________________
આગમસાર–પૂર્વાર્ધ
બીજો ઉદ્દેશક :
=
(૧) નિયતિ વાદી સુખ–દુ:ખના કર્તા પોતાને કે અન્યને કોઈને પણ માનતા નથી પરંતુ કેવળ નિયતિથી જ બધું થાય છે તેવું માને છે. તેવું માનવા છતાં પણ તેઓ દુઃખ થી છૂટી શકતા નથી.
(૨) અજ્ઞાનવાદી ભોળા મૃગ–સમાન છે. તેઓ ભ્રમ–જાળ માં ફસાઈ કર્મ બંધના ભાગી બની સંસાર ભ્રમણ કરે છે.
(૩) વનમાં દિશા મૂઢ બનેલી વ્યક્તિ જે પ્રકારે પોતાનો કે અન્યનો માર્ગ નિશ્ચિત નથી કરી શકતી તથા અંધ વ્યક્તિ અંધાઓને માર્ગ પર નથી લાવી શકતી તેવીજ રીતે આ અજ્ઞાનવાદી ભટકતા રહે છે.
118
(૪) ‘ત્રણેય યોગ હોય તો જ કર્મ બંધ થાય છે’ અથવા ‘દ્વેષ ભાવ વિના કોઈને મારી નાખીને માંસ ખાવાથી પાપ બંધ થતો નથી’, તેવું કહેનાર મિથ્યાવાદી લોકો છિદ્રોવાળી નાવ સમાન સંસારમાં ડૂબી જાય છે.
ત્રીજો ઉદ્દેશક :–
(૧) જે સાધુ આધાકર્મી અને આધાકર્મીના અંશ માત્રથી પણ મિશ્રિત આહાર– પાણીનું સેવન કરનાર છે, તેઓ પાણીની બહાર પડેલી, પક્ષીઓ દ્વારા ખાવામાં આવતી માછલી સમાન ઘાતને પ્રાપ્ત કરે છે. તે બે પક્ષનું સેવન કરે છે, અર્થાત્ વેષથી સાધુ અને ગુણથી અસાધુ છે.
(૨) દેવ, બ્રહ્મા, ઈશ્વર, સ્વયંભૂ દ્વારા જગતની રચના માનવાવાળા અથવા ઇંડાથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે, તેવું માનવાવાળા, સંવર ધર્મને સમજી શકતા નથી.
(૩) કેવળ ક્રીડાના હેતુથી અવતાર માનનાર પણ દોષપાત્ર છે. કારણકે એવું માનવાવાળા માટે પાપોનો ત્યાગ આવશ્યક નથી બનતો અને તેના પાપ સેવનથી દુ:ખની પરંપરા જ વધે છે.
સાંખ્ય મત
સાંખ્ય મતાવલંબીઓ પ્રકૃતિ, પુરુષ અને અહંકારને સંસારનું કારણ માને છે. અહંપણું(હું પણા)ને જ મોક્ષમાં બાધક તત્વ માને છે. પુરુષ(એટલે કે અશુધ્ધ આત્મા) પ્રકૃતિ(નિયતી)ને આધિન છે, અને બધુંજ પ્રકૃતિ(નિયતી) મુજબ થાય છે. અહંકારને છોડી દેવાથી અને પ્રભુને આધિન થઇ જવાથી કર્મોનો નાશ થાય છે, તથા નવા કર્મોનો બંધ અટકી જાય છે. અને પોતાને કર્તા માનવાથી કર્મોનો બંધ થાય છે.
આ સાંખ્ય મતમાં લોકનું સ્વરુપ, આત્માનું સ્વરુપ, ઇશ્વવરનું સ્વરુપ વગેરેનું સ્પષ્ટ વર્ણન ન હોવાથી તેમાંનાં જ કોઇ સંપ્રદાયે જૈન આગમોમાંના આ તત્વોનું પ્રતિપાદન કર્યું (સ્વીકાર કર્યો). પરંતું પોતાના મુળભૂત સિધ્ધાંતો પ્રકૃતિ(નિયતી), પુરુષ(અશુધ્ધ આત્મા) અને અહંકાર(કતાપણું)ને અકબંધ રાખ્યા.
જૈન ધર્મના બધાજ સિધ્ધાંતોનો સ્વીકાર કર્યા વિના તે સંપ્રદાય જૈન દર્શનનો અંગ કહી શકાતો નથી. તે સંગઠન દાદાના સંપ્રદાય તરીકે ઓળખાય છે. જૈન સિધ્ધાંતોનો આંશિક સ્વીકાર કર્યો હોવા છતાં, પોતાનો મિથ્યામત, વીપરીત માન્યતાઓ અને એકાંતીક નિયતિવાદ છોડયો ન હોવાથી તે સાંખ્યમતજ કહેવાશે.
તેના અનુયાયીઓ પણ વૈષ્ણવ કુળનાંજ હોય છે. આ કોઇ નવો માર્ગ નથી, પણ નરસિંહ મહેતા અને મીંરાબાઇએ અનુસરેલો કૃષ્ણભકતિ માર્ગજ છે. ભગવદ ગીતા તેમના માટે પથદર્શક છે. કેટલાંક જૈન કુળમાં જન્મેલા પણ તે સાંખ્યમતને ન સમજી શકવાથી, પોતાને અલ્પજ્ઞાની અને તે મિથ્યા મતાવલંબીઓને આત્મજ્ઞાની માની તે મતને સમજવાનો શ્રમ કરી રહયા છે. અશ્રધ્ધાને કારણે તેઓ જૈનદર્શનને અને મોક્ષમાર્ગને પણ ગુમાવી બેઠા છે.
ચોથો ઉદ્દેશક :
:
(૧) ઉપર કહેલા તે અન્યતીર્થિક લોકો ગૃહત્યાગ કરીને પણ અશરણભૂત સાવધ કૃત્યોનો ઉપદેશ આપે છે. આવું જાણી મુનિ હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત સાવધ કૃત્યોથી દૂર રહે તેમજ નિર્દોષ ભિક્ષા વૃત્તિથી જીવન વ્યતીત કરે.
(૨) જ્ઞાન નો સાર જ એ છે કે સંસારના સમસ્ત ચર–અચર પ્રાણી પોતે જ દુઃખી છે,એવું જાણી તેમના પ્રત્યે મુનિ પૂર્ણ અહિંસક બને (૩) મુનિ સમસ્ત પદાર્થોના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરે, જતનાપૂર્વક ચાલે, બેસે, સૂએ, ખાય, પીવે, બોલે, શાન, દર્શન અને ચારિત્રનું સંરક્ષણ કરે અને કષાયોને દૂર કરી મોહ રહિત બને.
બીજો અધ્યયન– વૈતાલીય.
પ્રથમ ઉદ્દેશક :–
(૧) વીતી ગયેલ સમય ફરી આવતો નથી, તેમજ મનુષ્ય જીવન દુર્લભ છે, આયુષ્ય ક્ષણભંગુર છે, તેથી પરિવાર અને પરિગ્રહ તેમજ આરંભથી નિવૃત્ત બનો. તેને ભયકારી(દુઃખકારી) જાણો.
(૨) જીવ સ્વયં કર્મ કરી અને તેના ફળને પ્રાપ્ત કરી દુઃખી થાય છે, છતાં પણ પોતાની હીન અવસ્થા કે ઊંચ અવસ્થામાં પણ તે જીવ મરવાનું ઇચ્છતો નથી.
(૩) બહુશ્રુત જ્ઞાની અને સંયમી બનીને પણ જે કષાય ભાવોમાં લીન રહે છે, તે પણ તીવ્ર કર્મોથી દુઃખી થાય છે. નિરંતર માસખમણની તપસ્યા કરીને પણ કષાયોનો ત્યાગ ન કરે, તો તપસ્વી પણ વારંવાર જન્મ-મરણ કરે છે.
(૪) દુ:ખ આવે ત્યારે તેવું વિચારે કે હું એક જ દુઃખી નથી, સંસારમાં અન્ય પ્રાણી પણ વિવિધ દુઃખોથી દુઃખી છે; તેવું વિચારી ધૈર્ય
રાખી સહનશીલ બને.
(૫) સ્થિર ચિત્તવાળા ધૈર્યવાનને કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ, સંયમ તેમજ આત્મશાંતિથી વિચલિત કરી શકતા નથી. બીજા ઉદ્દેશક :–