________________
આગમસાર–પૂર્વાર્ધ
120
ચોથો અધ્યયન- સ્ત્રી પરિજ્ઞા. આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. સંપૂર્ણ અધ્યયનમાં સ્ત્રી પરીષહ જીતવાના તથા સ્ત્રી-સંસર્ગ નહીં કરવાના તેમજ સ્ત્રીઓથી સદા સાવધાન રહેવાનો, સ્ત્રીસંગના અનેક દુષ્પરિણામો બતાવીને, ઉપદેશ આપવામાં આવ્યો છે. માતા-પિતા અને ધન પરિવાર તેમજ સમસ્ત સુખનો ત્યાગ કરનાર અણગારોએ સદા સ્ત્રીઓથી વિરક્ત રહેવું જોઇએ. સ્નાન ન કરવું એ બ્રહ્મચર્ય સહાયક છે. તંદલ વૈચારિક પ્રકિર્ણક ગાથા ૧૪૩ થી ૧૫૧ માં પણ સ્ત્રીઓના દર્ગણોને વિસ્તારથી ગણાવવામાં આવ્યા છે. (તેનું કારણ : એ બહુપત્નીત્વની પ્રથા વાળો યુગ હતો. ગણિકાઓ સમાજની વચ્ચે નિવાસ કરતી હતી. રાજા અને શ્રીમંતો પણ ગણિકાઓમાં આસક્ત હતા. તેથી ઘણી સંપતિ અને વર્ચસ્વ તે ગણિકાઓનું રહેતું. સ્ત્રી સમાનતાનો યુગ ન હતો. સ્ત્રીની સાથે અન્યાય અને અપમાન કરાતો, લોક શંકાશીલ અને જુનવાણી હતા. આજે યુગ બદલાયો છતાં આ ઉપદેશનો મહત્વ ઓછો નથી થયો. સાધુને નગર નગર, ગામ ગામ વિચરણ હોવાથી અનેક પ્રકારનાં લોક સાથે સંપર્ક થાય છે. ગુરુ શિષ્યને નવવાડ બ્રમચર્ય પાળવા માટેની સાવધાની અને અતિ સાવચેતી રૂપે, ભયસ્થાનો સમજાવતાં આ ઉપદેશ આપે છે.)
પાંચમો અધ્યયન- નરક વિભકિત. આમાં બે ઉદ્દેશક છે, તેમજ સંપૂર્ણ અધ્યયનમાં નરકમાં જવાના કારણો તેમજ નરકના દુઃખોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. અનયત્ર આજ પુસ્તકમાં વર્ણન હોવાથી અહિં નથી લીધું. અંતમાં કહેવામાં આવ્યું છે કે જીવ જેવા કર્મ કરે છે તે અનુસાર એકલો જ ફળ ભોગવે છે. તે જાણી ધીર, વીર પુરુષ હિંસા વગેરે પાપોનો ત્યાગ કરી એકત્વ તેમજ અપરિગ્રહ ભાવમાં રહે તથા સંસાર પ્રવાહમાં ન પડે.
છઠ્ઠો અધ્યયન–વીર સ્તુતિ. આ અધ્યયનમાં ભગવાન મહાવીરનું સ્તુતિયુક્ત વર્ણન છે. (૧) પ્રભુ વીર આસુપ્રજ્ઞ, કુશળ, સર્વજ્ઞ અને સર્વદર્શી હતાં. (૨) તેમણે સમસ્ત લોકના ચર–અચર પ્રાણીઓને અને નિત્ય-અનિત્ય પદાર્થોને જાણી, દ્વીપ સમાન ત્રાણભૂત અહિંસા ધર્મ કહ્યો. (૩) તેઓ ગ્રંથાતીત, નિર્ભય તેમજ અનિયતવાસી હતા. દેવોમાં ઇન્દ્રની જેમ તેઓ, મનુષ્યોના ધર્મનેતા હતા. (૪) તેમની પ્રજ્ઞા સમુદ્ર સમાન અપાર હતી. તેઓ ઈન્દ્ર સમાન ધુતિમાન હતા. (૫) પ્રતિપૂર્ણ શક્તિ સંપન, સુદર્શન મેરુ સમાન શ્રેષ્ઠ તેમજ અનેક ગુણોના ધારક હતા. સૂર્ય સમાન પ્રકાશમાન હતા અર્થાત્ જ્ઞાન પ્રકાશદાતા હતા. (૬) તેઓએ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરી, અનુત્તર પરમ શુક્લ ધ્યાન દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરી, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી, પ્રભુ મહાવીર સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. (૭) ભગવાન નંદનવન સમાન શ્રેષ્ઠ આનંદકારી હતા. તારાઓમાં ચંદ્ર સમાન અને સુગંધમાં ચંદન સમાન ઉત્તમ હતા. (૮) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગોમાં ધરણેન્દ્ર, રસોમાં ઇક્ષરસ સમાન પ્રધાન તપસ્વી-મુનિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત હાથી, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ સમાન તેઓ મોક્ષાર્થીઓમાં પ્રધાન હતા. (૯) પુષ્પોમાં કમળ, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્યની સમાન લોકમાં ઉત્તમ હતા. સુધર્મા સભા અને લવસત્તમ દેવ સમાન સર્વશ્રેષ્ઠ હતા, પૃથ્વી સમાન સહનશીલ હતા. તેઓ આસક્તિ રહિત બની સંગ્રહ વૃત્તિ થી દૂર રહેતા હતા. (૧૦) ક્રોધ, માન, માયા, લોભ, આ ચારેય આધ્યાત્મ દોષોનું પ્રભુ એ વમન (સર્વથા ત્યાગ) કરી નાખ્યું હતું. અન્ય પાપોનું સેવન પણ તેઓ ક્યારેય કરતા નહોતાં અને કરાવતા નહોતા. (૧૧) સ્ત્રી તેમજ રાત્રિભોજનનું પૂર્ણ વર્જન(ત્યાગ) કરતા થકા તેઓ દુઃખના મૂળભૂત કર્મોનો ક્ષય કરવાના હેતુ થી વિકટ તપ કરતા હતા. (૧૨) આવા અરિહંત ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરનાર પરમપદ ને પ્રાપ્ત કરશે.
સાતમો અધ્યયન- કુશીલ પરિભાષા. (૧) પૃથ્વી આદિ સ્થાવર પ્રાણી તેમજ અંડજ, રસજ આદિ ત્રસ પ્રાણીઓની હિંસા કરનાર દૂર વ્યક્તિ તેવી જ યોનિઓમાં ભ્રમણ કરતી રહે છે. (૨) માતા-પિતા, ધન અને પરિવાર આદિનો ત્યાગ કર્યા પછી પણ જેઓ સુખ માટે મહાશસ્ત્ર ભૂત અગ્નિનો આરંભ કરે છે તે વારંવાર ગર્ભધારણ કરે છે. (૩) ઘણા અજ્ઞાની માત્ર મીઠાના ત્યાગથી કે માત્ર પાણીના ઉપભોગ, પરિભોગ તેમજ શુદ્ધિથી મોક્ષ મળવાનું કથન કરે છે પરંતુ તેઓ મધ, માંસ, લસણ વગેરે ખાઈને સંસાર વૃદ્ધિ જ કરે છે. (૪) પ્રાતઃ સ્નાન અથવા જળ સ્પર્શથી મુક્તિ થતી હોય તો બધાંજ જળચર પ્રાણીઓને મોક્ષ મળી જાય. એમ તો વિના પુરુષાર્થે ઇચ્છા માત્રથી બધાંની મુક્તિ થઈ જાય અને જળચર જીવોનો ઘાત કરનાર પાપીને પણ સહજ રીતે જ મોક્ષ મળી જાય પરંતુ એવું કંઈ સંભવ નથી. તેથી આ બધું જ અસત્ય પ્રરૂપણ અને અસત્ય પ્રલાપ છે. (૫) કેટલાક લોકો અગ્નિના સ્પર્શથી મુક્તિની કલ્પના કરે છે, પરંતુ જો એવું હોય તો કુંભાર, લુહાર, સુવર્ણકારોને સહજ રીતે જ મુક્તિ મળી જાય. એમતો ધર્મ, પુરુષાર્થ અને સન્યાસ ગ્રહણ આદિ બધાં ક્રિયા કલાપ વ્યર્થ સિદ્ધ થશે, માટે આ અપરીક્ષિત અને મિથ્યા સિદ્ધાંત છે.