________________
jainology |
આગમસાર
(૧) કોઈ પણ પ્રકારનું અભિમાન અને બીજાની નિંદા કલ્યાણકારી નથી પરંતુ બીજાઓને નીચે પાડવાની ભાવના કે તિરસ્કારની ભાવના અને નિંદાનો વ્યવહાર વ્યક્તિને મહાન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. માટે મુનિ પર–નિન્દા અને પર–તિરસ્કારને પાપકારી જાણી ત્યાગી દે.
119
(૨) મુનિ પોતાના કષ્ટોને સહન કરે તેમજ બધાં પ્રાણીઓને આત્મવત્ સમજે.
(૩) આ લોકમાં જેટલા પણ પૂજા—પ્રતિષ્ઠા કે, માન–સન્માન પ્રાપ્ત થાય, તેને મુનિ મહાન કીચડ સમાન સમજે. તેમાં ફૂલાઇ જવું તેની ઇચ્છા કરવી, તે આત્મા માટે સૂક્ષ્મ શલ્યરૂપ છે.
(૪) યોગ્યતાની વૃદ્ધિ અને અભ્યાસ કરીને મુનિ એકત્વચર્ચા ધારણ કરે. વિશિષ્ટ સાધનાથી કર્મ ક્ષય કરે, પરીષહ ઉપસર્ગ સહે, પરંતુ ક્યાંય ભયભીત ન બને.
(૫) ભિક્ષુ કલહ—ક્લેશ થી હંમેશાં દૂર રહે, કારણકે તેનાથી સંયમનો અત્યધિક નાશ થાય છે.
(૬) ષટ્કાય રક્ષક સર્વજ્ઞ ભગવંતોના આ અનુત્તર ધર્મનો સ્વીકાર કરી, સ્વેચ્છાઓનો ત્યાગ કરી, ગુરુ આજ્ઞાનું પાલન કરીને, અનંત પ્રાણી આ સંસારથી પાર ઉતરી ગયા અર્થાત્ મુક્ત થઈ ગયા.
ત્રીજો ઉદ્દેશક
-
(૧) સંયમ ધારણ ર્યા પછી જે ક્યાંય પણ મૂર્છિત થતાં નથી તે સંસારથી પાર થયેલા સમાન જ છે.
(૨) જે રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલ શ્રેષ્ઠ પદાર્થોની ભેટને આ લોકમાં રાજાઓ ધારણ કરે છે, તેમજ પ્રભુ દ્વારા પ્રદત્ત પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન વ્રતને મુનિ ધારણ કરે છે.
(૩) મુનિ પોતાના આત્માને સદા સમ્યક અનુશાસિત રાખે, જેથી તે ક્યારેય પણ સંયમથી વ્યુત ન બની જાય. કારણ કે સંયમને છોડી દેનારા પાછળથી અત્યધિક પશ્ચાત્તાપ કે વિલાપ કરે છે.
(૪) જીવન ક્ષણભંગુર છે તે સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા જીવો વર્તમાનમાં જ તલ્લીન રહે છે, ભવિષ્યનો વિચાર કરતા નથી.તે અજ્ઞાની વળી એવું પણ બોલે છે કે પરલોક કોણે જોયો છે ?
(૫) તે બાલ જીવો ધનને પોતાનું, તેમજ શરણભૂત માને છે પરંતુ જ્યારે આપત્તિ કે મોતના મુખમાં જાય છે ત્યારે વિલાપ કરતાં–કરતાં દુ:ખી બની એકલા જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
(૬) મુનિ એવા અમૂલ્ય અવસરને જાણી આરંભ, પરિગ્રહ તેમજ કષાયોનો ત્યાગ કરી, મહાન સંસાર સમુદ્રને પાર કરીને મુક્ત થઈ જાય છે.
ત્રીજો અધ્યયન– ઉપસર્ગ પરિક્ષા.
પ્રથમ ઉદ્દેશક :
(૧) ઘણા સાધક પોતાને શૂરવીર માને છે પરંતુ, ઠંડી, ગરમી, ભિક્ષા, અલાભ, આક્રોશ, મારપીટ, ડાંસ–મચ્છર આદિ પરિષહ ઉત્પન્ન થાય ત્યારે કે લોચ કરવાના સમયે કાયર બની વિષાદ પ્રાપ્ત કરે છે. ખરેખર મોક્ષાર્થી સાધકોએ સંગ્રામના મોરચે ઊભેલા હાથી સમાન બધા પરીષહ, ઉપસર્ગ ધૈર્યથી સહન કરવા જોઇએ.
બીજો ઉદ્દેશક :
(૧) પ્રતિકૂળ પરીષહોની અપેક્ષાએ અનુકૂળ પરીષહ સૂક્ષ્મ અને દુસ્તર હોય છે. તેથી ભિક્ષુ કોઈના પણ મોહના ચક્કરમાં ન ફસાય (૨) સ્ત્રી, પરિવાર અને પૂજા સત્કારનો સંગ મહાપાતાળ સમાન છે. મુનિ સદા તેનાથી સાવધાન રહે.
(૩) રાજા આદિ ઋદ્ધિ સંપન્ન લોકોના આદર તેમજ નિમંત્રણથી પણ સદા સાવધાન રહે.
ત્રીજો ઉદ્દેશક :– -
(૧) સંગ્રામમાં ગયેલ કાયર પુરુષ છુપાવાનું સ્થાન કે ભાગવાનો માર્ગ હંમેશાં પહેલેથી જ જોઈ રાખે છે, તેવીજ રીતે સંયમમાં હીન પુરુષાર્થી વ્યક્તિ પોતાની આજીવિકાની વિદ્યા તેમજ નિવાસસ્થાનના સાધનો શોધી લે છે.
(૨) ઘણા વીર સાધક શૂરવીર યોદ્ધાની જેમ મૃત્યુપર્યન્ત સંયમ વિમુખ થતા નથી.
(૩) સેવા તેમજ સહયોગમાં મમત્વ ભાવ ન હોવો જોઇએ. ગૃહસ્થીની અપેક્ષા સાધુના સહયોગ–સેવા લેવા જ શ્રેયસ્કર છે. જે લોકો(અન્ય મતાવલંબી) સાધુઓના સેવા–સહયોગને મમત્વ કહે છે અને ગૃહસ્થો દ્વારા સાવધ સહયોગ લે છે, તેમનું કથન મહત્વહીન તેમજ મિથ્યાત્વથી અભિભૂત છે.
(૪) ભિક્ષુ આત્મ સમાધિ રાખવા છતાં ગુણોનો વિકાસ કરે, કોઈના માટે કોઈ પણ અહિતકર કૃત્ય ન કરે અને ગ્લાન–બીમાર ભિક્ષુઓની રુચિ પૂર્વક સેવા કરે. ચોથો ઉદ્દેશક :–
(૧) ઘણા લોકો ફક્ત (સચેત)જળ સેવનથી જ સિદ્ધિ માને છે. ઘણાં કેવળ બીજના સેવનથી, તો ઘણાં લીલી વનસ્પતિના સેવનમાં જ સિદ્ધિ માને છે, પરંતુ તે હિંસા આદિથી મુક્ત ન થવાના કારણે સંસારમાં ભ્રમણ કરે છે.
(૨) ઘણાં કહે છે કે સુખ થી જ સુખ મળે છે. તેથી ખાઓ, પીઓ અને મોજ કરો. ભવિષ્ય માટે કટિબદ્ધ થઈ વર્તમાનનાં સુખોને છોડો નહીં. આવા લોકો ધન ગુમાવનાર જુગારીની જેમ અથવા લોહ વણિકની જેમ દુઃખી બની ભવિષ્યમાં આયુષ્ય અને યૌવનનો ક્ષય થવા પર વિલાપ કરે છે. તેથી એમ સમજવું જોઇએ કે ભવિષ્યનો તેમજ પરિણામનો વિચાર કરી યોગ્ય પરિવર્તન કરનાર જ સુખી થાય છે.
(૩) સંયમ સાધક ક્યારેય પણ વર્તમાન સુખના ચક્કરમાં ન આવે. સ્ત્રીઓના સંયોગને વૈતરણી નદી સમાન સમજી તેનાથી પૂર્ણ સાવધાન રહે. હિંસા, જૂઠ, ચોરીનો પૂર્ણ ત્યાગ કરે તેમજ અગ્લાન ભાવથી સેવા–ધર્મનું પાલન કરે.