરે. (૧૩) કુશીલ આચરણવાળાનો સંસર્ગ ન કરવો, અકારણ ગૃહસ્થના ઘરમાં ન બેસવું તેમજ મનગમતા પદાર્થોમાં આસક્ત ન બનવું (૧૪) મુનિ અનુકૂળતામાં આસક્તિ કે પ્રતિકૂળ કષ્ટ ઉપસર્ગોમાં દ્વેષ ન કરતાં, માન, માયા, તેમજ અભિમાનનો ત્યાગ કરી, મોક્ષ પ્રાપ્તિની સાધના કરે.
દશમો અધ્યયન- સમાધિ. (૧) તીર્થકર ભાષિત સંયમ ધર્મને પ્રાપ્ત કરી ભિક્ષુ, સમસ્ત પ્રાણીઓની રક્ષા કરતાં સંયમ યોગ્ય ક્ષેત્રોમાં અપ્રતિજ્ઞ થઈને તેમજ સરળ બનીને વિચરણ કરે; સંગ્રહ વૃત્તિ ન કરે તથા સમસ્ત રાગ–બંધનોથી મુક્ત બની ઇન્દ્રિય વિષયોથી સદા દૂર રહે. (૨) સંસારના સમસ્ત પ્રાણીઓ જુદા-જુદા પાપોમાં જોડાયેલ છે. ઘણા સાધુઓ પણ પાપ કરતા હોય છે, પરંતુ સમાધિ અને આત્મશાંતિની ઇચ્છા રાખનાર ભિક્ષુ સ્થિરાત્મા થઈ હિંસા આદિ પાપોથી અળગાજ રહે અને બધાં પ્રાણીને પોતાના આત્મા સમાન જુએ (૩) મુનિ સમજી વિચારીને, હિંસા આદિ ની પ્રેરણા ન થાય, તેવી ભાષા બોલે. (૪) મુનિ આધાકર્મી આહાર-પાણીની, સ્ત્રીની અને પરિગ્રહની ઇચ્છા પણ ન કરે અને તેવું કરનારની સાથે પણ ન રહે. સંયમ સમાધિ માટે જરૂરી થવા પર મુનિ એકલા જ રહેતાં, સત્યનિષ્ઠ તેમજ તપમાં લીન રહી સંયમની આરાધના કરે એવું કરવાથી પણ મોક્ષ થઈ શકે છે.